અંબાલાલ પટેલે ગુજરાતમાં આ તારીખે ચોમાસાની શરૂઆતની લઈને કરી મોટી આગાહી,જાણો કેવું રહેશે ચોમાસું……

Uncategorized

વાતાવરણમાં અવારનવાર બદલાવ થતો રહે છે.આટલું જ નહિ પરંતુ હવામાન વિભાગ સતત હવામાનને લઈને અનેક આગાહી કરતુ રહે છે.આવી સ્થિતિમાં એવું પણ સામે આવ્યું રહ્યું છે કે આ વર્ષે ચોમાસું વધારે સારું રહેવાની શક્યતા છે.તમને જણાવી દઈએ કે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે,જેમાં એવું કહ્યું છે કે આ વર્ષનું ચોમાસું ચાર મહિના રહી શકે છે.એટેલ કે ચોમાસું ઘણું સારું રહેશે.

વધુમાં એવું જણાવ્યું છે કે હાલમાં આંદામાન-નિકોબાર ટાપુ અને બંગાળના દક્ષિણ ઉપસાગર પર ચોમાસાનું આગમન થઈ ગઈ હોય તેવું જોવા મળ્યું છે.જેથી હવે દેશ અને રાજ્યના ખેડૂતો માટે આ વર્ષ ઘણું સારું રહી શકે છે.આ વખતે બંગાળના ઉપસાગરમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે.તે જોઇને ચોમાસા માટેના પરિબળો સકારાત્મક રહી શકે છે.

તમને જણાવી દઈએ કે 20 મી મેથી આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું સક્રિય થઈ ગયું છે.જે સ્થિતિ ભારતના દક્ષિણ છેડે ચોમાસાની સાનુકૂળતા બતાવે છે.એટલે ચોમાસું સમય પહેલાં 26 મીથી 31મી મે સુધી ભારતના દક્ષિણ છેડે આવી પહોંચવાની શક્યતા રહેશે.હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં.

હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે.જયારે હાલમાં વધુ એક વાવાઝોડું યાસ ત્રાટકે તેવી શક્યતાઓ પણ જણાવી છે.હવામાન ખાતાએ શુક્રવારે જણાવ્યું હતું કે આંદામાન-નિકોબાર દ્વીપસમૂહ સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે.ત્યાં ચોમાસું સક્રિય થઈ ગયું છે અને આગામી અઠવાડિયાના અંત સુધીમાં તે દક્ષિણ ભારતના કિનારાઓ ઉપર ટકરાય તેવી શક્યતા છે.

હવામાન ખાતાએ એવું પણ જણાવ્યું છે કે 31 મે એ કેરળમાં ચોમાસું આવી શકે છે.જયારે બીજી જૂન સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું બેસી જશે તેવી પણ આશા વ્યક્ત કરી છે.હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ધીમી ધારે સતત વરસાદ પડી રહ્યો છે.આગામી બે દિવસ એટલે કે 23 મી સુધીમાં સમગ્ર આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહો ઉપર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

જયારે 25 મીથી આ ચોમાસું સહેજ અટકશે અને આગળ વધશે.બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું સર્જાઈ રહ્યું હોવાથી તેની નહીવત અસર ચોમાસા ઉપર પડશે.બે દિવસ વરસાદમાં બ્રેક વાગ્યા પછી તે ફરીથી સક્રિય થશે,એટલે કે એવું કહેવામાં આવે છે કે આ વર્ષે ચોમાસું જલ્દી અને ઘણું સારું જોવા મળી શકે છે. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *