અંબાલાલ પટેલે ગુજરાતમાં આ વર્ષે વરસાદને લઈને કરી મહત્વની આગાહી,ગુજરાતના આ વિસ્તારોમાં ચોમાસું…….

Uncategorized

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું હતું.શહેરના મોટા રસ્તાઓ બપોરે સુમસામ પડેલા જોવા મળ્યા છે.જયારે બીજી બાજુ હવામાન વિભાગ હવામાનને લઈને ઘણી આગાહી કરવામાં આવી રહી છે.હાલમાં જોવામાં આવે તો ગત્ત બે દિવસથી ગરમીનો પારો નીચે જતો જોવા મળ્યો છે.

જયારે ગત્ત દિવસોમાં અખાત્રીજનો પવન રાજ્યના મોટાભાગોમાં પશ્ચિમના જોવા મળ્યા હતા.એવું કહેવામાં આવે છે કે આ દિશામાં જો પવન ફૂંકાતો જોવા મળે તો તે સારા ચોમાસાનો નિર્દેશ કરે છે.આટલું જ નહિ પરંતુ આ દિવસે ઘણા રાજ્યોના વિસ્તારોમાં પવન સાથે ધૂરની ડમરીઓ જોવા મળી હતી.આવી સ્થિતિ જોવા મળી હતી એટલે એવું કહી શકાય છે કે આ વર્ષે ઘણા ઓછા ભાગોમાં ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહેશે

ચોમાસું સમુદ્રના તાપમાનના પરિબળથી જોતા એવું કહેવામાં આવે છે કે આ વખતે કેરળ કાંઠે 26મી મે સુધીમાં વરસાદી માહોલ ઉભો થશે તેવું ગુજરાતના જાણીતા એવા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું.આટલું જ નહિ પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું છે કે ચોમાસું આ વખતે એકંદરે સારૂં રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં હવામાન વિભાગે આપેલી સૂચનાઓ અનુશાર એવું કહેવાયું છે કે દક્ષિણ કિનારે એક વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે.જેનો પથ જોતા સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે ભારે વરસાદ થવાની શક્યતા છે.દરિયા કિનારાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.આ સાથે ઉત્તર,મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા દર્શાવી છે.

ગુજરાતના મોટા શહેર જેમ કે અમદાવાદ,મહેસાણાના કેટલાક ભાગો,ડિસામાં હળવો વરસાદ થવાની શક્યતા છે.જયારે એવું પણ જણાવ્યું છે કે આ સામાન્યથી ભારે વરસાદ પછી આશરે 20 મે પછી રાજ્યના અનેક ભાગોમાં તે સાથે દેશના કેટલાક ભાગોમાં કાળજાળ ગરમી પડવાની શક્યતા પણ જણાવી છે.

હાલમાં ઘણા વિસ્તારોમાં આંધી સાથે ધૂળની ડમરીઓ ઉભી થતી જોવા મળી રહી છે.ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી થઈ શકે.જ્યારે રાજસ્થાનના ભાગોમાં 48 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગરમી રહી શકે.આ વાવાઝોડા બાદ સમુદ્રનું તાપમાન ઉંચું રહેતા આ મહિના અંત સુધી આવા ઘણા નાના વાવાઝોડા બનતા રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *