અક્ષય કુમારની આ ફિલ્મમાં કામ કરવાવાળું આ નાનું બાળક હવે થઇ ગયું છે મોટું,બની ગયો છે બોલીવૂડનો આ ખુબસુરત એક્ટર……..

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે હમેશા પોતાના અભિનય માટે વધારે લોકપ્રિય રહ્યા છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા વર્ષોથી બોલીવૂડ સાથે જોડાયેલા છે,અને આજે પણ સક્રિય જોવા મળી રહ્યા છે.આવી સ્થિતિમાં અક્ષય કુમારની વાત કરવામાં આવે તો તે બોલિવૂડના મોટા એક્શન અભિનેતા માનવામાં આવે છે.અભિનેતા અક્ષય કુમારએ ઘણી હીટ ફિલ્મો આપી છે.

આજના સમયની વાત કરવામાં આવે તો અક્ષય કુમાર કોમેડી અને રોમેન્ટિકની સાથે તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કરતા જોવા મળતા હોય છે.જયારે મોટાભાગના તેમના ચાહકો એક્શન અભિનેતા કરતા પણ વધારે કોમેડી અભિનેતા તરીકે વધારે પસંદ કરવા લાગ્યા છે.જેથી આજના સમયમાં અક્ષય કુમાર બોલિવૂડનો સૌથી ફિટ અને પ્રખ્યાત અભિનેતા રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ અભિનેતા ખાસ કરીને વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મોમાં ચોક્કસ રીતે જોવા મળે છે.એટલે કે આ અભિનેતા બીજા અભિનેતા કરતા વધારે કામમાં વ્યસ્ત પણ જોવા મળતો હોય છે.ખાસ કરીને આ અભિનેતા પોતાને સ્વસ્થ અને ફીટ રાખવા માટે વધારે ધ્યાન આપતો હોય છે.એવું કહેવામાં આવે છે કે 1999 માં અક્ષય કુમારે ફિલ્મ જાનવરમાં કામ કર્યું હતું.જે પછી તેમને અનેક સફળતાઓ મળવા લાગી હતી.

એવું કહેવામાં આવે છે કે અક્ષય કુમાર માટે ફિલ્મ જાનવર ભારે હીટ સાબિત થઇ હતી,જયારે તે સમયે મોટાભાગની ફિલ્મો ફ્લોપ સાબિત થઇ રહી હતી.આ ફિલ્મની સફળતા પછી પોતે અનેક સફળતાઓ તરફ આગળ વધતો ગયો હતો.તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં એક બાળ કલાકાર પણ જોવા મળ્યો હતો.આજે તમને તે બાળ કલાકાર વિશે જણાવી રહ્યા છીએ.જે આજે ઘણા ઓછા લોકો જાણતા હશે.

સામાન્ય રીતે જોવામાં આવે તો આ ફિલ્મ જાનવરમાં અક્ષય કુમારનો પોતાનો દીકરો ન હતો,પ્રન્તૂ આ બાળકને પોતાનો પુત્ર કરતા પણ વધારે પ્રેમ કરતો જોવા મળ્યો હતો.તમને જણાવી દઈએ કે આ બાળકનું અસલી નામ આદિત્ય કાપડિયા છે.આદિત્ય કાપડિયાનો જન્મ 1986 માં થયો હતો.તે હાલમાં આશરે 33 વર્ષનો યુવાન થઇ ગયો છે.

આદિત્ય એક ભારતીય ફિલ્મ અભિનેતા છે.તેણે અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.આદિત્ય કાપડિયાએ બોલિવૂડની ફિલ્મની સાથે ઘણી સુપરહિટ ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.બાળ કલાકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરનાર આદિત્ય કાપડિયા હવે મોટા પડદા પર એન્ટ્રી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.એવું કહેવામાં આવે છે કે આદિત્ય કાપડિયાએ તેની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર ટીવી શો જસ્ટ મોહબ્બત દ્વારા કરી હતી.

આ ટીવી શો પછી અનેક સિરિયલોમાં કામ કર્યું હતું.જેમાં તેની લોકપ્રિયતા ઘણી વધારે જોવા મળી હતી.ખાસ કરીને સોનપરી અને શાકા લકા બૂમ બૂમ સિરીયલોમાં આ બાળકને વધારે પસંદ કરવામાં આવ્યો હતો.આ પ્રખ્યાત ટીવી શોમાં બાળ કલાકાર તરીકે કામ કરવા ઉપરાંત આદિત્યએ હિન્દી સિનેમાની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં પણ કામ કર્યું છે લીલા પુત્રો,એકવીસ તોપની સલામી વગેરે પણ જોવા મળ્યો છે.

હાલમાં આ અભિનેતા દેખવામાં ઘણો સુંદર છે.આટલું જ નહિ પરંતુ આજના સમયમાં તેની લોકપ્રિયતા પણ વધતી જોવા મળી રહી છે.આવતા દિવસોમાં તે હવે મોટી ફિલ્મોમાં કામ કરવા માંગે કે.જેથી પોતાની લોકપ્રિયતા અનેક વધારો કરી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *