અક્ષય તૃતીયા પર બન્યો છે શુભ ધન યોગ,અમતા લક્ષ્મીની કૃપાથી આ રાશીઓનું ચમકશે ભાગ્ય…….

Uncategorized

હિન્દુ ધર્મમાં અખા વર્ષ દરમિયાન ઘણા તહેવારો અને વ્રતો આવતા રહે છે,જે લોકો ખુબ સારા ઉત્સાહ સાથે તેની ઉજવણી પણ કરે છે.આવી જ રીતે આ વર્ષે 14 મે ના રોજ અક્ષય તૃતીયાનો તહેવાર આવી રહ્યો છે.તમને જણાવી દઈએ કે ખાસ કરીને આ તહેવાર ધાણીથી ઉજવવામાં આવે છે.જે ઘણા લોકો ખુબ આનંદ સાથે આની ઉજવણી કરે છે.

એવું કહેવામાં આવે છે કે આ દિવસ ઘણો શુભ હોય છે.જેના લીધે આ દિવસે કરવામાં આવેલ દરેક કામ પણ સફળ થઇ શકે છે.આટલું જ નહિ પરંતુ આ દિવસ ખાસ કરીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરવા માટે ઘણો શુભ માનવામાં આવે છે.જયારે અમુક પૌરાણિક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે આ શુભ દિવસે જો સોનાની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મી હમેશા ઘરમાં રહે છે.અને ઘર હમેશા ધન,સંપત્તિ અને સમૃદ્ધિથી ભરેલું રહે છે.ઘરમાં કોઈ દિવસ આર્થિક તંગી ઉભી થતી નથી.અને દરેક કામમાંથી ઘણા લાભ થતા રહે છે.તમને જણાવી દઈએ કે આ વખતે અક્ષય તૃતીયા પર લક્ષ્મી યોગ બની રહ્યો છે.અને આ દિવસે કોઈ શુભ કાર્ય કરવાથી લાભ મળી શકે છે.

અક્ષય તૃતીયા શુભ યોગ –

તમને જણાવી દઈએ કે ખાસ કરીને અક્ષય તૃતીયા પર માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.જયારે આ વર્ષે આ શુભ દિવસ શુક્રવારના દિવસે જ આવી રહ્યો છે જે વધારે શુભ સાબિત થઇ શકે છે.જ્યોતિષીય મુજબ અક્ષય તૃતીયા પર રોહિણી નક્ષત્રમાં સુકર્મ અને ધૃતી યોગ બનાવવામાં આવી રહ્યા છે.આ બંને યોગો જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જ્યોતિષીય ગણતરી મુજબ એવું કહેવામાં આવે છે કે 14 મેના રોજ સુકર્મ યોગ 12;15 થી 1;46 મિનિટ સુધી રહેશે અને તે પછી ધૃતી યોગની શરૂઆત થશે.આ સમયે કરવામાં આવેલ પૂજાના ઘણા લાભ મળી શકે છે.

થયો હતો માતા લક્ષ્મીનો જન્મ –

કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવે છે કે માતા લક્ષ્મીનો જન્મ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો.આટલું જ નહિ પરંતુ તેમની આ દિવસે પૂજા પણ થઇ હતી.માટે તમારે પણ આ દિવસે અક્ષય તૃતીયાની કથા ચોક્કસપણે વાંચવી.જેનું પરિણામ ઘણું શુભ પ્રાપ્ત થાય છે.

અક્ષય તૃતીયાની દંતકથા –

આ દંતકથા અનુસાર એવું કહેવામાં આવે છે કે ધર્મદાસ નામનો વૈશ્ય રહેતો હતો.જે પોતાની પત્ની સાથે શકલ નગરમાં રહેતા હતા.ધર્મદાસ સ્વભાવથી ખૂબ આધ્યાત્મિક હતા અને હંમેશા ઉપાસના કરતા હતા.એક દિવસ ધર્માદાસને અક્ષય તૃતીયા વિશે ખબર પડી કે વૈશાખ શુક્લના ત્રિતીયા તિથિ પર દેવતાઓની ઉપાસના અને બ્રાહ્મણોને આપેલ દાન અક્ષય બની જાય છે.

આ સાંભળી વૈશ્યે અક્ષય તૃતીયા પર ઉપવાસ શરૂ કર્યા.આ સાથે તેમણે ગંગામાં સ્નાન પણ કર્યું અને પૂર્વજો અર્ધ ચડાવ્યું.આટલું જ નહિ પરંતુ અક્ષય તૃતીયાના દિવસે ધર્મદાસે બ્રાહ્મણોને અન્ન, દહીં,ચણ,ઘઉં,ગોળ,ખાંડ જેવી ઘણી વસ્તુઓનું દાન પણ આપ્યું હતું.જયારે ધર્મદાસની પત્નીને હંમેશાં અક્ષય તૃતીયા પર દાન કરવા માટે રોકતી હતી.

પરંતુ ધર્મદાસે પોતાનું દાન કરવાનું ચાલું રાખ્યું હતું.અક્ષય તૃતીયા આવે ત્યારે તે હમેશા દાન આપતા હતા અને આ ઘણા વર્ષો સુધી કરતા રહ્યા.જ્યારે ધર્મદાસનું મૃત્યુ થયું ત્યારે તેમની પૂજા એક રાજા તરીકે થવા કાગી હતી.આટલું જ નહિ પરંતુ ધર્મદાસ કુશાવતી શહેરનો રાજા બની ગયો હતો.પૌરાણિક માન્યતાઓ અનુસાર ધર્માદાસને અક્ષય ત્રીજા દિવસે દાન અને પૂજાના કારણે જ રાજયોગ મળ્યો હતો.તેથી અક્ષય તૃતીયા પર દાન કરવું શુભ માનવામાં આવે છે.

રાશિ અનુશાર દાન કરો –

મેષ રાશિ – એવું કહેવામાં આવે છે કે આ રાશિના લોકોએ ખાસ કરીને અક્ષય તૃતીયા પર દાળનું દાન કરવું જોઈએ.જે જીવનમાં ઘણા સારા પરિણામ આપી શકે છે.

વૃષભ રાશિ – માન્યતા અનુશાર એવું કહેવામાં આવે છે કે આ રાશિના લોકો ચોખા અને બાજરીનું દાન કરવું જોઈએ.જે જીવનમાં આવતા ઘણા અવરોધો દૂર કરવામાં મદદ કરે છે.

મિથુન રાશિ – આ રાશિના લોકોએ ખાસ કરીને મૂંગ,ધાણા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ.જે જીવનમાં સુખદ દિવસો લાવે છે.

કર્ક રાશિ – આ રાશિના લોકોએ દૂધ અને ચોખાનું દાન કરવું જોઈએ.કારણ કે આ રાશિએ મારફતે કરવામાં આવેલ દાન જીવનમાં પ્રગતિ લાવે છે.

સિંહ રાશિ -જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે સિંહ રાશિના લોકોએ આ દિવસે ગરીબ લોકોને લાલ રંગના ફળનું દાન કરવું જોઈએ.જે જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરે છે.

કન્યા રાશિ – એવું કહેવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે કન્યા રાશિના લોકોએ ગરીબોને મૂંગની દાળ આપવી જોઈએ.

તુલા રાશિ – એવું કહેવામાં આવે છે કે આ રાશિના લોકોએ ખાંડ અને ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

વૃશ્ચિક રાશિ – તમને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના લોકોએ કોઈ ગરીબ વ્યક્તિને પાણી અને ગોળનું દાન કરવું.જે ઘણું યોગ્ય માનવામાં આવ્યું છે.

ધન રાશિ -ધન રાશિના લોકોએ દાનમાં કેળા અને પીળા ચોખા આપવો જ જોઇએ.આ કરવાથી જીવનમાં યોગ્યતા પ્રાપ્ત થઇ શકે છે.

મકર રાશિ – તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકોએ અક્ષય તૃતીયાના દિવસે કાળી દાળ અને દહીંનું દાન કરવું જોઈએ.જે આર્થિક સ્થિતિ મજબુત કરે છે.

કુંભ રાશિ – એવું કહેવામાં આવે છે કે આ રાશિના લોકોએ કાળા તલ અને કપડા ગરીબ લોકોને આપવા જોઈએ.જેથી જીવનમાં ઘણી શાંતિ જોવા મળી શકે.

મીન રાશિ – આ મીન રાશિના લોકોએ હળદર અને દાળનું દાન કરવું જોઈએ.જે જીવનમાં દરેક કામ સરળ રીતે પૂર્ણ કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *