અજય દેવગન બંગલાઓના શોખીન છે, તાજેતરમાં 60 કરોડનો બંગલો ખરીદ્યો, મહેલના અંદરની તસવીરો જોઇને ચોકી જશો…

Boliwood

આજના સમયમાં સમગ્ર દેશ કોરોના જેવી મહામારી સામે ઝજુમી રહ્યો છે.દરેક વ્યક્તિ પોતે અને પોતાના પરિવારને બચાવવા માટે અનેક પ્રયત્નો પણ કરતો જોવા મળી રહ્યો છે.જયારે એવું પણ કહી શકાય છે કે હાલમાં કોરોનાને કારણે ઘણા લોકો બેકાર પણ થઇ ગયા છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકોની આવક બંધ થઇ છે,જેથી તેની અસર આર્થિક સ્થિતિ પર પણ જોવા મળી રહી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલનો એવો સમય છે કે લોકો પાસે આવકનો કોઈ વધારે સ્ત્રોત નથી,અને સામે ઘણા ખર્ચાઓ ઉભા થઇ રહ્યા છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ તણાવમાં પોતાનું જીવન જીવી રહ્યો છે.પરંતુ આવી સ્થિતિ બોલીવૂડના સ્તર્સમાં બિલકુલ જોવા મળતી નથી.કારણ કે કેટલાક બોલીવૂડ સ્ટાર્સ તો આવી કપરી સ્થિતિમાં પણ કરોડો રૂપિયા ખર્ચ કરીને સંપતી ખરીદતા જોવા મળી રહ્યા છે.

જેમ કે થોડા દિવસો પહેલા બોલીવૂડના જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી વિસ્તારમાં 31 કરોડનું એક ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે.આ ઉપરાંત બીજા તો ઘણા એવા સ્ટાર્સ છે જે આવી વૈભવી સંપતી ખરીદી પણ લીધી છે.જયારે હવે બોલીવૂડના સિંઘમ અજય દેવગની વાત કરવામાં આવે તો તે પણ પોતાના માટે નવું મકાન ખરીદ્યું હોવાનું સામે આવ્યું છે.

મીડિયા સુત્રો અનુશાર એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેતા અજય દેવગને 60 કરોડનો બંગલો પોતાના માટે ખરીદ્યો છે.જયારે આ વૈભવી બંગલો જુહુ વિસ્તારમાં આવેલો હોવાનું જણાય છે.જયારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અજય દેવગન અને કાજોલ પોતાના માટે એક નવું વૈભવી મકાન માટે શોધ કરી રહ્યા હતા,પરંતુ કોરોનાને કારણે બહાર ન નીકળતા હોવાથી તે જલ્દીથી નવા ઘરની ખરીદી કરી શક્યા ન હતા.

પરંતુ હાલમાં જ થોડા દિવસો પહેલા નવો બંગલો ખરીદ્યો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ નવો બંગલો જૂના બંગલા ‘શિવશક્તિ’ની નજીક આવેલો છે.જયારે તે 560 ચોરસ યાર્ડમાં બનેલો પણ છે.અજય આ બંગલાના માલિક બનતા પહેલા સ્વર્ગસ્થ પુષ્પા વાલિયા તેના માલિક હતા.જયારે આ પ્રોપર્ટીની કિંમત લગભગ 65 થી 70 કરોડ રૂપિયા હોવાનું પણ સામે આવ્યું છે.

પરંતુ લોકડાઉનને કારણે અજય દેવગણને ખૂબ જ ઓછા ભાવે આ બંગલો પ્રાપ્ત થઇ ગયો છે.આ નવા મકાનના કાગળોમાં અજયની માતા વીણા વીરેન્દ્ર દેવગન અને વિશાલ ઉર્ફે અજય દેવગણ નામ છે.જયારે હવે એવું પણ કહી શકાય છે કે અજય અને કાજોલ વહેલી તકે તેમના નવા ઘરમાં રહેવા માટે જઈ શકે છે.પરંતુ હાલમાં તે બંગલાનું નવીનીકરણ કામ ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા અજય દેવગન બોલિવૂડના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે.આટલું જ નહિ પરંતુ મુંબઇ ઉપરાંત લંડન અને સિંગાપોરમાં પણ વૈભવી મકાનોની માલિકી ધરાવે છે.અજય અને કાજોલના હાલના બંગલાનું નામ છે ‘શિવશક્તિ’.જે તેમના પિતા વીરુ દેવગને લીધો હતો.જયારે હાલમાં આ બંગલો ઘણો વૈભવી છે.

કાજોલ અજય દેવગણનો બંગલો કોઈ રાજવી ઘરથી ઓછો દેખાતો નથી.તમને જણાવી દઈએ કે આમની પાસે એક મોટું ફાર્મહાઉસ પણ છે જે 28 એકરમાં ફેલાયેલું છે.જયારે આ ફાર્મ હાઉસની કિંમત હાલમાં 25 કરોડ રૂપિયા હોવાની કહેવાય છે.જયારે આ પહેલા અજય દેવગને લંડનમાં એક લક્ઝુરિયસ વિલા પણ ખરીદ્યો છે.જેને 54 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જયારે એવું કહેવામાં આવે છે કે કાજોલ અને અજય દેવગનની પુત્રી ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરે છે.જેથી પુત્રીના આરામને ધ્યાનમાં રાખીને અજયે એક વૈભવી ફ્લેટ પણ ખરીદ્યો છે.ગયા વર્ષે કાજોલ પણ લાંબા સમયથી તેની પુત્રી સાથે સિંગાપોરમાં જોવા મળી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો તેમની પાસે હાલમાં ઘણા વૈભવી બંગલા રહેલા છે,જે પોતે તેની માલિકી ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *