અજીબોગરીબ કિસ્સો: મોડાસામાં જીંદગી બચાવવા માટે કુતરાએ કર્યું રક્તદાન, લોહી આપી બચાવ્યો જીવ…

Uncategorized

દરેક મનુષ્યનું જીવન ઘણું કીમતી છે,જે બધા જાણે છે,પરંતુ જયારે વ્યક્તિ જીવનમરણના સમય વચ્ચે આવે છે ત્યારે અનેક કોશિસ કરીને તેને મોતના મુખમાંથી બહાર કાઢવાની કોશિસ કરવામાં આવતી હોય છે.આવી જ રીતે આજના સમયમાં રક્તદાન કરવું પણ મહત્વનું રહેલું છે.કારણ કે અમુક સમયે આજ રક્ત વ્યકિતનું જીવન બચાવે છે.

તમને જણાવી દઈએ કે જીવન ખાલી મનુષ્યનું જ નહિ પરંતુ દરેક પશુ પક્ષીનું પણ કીમતી રહેલું છે.સામાન્ય રીતે એક વ્યક્તિએ પોતાનું રક્ત આપીને બીજા વ્યક્તિનો જીવ બચાવ્યો હોય તેવા તો અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે,પરંતુ આજે આવો એક કિસ્સોં સામે આવ્યો છે,જે થોડો અલગ પરંતુ ઘણો અજીબોગરબી પણ રહ્યો છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે અરવલ્લી જિલ્લાના એક વિસ્તારમાં એક કુતરાનું લોહી લઈને બીજા કુતરાને આપીને તેનો જીવ બચાવ્યો હોવાનો રાજ્યનો પહેલો કિસ્સો સામે આવ્યો છે.એવું કહેવામાં આવે છે કે અહીના એક તંદુરસ્ત કુતારનું લોહી લઈ કીડની અને લીવરની બીમારીથી પીડાતા બીજા કુતરાને ચઢાવી તેનો જીવ બચાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે શામળાજી પશુ દવાખાનાના ડોક્ટર અને અન્ય ટીમે આ બીમાર કુતરાને લોહી આપીને એક નવું જીવન આપ્યું હતું.એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં આ કૂતરાની તબિયત થોડી ખરાબ હતી,આટલું જ નહિ પરંતુ સારવારની જરૂરિયાત હોવાથી હેલ્પલાઈન 1962 ના સહયોગથી છેલ્લા કેટલાક સમયથી કીડની અને લીવરની ગંભીર બીમારીથી પીડાતા કુતરાને લોહીની ઉણપ હોવાનું જણાવ્યું હતું.

આખરે વેટેનરી તબીબ ટીમે કુતરાને બ્લડ ચઢાવવાનો નિર્ણય કર્યો હતો.જેથી તેઓએ ત્યાના એક તંદુરસ્ત કૂતરાની તપાસ કરી હતી.જે આ બીમાર કૂતરાનો જીવ બચાવી શકે તેમ હતો.આખરે આ કુતરાના માલિકે પણ આ કાર્ય કરવા માટે મંજુરી આપી હતી.બીમાર કુતરાને લોહી ચઢાવતા છેલ્લા કેટલાક દીવસથી મૃતપાય હાલતમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ હાલમાં એક નવું જીવન મળ્યું છે.

તમને જણાવી દઈએ કે આવી ઘટના રાજ્યમાંથી સૌપ્રથમ વાર સામે આવી છે,જેમાં એક કુતરાએ બીજા કુતરાને જીવન આપ્યું હોય.જયારે આ દરેક કાર્ય પણ તે તબીબી ટીમ મારફતે થયું હતું,જેથી લોકોએ પણ તેમની સરાહના કરી હતી.દરેક વ્યક્તિ જાણે છે કે માણસો માટે રક્તદાનના કાર્યક્રમો યોજાતા હોય છે.પરંતુ જો આવી જ રીતે પશુ પક્ષી માટે કેટલાક કાર્યક્રમો થાય તો ઘણા પશુઓ સારું જીવન વિતાવી શકે છે.હાલમાં તો આ ઘટના લોકોને એક નવી પ્રેરણા પ્રદાન કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *