અત્યારે આવી દેખાય છે બોલીવૂડની આ ફેમસ અભિનેત્રી દામીની,વિદેશમાં રહીને કરે છે કંઇક આવું કામ…….

Boliwood

બોલીવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા પોતાના અભિનય ઉપરાંત પોતાની સુંદરતા માટે જાણીતી રહી છે.આવી જ રીતે જો 80 અને 90 ના દાયકાની વાત કરવામાં આવે તો આ સમયે પણ ઘણી શ્રેષ્ઠ અભિનેત્રીઓ રહી હતી.જેમને પોતાના અભિનયથી એક અલગ ઓળખ મળી હતી.જયારે ઘણી અભિનેત્રીઓ આજે પણ લોકોના દિલોમાં સ્થાન બનાવીને બેઠી છે.

આવી જ એક અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રી હતી,જે ઘણી સુંદર અને જાણીતી અભિનેત્રી રહી હતી.તમને જણાવી દઈએ કે અભિનેત્રી મીનાક્ષીએ બોલિવૂડમાં લાંબા સમય સુધી કામ કર્યું ન હતું,પરંતુ પોતાની ઓળખ ઘણી વધારે બનાવી હતી.આટલું જ નહિ પરંતુ તે હમેશા ચર્ચામાં પણ જોવા મળતી હતી.પોતાની ટૂંકી ફિલ્મ કારકીર્દિમાં મીનાક્ષી શેષાદ્રીએ બોલિવૂડમાં ઘણી સફળ અને યાદગાર ફિલ્મો આપી છે.

તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન અભિનેત્રીએ તે યુગના ઘણા મોટા સ્ટાર સાથે કામ કર્યું હતું.જયારે તેની ફિલ્મ દમિની મીનાક્ષી શેષાદ્રીને એક અલગ સ્થાન પર લઇ જઈ હતી.આ ફિલ્મે તેને એક મોટી અભિનેત્રી તરીકે ઓળખ સ્થાપિત કરવામાં મદદ કરી હતી.તમને જણાવી દઈએ કે ઋષિ કપૂર અને સન્ની દેઓલ જાણીતા કલાકારો પણ ફિલ્મ ‘દામિની’ માં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા.

મીનાક્ષી બોલિવૂડમાં સતત સારી સફળતા પ્રાપ્ત કરી રહી હતી.જ્યારે તે તેની કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેણે અચાનક જ ફિલ્મની દુનિયા છોડીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં.આટલું જ નહિ પરંતુ તે ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઇ ગઈ હતી.તમને જણાવી દઈએ કે, તેની કારકિર્દીના શિખરે રહીને મીનાક્ષી શેષાદ્રીએ વર્ષ 1995 માં બેંકર હરીશ મૈસુર સાથે લગ્ન કરી લીધા હતા.

લગ્ન પછી આ અભિનેત્રીએ બોલિવૂડને હમેશા માટે અલવિદા કહી હતી.આ પછી ઘણા ઓછા સમય પછી તે ભારત છોડીને અમેરિકા સ્થાયી થઈ હતી.હાલમાં તે બે બાળકોની માતા પણ છે.તમને જણાવી દઈએ કે ઘણા વર્ષો પછી મીનાક્ષીનો દેખાવ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.જયારે એક સમય હતો જયારે લાખો લોકો તેની સુંદરતા માટે પાગલ હતા.

એવું કહેવામાં આવે છે કે તે સમયમાં દિગ્ગજ ગાયક કુમાર સાનુ સાથે મીનાક્ષીના અફેરના કેટલાક સમાચાર પણ વધારે સામે આવ્યા હતા.પરંતુ 1995 માં આ અભિનેત્રીએ હરીશ સાથે લગ્ન કરીને એક નવું જીવન ચાલુ કર્યું હતું.ઘણા ઓછા લોકો જાણતા હશે કે મીનાક્ષી શેષાદ્રીએ મિસ ઈન્ડિયાનો ખિતાબ પણ જીત્યો છે.

આ ખિતાબ મળ્યો ત્યારે તેની ઉમર આશરે 17 વર્ષની હતી.આ પછી તે અચાનક બોલીવૂડમાં આવી ગઈ અને વધારે લોકપ્રિય પણ થઇ ગઈ હતી.પરંતુ હાલમાં તે હવે અમેરિકામાં ખૂબ સુંદર અને વૈભવી ઘરમાં જીવન પસાર કરી રહી છે.એવું કહેવામાં આવે છે કે તે આશરે 25 વર્ષ પહેલાં ભારત થી અમેરિકા સ્થાયી થઇ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *