અભિનેતા કુમાર ગૌરવના લગ્ન રાજ કપૂરની પુત્રી સાથે થવાના હતા, પરંતુ આ કારણે સંજય દત્તની બહેન દુલ્હન બની ગઈ

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાની પહેલી ફિલ્મથી જ રાતોરાત મોટા સ્ટાર્સ બની ગયા છે.આટલું જ નહિ પરંતુ તે ઘણા ચર્ચામાં પણ જોવા મળતા હોય છે.આવી જ રીતે અભિનેતા રાજેન્દ્રકુમારનો પુત્ર અભિનેતા કુમાર ગૌરવ 1981 માં આવેલી ફિલ્મ લવ સ્ટોરી થી રાતોરાત એક સુપરસ્ટાર બની ગયા હતા.આટલું જાહીં પરંતુ તે ઘણા ચર્ચામાં પણ આવ્યા હતા.

એવું કહેવામાં આવે છે કે અભિનેતા કુમાર ગૌરવ પહેલા રાજ કપૂરના જમાઈ બન્યા હતા.પરંતુ નસીબ અચાનક એવું બદલાઈ ગયું કે તે સંજય દત્તના જીજા બની ગયા હતા.સામાન્ય રીતે જોવામાં આવે તો રાજેન્દ્રકુમારનો પુત્ર અભિનેતા કુમાર ગૌરવ અચનાક સફળ અભિનેતાઓની યાદીમાં આવી ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ જેટલાક જલ્દી પોતાની સારી ઓળખ બનાવી.એટલા જ જલ્દી આ ફિલ્મી ઉદ્યોગમાંથી ગાયબ પણ થઈ ગયો હતો.તેમની પહેલી ફિલ્મથી સફળતા મળી તે પછી નવી નવી ઉંચાઈ પણ તે જતો રહ્યો.પરંતુ તેનું સ્ટારડમ લાંબું ચાલ્યું નહીં.તમને જણાવી દઈએ કે કુમાર ગૌરવ ફિલ્મી કરિયરમાં નિષ્ફળ થયા પછી પણ ઘણીવાર ચર્ચામાં રહી ચુક્યો છે.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા ખાસ કરીને તેમના પ્રેમ અફેરને લઈને વધારે ચર્ચામાં રહ્યો છે.તમને જણાવી દઈએ કે ભલે આજે કુમાર ગૌરવ સંજય દત્તની બહેનનો પતિ છે.કુમાર ગૌરવે સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યા છે.પરંતુ સંજયની બહેન પહેલા કુમાર ગૌરવના લગ્ન રાજ કપૂરની પુત્રી રીમા કપૂર સાથે થવાના હતા.

રાજ કપૂર અને રાજેન્દ્રકુમાર તે સમયે ખૂબ સારા મિત્રો હતા.કુમાર ગૌરવની પહેલી ફિલ્મની અપાર સફળતા બાદ રાજ કપૂર તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.તેથી તે જલદીથી તેને જમાઈ બનાવવા માંગતા હતા.જયારે કુમાર ગૌરવ અને રીમા કપૂરે પણ આ લગ્ન માટે તૈયાર હતા.પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવે છે કે ટૂંક સમયમાં જ આ બંનેના સંબંધ તૂટી ગયા હતા.

આ બનેને અલગ કરવા પાછળ તે યુગની અભિનેત્રી વિજયતા પંડિત હતી.તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ કુમાર ગૌરવ સાથે ફિલ્મ લવ સ્ટોરીમાં કામ કર્યું હતું.ત્યારબાદથી તેમના અફેરના સમાચાર સામે આવતા થઇ ગયા હતા.આટલું જ નહિ પરંતુ તે ઘણીવાર સાથે પણ જોવા મળ્યા હતા.જ્યારે આ બંનેના આવા સમાચાર રીમા સામે આવ્યા ત્યારે તેમના સબંધોનો અંત આવ્યો હતો.

જયારે કુમાર ગૌરવ અને વિજયતા પંડિત પણ એકબીજા સાથે વધારે સમય સુધી પ્રેમમાં રહી શક્યા ન હતા.બંને એક બીજાને ચાહતા હતા પણ લગ્ન કરી શક્યા ન હતા.આ પછી કુમાર ગૌરવનું નામ સંજય દત્તની બહેન નમ્રતા દત્ત સાથે જોડાયું હતું.કુમારને નમ્રતા ખૂબ ગમી.આખરે 1984 માં બંનેએ લગ્ન પણ કરી લીધા હતા.તમને જણાવી દઈએ કે કુમાર ગૌરવ ફિલ્મથી ઘણા દૂર રહે છે.પરંતુ ચર્ચમાં ચોક્કસ રીતે જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *