અભ્યાસ તો દુર ખાવા માટે બે સમયની રોટીના પણ પૈસા ન હતા તેમ છતાં આવી રીતે આ પરિવારની દીકરી બની પોલીસ ઓફિસર……….

Uncategorized

એવું કહેવામાં આવે છે કે ખરાબ સંજોગો હોય કે અગણિત મુશ્કેલીઓ આવતી હોય પરંતુ પોતાના સપના પૂરા કરવા માટે સખત મહેનત કરતા રહેવામાં આવે તો એક દિવસ ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે.તમને પણ આવી સફળતાની અનેક વાતો સાંભળી પણ હશે અને અને જોઈ પણ હશે.જયારે સફળતા મળે છે ત્યારે જીવનમાં અચનાક પરિવર્તન પણ જોવા મળે છે.

આજે આવી જ એક યુવતીની વાત જણાવી રહ્યા છીએ,જે હાલમાં એક પોલીસ અધિકારી બની ગઈ છે,પરંતુ એક એવો પણ સમય હતો જયારે તેમના પરિવારને સવાર સાંજ જમવાનું પણ મળતું ન હતું.તેમનો પરિવાર અનેક સમસ્યાઓથી પસાર થઇ રહ્યો હતો.પરંતુ પોતે આવા સંજોગોમાં પણ પોતાની હિમત્ત હાર્યા ન હતા.ખરાબ સ્થિતિ હોવા છતાં યુવતી પોલીસ અધિકારી બનવાના સપના જોતી હતી.

તમને જે પોલીસ અધિકારી મહિલાની વાત કરી રહ્યા છે તેનું નામ તેજલ આહેર છે.તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં રહે છે.તેજલ એક એવી સફળતા પ્રાપ્ત કરી હતી,જેના માટે લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે,પરંતુ સફળતા ઘણી ઓછી મળતી હોય છે.દરેક વ્યક્તિ જાણે છે કે લોકસેવા આયોગની પરીક્ષા પાસસ કરવી ઘણી મુસ્કેલ હોય છે.

પરંતુ આ યુવતી આજે સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસનું પદ પ્રાપ્ત કરી ચુકી છે.તેજલ એવું જણાવી રહી છે કે તેણે નાસિક જિલ્લામાં જ રહીને આ પરીક્ષાની તૈયારી કરી હતી.જયારે તમને પણ ખબર છે કે આ માટે ખાસ કરીને પરીક્ષાઓની તૈયારી માટે લોકો કોચિંગ સેન્ટરમાં જોડાય છે.પરંતુ તેજલનું ઘર પૈસાની બાબતે ઘણું નબળું હતું.તેની પાસે સરખી રીતે જમવાના પૈસા ન હતા.તો આવી સ્થિતિમાં પોતે કોચિંગ સેન્ટરના તો સપના જોઈ પણ શકતી ન હતી.

આ યુવતીએ વધુમાં જણાવ્યું કે પોતાના ઘરની સ્થિતિ કેવી છે તે ધ્યાનમાં રાખીને પોતે ઘરે જ અભ્યાસ ચાલુ રાખ્યો હતો.તેજલના પિતા એવું જણાવી રહ્યા છે કે તેની માતાને બાળપણમાં જ તેમની પુત્રીને અધિકારી બનાવવાનું સપનું જોયું હતું.તેની માતા ઘણીવાર કહેતી કે એક દિવસ તેની પુત્રી પોલીસ અધિકારી બનશે અને આજે તેમના સપના આ પુત્રીએ પૂરા કરી બતાવ્યા છે.

તમને જણાવી દઈએ કે જયારે આ યુવતી દરેક પરીક્ષા સફળ કરીને એટલે કે તાલીમ પૂર્ણ કર્યા પછી ઘરે અપચી આવી ત્યારે તેના ખભા પર તારાઓ સાથે પોલીસની વરધી હતી.આ જોઇને તેમના પરિવારમાં અનેક ઘણી ખુશીઓ જોવા મળી ગઈ હતી.આ યુવતી એવું પણ જણાવી રહી છે કે બાળપણના દિવસો એટલા ખરાબ હતા કે તેમનું ઘર બે સમયનું સારું જમી પણ શકતી ન હતું.

આવી સ્થિતિમાં તેજલનું પોલીસ અધિકારી બનવું એ સમાજ માટે એક નવું ઉદાહરણ છે.આજે તેજલ એ બધા ગરીબ વિદ્યાર્થીઓને સલાહ આપે છે કે સંજોગોના ડરથી આપણે ક્યારેય પોતાના સપના જોવાનું બંધ ન કરવું જોઈએ.પરંતુ પોતાના લક્ષ્ય તરફ વધારે મહેનત કરતા રહેવું જોઈએ.આજે આ યુવતી અનેક લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *