લગ્નના ૭ મહિના બાદ આ કારણે રેખાના પતિએ કરી દીધી હતી આત્મહત્યા,કારણ જાણીને તમે પણ ચોકી જશો……

Boliwood

બોલીવૂડ હમેશા સુંદર અભિનેત્રીઓથી ભરેલું છે.જે હમેશા પોતાની સુંદરતા અને પોતાના અભિનયથી વધારે જાણીતી રહી છે.જયારે કેટલીક એવી પણ અભિનેત્રીઓ રહેલી છે જે આશરે 80 થી 90 ના દશકથી ફિલ્મોમાં જોડાયેલી છે અને આજે પણ સક્રિય જોવા મળી રહી છે.તે સમયમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ હતી જે હમેશા પોતાની સુંદરતા માટે ચર્ચામાં જોવા મળતી હતી.

આવી સ્થિતિમાં જો અભિનેત્રી રેખાની વાત કરવામાં આવે તો તેમની સુંદરતામાં આજે પણ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.તમને જણાવી દઈએ કે 63 વર્ષની ઉંમરે પણ રેખાની બરાબરી કોઈ અભિનેત્રી કરી શકે તેમ નથી.એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીની ઉમરમાં વધારો થાય છે તેમ તેની સુંદરતામાં પણ વધારો થાય છે.

રેખાએ તેમના સમયમાં ઘણી ફીલ્મોમાં કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે આજના સમયમાં પણ ઘણા યંગ યુવાનો તેમને પસંદ કરી રહ્યા છે.આટલું જ નહિ પરંતુ રેખા આજે પણ લાખો લોકોના દિલમાં રાજ કરે છે.એક એવો પણ સમય હતો જયારે રેખા પોતાના અંગત જીવનને લઈને વધારે ચર્ચામાં જોવા મળી હતી.

એક એવો સમય હતો જયારે રેખાનું નામ જાણીતા અભિનેતા અમિતાભ બચ્ચન સાથે પણ સંકળાયેલું જોવા મળ્યું હતું.એવું પણ કહી શકાય છે કે રેખા તેની ફિલ્મી કરિયરથી વધારે તેના પર્સનલ લાઇફ વિશે ચર્ચામાં રહી છે.કેટલીકવાર તે અમિતાભ બચ્ચન સાથે અને ક્યારેક વિનોદ મહેરા સાથેના અફેરને કારણે હેડલાઇન્સ બનાવતી જોવા મળી હતી.

આજે તેમના પણ રેખાના ચાહકો માંગના સિંદૂર પાછળનું રહસ્ય સમજી શક્યા નથી.એવું કહેવામાં આવે છે કે વર્ષ 1990 માં રેખાએ ઉદ્યોગપતિ મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કર્યા.પરંતુ લગ્નના થોડા મહિનાઓ પછી રેખા તેનાથી દૂર રહેવા લાગી હતી.જયારે એવું પણ કહેવામાં આવતું હતું કે રેખા થોડા મહિનામાં જ તેના લગ્નથી કંટાળી ગઈ હતી અને તે મુકેશ સાથે રહેવા માંગતી ન હતી.

સામાન્ય રીતે જોવામાં આવે તો તેમના લગ્ન આશરે એક વર્ષ પણ ટકી શક્યા ન હતા.જયારે આવી સ્થિતિમાં એવું પણ સામે આવ્યું હતું કે તે સમયે મુકેશે રેખાથી અલગ થયા પછી ડિપ્રેશનમાં આવી ગયા હતા.આખરે પોતે જીવનથી કંટાળી મોતને ભેટી પડ્યા હતા.મુકેશે લગ્નના થોડા મહિનાઓમાં જ પોતાનું જીવન આપી દીધો હતો.

તમને જણાવી દઈએ કે જયારે બંનેના લગ્ન થયાં હતાં ત્યારે રેખા 35 વર્ષની હતી અને મુકેશ 37 વર્ષનો હતો.રેખા અને મુકેશ એક સામાન્ય મિત્ર તરીકે મળ્યા હતા.અને તેમની વચ્ચે પ્રેમ થયો હતો અને પછી લગ્ન જીવનમાં જોડાઈ ગયા હતા.એવું પણ કહેવામાં આવે છે કે રેખા મુકેશ સાથે હેમા અને ધર્મેન્દ્રના ઘરે પહોંચી હતી.

હેમાએ મુકેશ તરફ ધ્યાનથી જોયું અને કહ્યું, હવે એવું ન કહો કે તમે આ માણસ સાથે લગ્ન કર્યા છે.રેખાએ કહ્યું, હા અમે લગ્ન કરી લીધાં છે.એક ટીવી ઇન્ટરવ્યુમાં રેખાએ એવું પણ જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચનને મળતાંની સાથે જ તેમને પ્રેમ કરવા લાગી હતી.તેમણે અમિતાભ સાથે લગભગ 10 ફિલ્મોમાં કામ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ફિલ્મ સિલસિલા અમિતાભ અને રેખાના સંબંધો પર આધારિત ફિલ્મ છે. તે સમયે અમિતાભ બચ્ચન સાથેના તેના અફેરે ઘણી બધી હેડલાઇન્સ બનાવી હતી.આ પછી તેમનું નામ અભિનેતા વિનોદ મેહરા સાથે પણ જોડાયું હતું.એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે બંને લગ્ન કરવા માગે છે પરંતુ વિનોદ મેહરાની માતાએ આ સંબંધને મંજૂરી આપી ન હતી.પરંતુ આજે પણ પતિ ન હોવા છતાં રેખા તેની માંગમાં સિંદૂર ભરે છે.આજે પણ તેમના પતિને તે પ્રેમ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *