માં ભોમની રક્ષા કરતા વધુ એક ભારતીય આર્મીનો જવાન થયો શહીદ,ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપો……

Uncategorized

દેશમાંની સુરક્ષામાં જોડાયેલા એવા વીર જવાનો હમેશા દેશની સેવા માટે ખડેપગે ઉભા રહેતા હોય છે.આટલું જ નહિ પરંતુ સમય આવે તો પોતાની જીવ આપતા પણ અચકાતા નથી.તમને જણાવી દઈએ કે ઘણા વીર જવાનો સહીદ થયાના સમાચારો સામે આવતા હોય છે,જેના લીધે તે પરિવારમાં એક દુઃખનો માહોલ ઉભો થતો જોવા મળતો હોય છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ ગુજરાતનો વધુ એક વીર જવાન શહીદ થયો હોવાનું સામે આવ્યું છે. છે.જે બનાસકાંઠાના વિસ્તારનો હોવાનું જણાય છે.હાલમાં આ આર્મી જવાન શહીદ થયો હોવાથી પરિવારજનોમાં કરૂણ આક્રંદ છવાયો છે.આટલું જ નહિ પરંતુ તે ગામના દરેક વ્યક્તિના મનમાં દુખની લાગણી ઉભી થઇ છે.

એવું કહેવામાં આવે છે કે આ યુવાન બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામનો હતો.જયારે ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા જવાન જશવંતસિંહ રાઠોડ ફરજ સમયે જમ્મુ કાશ્મીરમાં શહીદ થઇ ગયા છે.કેટલાક અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે ફરજ બજાવી રહેલા યુવાન પર બેખડ ધસી પડી હતી.જેથી તેઓ શહીદ થયા હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો જમ્મુ કાશ્મીરના ઘણા એવા વિસ્તારો હોય છે જ્યાં આવી ભેખડ ઘસી પડવાની દુર્ઘટના સર્જાતી જોવા મળતી હોય છે.જેમાં હાલમાં રાજ્યના આ જવાન સહીદ થયા છે.એવું કહેવામાં આવે છે કે આ જવાનની ઉમર 30 વર્ષ હતી.જે પિતાના નક્શેકદમ પર દેશની રક્ષા કાજે આર્મીમાં જોડાયો હતો.

તે છેલ્લા દસેક વર્ષથી આર્મીમાં ફરજ બજાવતાં હતા.જવાન જસવંતસિંહ શહીદ થતાં તેમના નશ્વર દેહને વતન ખાતે લાવવા તજવીજ હાથ ધરાઈ છે.જયારે બીજી બાજુ જવાનના શહીદ થયાના સમાચાર મળતાની સાથે જ સમગ્ર ગામમાં અને ખાસ કરીને પરિવારમાં દુખની લાગણી પ્રસરી ગઇ છે.એવું કહેવામાં આવે છે કે થોડા સમયમાં તેમનો મૃતદેહ વતનમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *