ઝમતી વખતે પતિ સાથે થયો ઝગડો તો પત્નીએ ગાળ આપી તો પતિએ તેની સાથે કર્યું એવું કે જાણીને તમને પણ નવાઈ લાગશે…..

Uncategorized

રાજ્યમાં પણ ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે,જેમાં વધારે ગુનાઓ હત્યાના સામે આવવા લાગ્યા છે.તમને જણાવી દઈએ કે કેટલાક તો એવા કિસ્સાઓ હોય છે જે હમેશા માટે એક રહસ્ય બની રહેતા હોય છે,જયારે કેટલાક કિસ્સાઓનો ઉકેલ અમુક ગણતરીના સમયમાં આવી જતો જોવા મળતો હોય છે.આજે આવો જ એક હત્યાનો કિસ્સો રાજ્યમાંથી સામે આવ્યો છે.જેમમાં પોલીસને આ વિસ્તારમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે.

આ લાશ મળી આવતા તે વિસ્તારમાં ભારે ચર્ચાઓ થવા લાગી છે,જેમાં એવું પણ સામે આવ્યું છે કે જયારે પોલીસે આ મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલાવી ત્યારે તેના રિપોર્ટમાં એવું સામે આવ્યું કે મહિલાના માથા અને પગના ભાગે ઘણી ઈજાઓ થઇ છે.મળતા અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે ગત બે દિવસ પહેલા સવારે ત્યાના એક રસ્તા પાસે ઝાડીમાં મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ પડી હોવાની જાણ થઇ હતી.

જયારે લાશની જાણ થઇ ત્યારે તે વિસ્તારના લોકોએ પોલીસમાં જાણ કરી હતી.આ પછી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ઘટના સ્થળ પર પહોંચીને પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી હતી.અને મહિલાની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલાવી હતી.જયારે પોલીસે વધારે તપાસ કરી ત્યારે એવું સામે આવ્યું કે તે વિસ્તારની એક વાડીમાં રહેતા યુવકની પત્ની હતી.

આ યુવકની પત્ની છેલ્લા પાંચ દિવસથી ગુમ થઇ હતી,એવું પણ પોલીસને જાણવા મળ્યું હતું.આવી સ્થિતિમાં પોલીસે યુવકને પૂછપરછ માટે બોલાવ્યો હતો.આવી સ્થીતીઈમાં આ વ્યક્તિએ જણાવ્યું કે પોતાની પત્ની છેલ્લા પાંચ દિવસથી ઘરેથી ગુમ થઇ છે.પરંતુ આ ગુમ થયાની જાણ પોલીસમાં કરવામાં આવી ન હતી.જયારે આ મળી આવેલી લાશ પોતાની પત્ની હોવાનું પણ આ યુવકે કબૂલ્યું હતું.

તમને જણાવી દઈએ કે પોલીસે આની પૂછપરછ કરી ત્યારે આ કેવી રીતે થયું તે ન જાણતો હોવાનું જણાવી રહ્યો હતો.પરંતુ પોલીસએ વધારે તપાસ કરી ત્યારે એવું સામે આવ્યું કે આગાઉ ચારથી પાંચ દિવસ પહેલાં જમવાની બાબતે પતિ પત્ની વચ્ચે નાનાનો ઝઘડો થયો હતો.જેમાં અચાનક પત્નીએ પતિને ગાળો આપી હતી.આવી સ્થિતિમાં પતિ વધારે ગુસ્સે થઇ પગે લાકડીના ફટકા માર્યા હતા આ સાથે માથમાં પથ્થર માર્યો હતો.

આવી સ્થિતિમાં પત્ની ઘરમાંથી ભાગી નીકળી હતી.જયારે પતિએ શોધ કરી પરંતુ તે મળી ન હતી.જયારે હાલમાં પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ગંભીર રીતે ઘાયલ થઇ હોવાથી અચાનક તેનને ચક્કર આવ્યા બાદ નજીકના રસ્તે જાડી પાસે પડી ગઈ હશે અને મોતને ભેટી હશે.પરંતુ પોલીસ વધારે તપાસ કરી રહી છે.તેની ચોક્કસ સચ્ચાઈ ઘણા ઓછા સમયમાં સામે આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *