ગુજરાતની આ કબ્બડી પ્લેયરને દારૂ પીવડાવીને બે મિત્રોએ તેમની સાથે કર્યું એવું કે……

Uncategorized

રાજ્યમાં હવે મહિલાઓ સાથે કોઈને કોઈ દુષ્કર્મ આચરતા હોય તેવા કિસ્સાઓમાં વધારો થવા લાગ્યો છે.આટલું જ નહિ પરંતુ કેટલાક એવા પણ કિસ્સાઓ સામે આવે છે જે ઘણા ચર્ચામાં જોવા મળતા હોય છે.આજે આવો જ એક કિસ્સો ગુજરાતમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે કબડ્ડી રમનાર યુવતીને પાર્ટીના બહાને દારૂ પીવડાવી તેમના જ મિત્રોએ દુષ્કર્મ આચર્યું હતું.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે જયારે આ મહિલા પર આવું થયું ત્યારે તે આઘાતમાં ડૂબી ગઈ હતી,અને આખરે પોતાનું જીવન પણ ટુકાવી દીધું હતું.હાલમાં તો પોલીસે આ ઘટનામાં સામેલ બે આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.તમને જણાવી દઈએ કે આ યુવતી આશરે 19 વર્ષીય હતી.

એવું કહેવામાં આવે છે કે ગત રાતે યુવતિએ અગમ્ય કારણોસર પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.આવી સ્થિતિમાં પોલીસે હાલમાં તો આપઘાતનો ગુનો નોંધ્યો હતો,પરંતુ પોલીસને આના પાછળ શંકા રહેલી હતી.જયારે યુવતિના મૃતદેહની પોલીસે તબીબી તપાસ કરાવતા તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાનુ સામે આવ્યું હતું.

જયારે પોલીસે વધારે તપાસ કરી ત્યારે તેમાં બે નરાધમોને પકડવામાં આવ્યા હતા.તમને જણાવી દઈએ કે આ યુવતી કોલ સેન્ટરમાં પણ કામ કરતી હતી.આવી સ્થિતિમાં તેમને ત્યાના સહકર્મી યુવકો સાથે મિત્રતા બંધાઇ હતી.પરંતુ એવું કહેવામાં આવે છે કે જયારે આ મહિલા એકલી ઘરે હતી ત્યારે તેની એક મિત્ર મળવા માટે રૂમ પર આવી હતી.

બપોરના સમયે તેઓ સાથે જ રૂમ પર હતા.તેવામાં સાંજના સમયે તેમના બીજા બે મિત્રો પણ રૂમ પર આવ્યાં હતા.આ સમયે યુવતીની મિત્ર ઘરેથી પોતાના ઘરે જવા માટે નીકળી હતી.આ પછી યુવતી ઘરમાં એકલી હતી,જયારે તેમના સાથે કામ કરતા બે લોકો જ ઘરમાં હતા.એવું કહેવામાં આવે છે કે થોડા સમય બાદ બન્ને દારૂની બોટલ લઇ યુવતી સાથે પાર્ટી કરવા લાગ્યા હતા.

જયારે યુવતી દારૂના નશામાં આવી ત્યારે આ બંને યુવકે બળજબરી પૂર્વક તેની સાથે બળાત્કાર કર્યો હતો.આ પછી તે યુવકો ત્યાંથી નીકળી ગયા હતા.પરંતુ જયારે યુવતી ભાનમાં આવી ત્યારે આ સમગ્ર ઘટના પોતાના પ્રેમીને જણાવી હતી.જયારે યુવતીની હાલત એટલી ગંભીર હતી કે,તે ઉભી પણ રહીં શકતી ન હતી.આ પછી તેમના પિતાને જાણ કરવામાં આવી હતી.પરંતુ થોડા સમય પછી યુવતીએ આઘાતમાં કરીને જીવન ટુંકાવ્યું હતું.હાલમાં પોલીસ આ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *