ટ્રક અને ઇકો વચ્ચે અડફેટ થતા ઘટના સ્થળે ૧૦ લોકોનું થયું મૃત્યુ,ઓમ શાંતિ લખીને શ્રદ્ધાંજલિ આપો……

Gujarat

દિવસે દિવસે હવે રાજ્યમાં અનેક કિસ્સાઓ વધવા લાગ્યા છે,જયારે રોડ અકસ્માતની વાત કરવામાં આવે તો આમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.જયારે અકસ્માતના કેટલાક એવા ડરાવના કિસ્સાઓ સામે આવતા હોય છે તેને જોઇને કે જાણીને ખાલી મનમાં એક ડર ઉભો થઇ જતો હોય છે.તમને જણાવી દઈએ કે રાજ્યમાં વધુ એક અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ થયેલા ગભીર અકસ્માતમાં આશરે એકસાથે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવું પણ સામે આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે આણંદ જિલ્લાના તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ ખાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર અકસ્માત થતો હતો.જયારે આ અકસ્માત એટલો ભારે હતો કે ઇકોમાં સવાર 10 લોકોના ઘટના સ્થાને મોત થયા હતા.

તમને જણાવી દઈએ કે આ અકસ્માતમાં માસુમ બાળક પણ હોવાનું જણાઈ રહ્યું છે.જયારે મૃતક તમામ લોકો આ ઇકો કારમાં સવાર હતા.જયારે આ ઘટના પછી પોલીસ પણ આ સ્થાને આવી હતી.અને તેમની તપાસમાં જોડાઈ હતી.જયારે પ્રાથમિક તપાસથી એવું જાણવા મળ્યું છે કે કારમાં સવાર પરિવાર સુરતથી ભાવનગર તરફ જતો હતો.

જયારે આ કારમાં સવાર 10 લોકોમાંથી આશરે પાંચ પુરુષ,ત્રણ મહિલા અને બે બાળક હતા.જે આ અકસ્માતનો ભોગ બન્યા હતા.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે તારાપુર નજીક ઇન્દ્રણજ ગામ પાસે એક ટ્રકે સામેની બાજુથી આવીને એક ઈકો કારને અડફેટમાં લીધી હતી.જયારે આવી સ્થિતિમાં કારનો ઘટના સ્થાને જ ભુક્કો થઇ ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 10 લોકોનાં કમકમાટી ભર્યાં રીતે મોતને ભેટ્યા હતા.જયારે ટ્રક રાજકોટથી સુરત જઈ રહ્યો હોવાની માહિતી મળી રહી છે.જયારે અકસ્માતમાં ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો કાર અડધી ટ્રક અંદર ઘુસી ગઈ હતી.અકસ્માત સ્થળના જે દ્રશ્યો સામે આવ્યા છે તે ખરેખર ડરાવનારા છે.

ટ્રકની ટક્કર બાદ ઈકો કારમાં સવાર લોકો કારમાં જ મૃત્યુને ભેટ્યા હતા.ઈકો કારમાં તમામ લોકોનાં મૃતદેહ એકની ઉપર એક પડ્યા હોય તેવું પણ જોવા મળ્યું હતું.આ દ્રશ્યો ઘણા જ ડરાવનારા હતા કે કઠણ કાળજાનો માણસ પણ કંપી ઉઠે.અકસ્માત સર્જનાર ટ્રક મધ્ય પ્રદેશનો હોવાનું પણ સામે આવ્યું છે.જ્યારે ઈકો કાર પેસેન્જર કાર તરીકે નોંધાયેલી છે.હાલમાં પોલીસ વધારે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *