પતિ પત્ની સાથે શારીરિક સબંધ ન બાંધીને પત્નીને આપતો હતો ત્રાસ તો પત્નીને ડીપ્રેશનમાં આવીને કર્યું એવું કે…..

Uncategorized

મહિલાઓને ત્રાસ આપવાથી લઈને તેમના શોષણ સુધીના અનેક કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.આટલું જ નહિ પરંતુ રોજના સમાચારમાં મહિલાઓ સાથે થતા શારીરિક અને માનશીક ત્રાસના ઘણા કિસ્સાઓ સતત સામે આવતા જોવા મળી રહ્યા છે.ઘણીવાર એવું પણ બનતું હોય છે કે લગ્ન જીવન પછી મહિલાઓને તેમના પતિ અને પરિવાર અન્ય સભ્યો મારફતે અનેક પ્રકારે ત્રાસ આપવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આજે પણ આવો જ એક કિસ્સો અમદાવાદના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં એવું જાણવા મળ્યું છે કે ત્યાં રહેતી એક પરિણીતા સાથે તેનો પતિ છેલ્લા આઠ મહિનાથી શારિરીક સંબંધ રાખતો ન હતો.આટલું જ નહિ પરંતુ તેને હમેશા ત્રાસ ગુજારતો હતો.આવી સ્થિતિમાં આ પરિણીત મહિલા ડિપ્રેશનમાં આવી ગઇ હતી.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ પતિ હમેશા પસંદ ન હોવાનું પણ પત્નીને જણાવતો હતો.તે પત્ની સાથે લાંબા સમયથી થોડી પણ વાત કરતો ન હતો.જયારે આ મહિલાએ પતિને દિકરીના સ્કૂલના એડમીશનની વાત કરી ત્યારે તેના પોતાની પાસે પૈસા ન હોવાનું જણાવતો હતો.

જયારે પૈસા ન હોવાથી અને સતત દેવુ થઇ જતાં સાસરીયાઓ પાસેથી પતિએ રૂપિયા બે લાખ પણ પત્ની પાસે મંગાવ્યા હતા.પરંતુ આવું હોવા છતાં પતિ હમેશા તેને પસંદ કરતો ન હતો.અને ઘરમાં કોઈ નથી તેવો વ્યવહાર કરવા લાગ્યો હતો.આ પછી તો કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતી એક 35 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ આશરે 8 વર્ષ પહેલા થયા હતા.મહિલાનો પતિ વારંવાર કહેતો કે તું મને ગમતી નથી અને તારે મારી સાથે ક્યાંય ફરવા આવવાનું નહીં તેમ કહી પરિણીતાને જણાવતો હતો.આવી રીતે ઘણીવાર તેને ત્રાસ આપતો હોવાથી અમુક સમયે પત્ની માતાપિતાના ઘરે પણ જતી રહેતી હતી.

પરંતુ હમેશા પત્ની પોતાનો ઘર સંસાર બગાડવા માંગતી ન હતી.આ માટે તે થોડા સમય પછી પતિના ઘરે આવતી જતી હતી.ઘણીવાર તો પતિ મરીજવાની ધમકી પણ આપતો હતો.જયારે તે હાલમાં એક દિકરીના માતાપિતા પણ છે.જયારે પતિએ આજ સુધી પોતાની દીકરીને હાથમાં પણ લીધી ન હોવાનું જણાવી રહી છે.

મહિલા જણાવી રહી છે કે છેલ્લા આઠ મહિનાથી પતિએ પત્ની સાથે કોઈ પણ શારીરિક સંબંધ રાખ્યો નથી.એટલુ જ નહીં પતિ હેરાન કરતો હોવાથી પરિણીતા ડિપ્રેશનમાં આવી ગઇ હતી.આ પછી તો પોતે વધારે કંટાળી ત્યારે આખરે પોલીસની મદદ માંગી હતી.હાલમાં પોલીસ વધારે તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *