‘તું વધારાની છે મારાથી તુ સચવાતી નથી, જતી રે’, પ્રેગનેન્સી દરમિયાન પતિએ કર્યું એવું કૃત્ય કે જાણીને અચંબામાં પડી જશો…

Uncategorized

આજે રાજ્યમાં અનેક ગુનાઓ સતત વધતા જોવા મળી રહ્યા છે,આટલું જ નહિ પરંતુ વધતા ગુનાઓમાં ખાસ કરીને મહિલાઓ સાથે થતા માનશીક અને શારીરિક શોષણના કિસ્સાઓમાં વધારો જોવા મળ્યો છે.ઘણીવાર એવું પણ સામે આવતું હોય છે કે પતિ જ પત્નીને અનેક રીતે ત્રાસ આપતો હોય છે.આવા કિસ્સાઓ આવતા સમય માટે ઘણા ગંભીર થઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો રાજકોટના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે,જેમાં એવું સામે આવ્યું છે કે અહી રહેતી એક મહિલાને તેના પતિ ઉપરાંત ઘરમાં રહેલ સાસુ- સસરા તથા અન્ય સભ્યોએ સાથે મળીને વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા,જયારે અમુક સમયે તેને ગાંડાની જેમ માર પણ મારવામાં આવતો હતો.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ મહિલાએ હાલમાં તો ઘરણ દરેક સભ્યો સામે શોષણ અને મારકૂટ કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.જયારે પોલીસ પણ આ બાબતે વધારે તપાસ કરી રહી છે.તમને જણાવી દઈએ કે આ મહિલા આશરે 32 વર્ષીય છે.જે લગ્ન પછી પોતાના પતિ સર્થે રહેતી હતી.

ફરિયાદમાં મહિલાએ એવું પણ જણાવ્યું છે કે તેમના પતિએ અગાઉ બે લગ્ન કાર્ય હતા,પરંતુ તેમાં સફળતા ન મળી હોવાથી પોતાની સાથે તેમને ત્રીજા લગ્ન આશરે એક વર્ષ પહેલા કર્યા હતા.આટલું જ નહિ પરંતુ લગ્નના ત્રણ મહિના પછી અચનાક પતિ તેમની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યો હતો.

આ મહિલા એવું પણ જણાવી રહી છે કે પતિ કોઈ પણ બાબતે વારંવાર ઘરમાંથી કાઢી મુકતો હતો,જયારે તે હમેશા ત્રાસ પણ આપતો હતો.જયારે તેમની સાસુ એવું જણાવતા હતા કે તું આ ઘરમાં વધારાની આવી છે.એવું કહીને માનશીક ત્રાસ આપતા હતા.જયારે તેમના સસરા દારૂ પીને ખરાબ શબ્દો બોલીને જમવાનું ન આપવા માટે જણાવતા હતા.

મળતી માહિતી મુજબ એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા પ્રેગ્નેટ હોવા છતાં પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી અને પથ્થરોના ઘા પણ કર્યા હતા.જ્યરે ઘરમાંથી કાઢી મૂકી હતી ત્યારે તે માતાપિતાના ઘરે આવી ગઈ હતી,જ્યાં દીકરીની જન્મ થયો હતો,પરંતુ તેમનો પતિ દીકરીનું મોઢું જોવા પણ આવ્યો ન હતો.આખરે પતિ અને ઘરના આવા વારંવાર ત્રાસથી કંટાળી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.હાલમાં તો પોલીસ તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *