અમદાવાદમાં તલવારના ઘા મારીને કાકાની હત્યા કરનાર યુવક ઝડપાયો,હત્યા કરવાનું કારણ ખુબ જ ચોકાવનારું…….

Uncategorized

રાજ્યમાં હવે હત્યા સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે.જયારે એવું પણ કહી શકાય છે કે ગુનેગારો હવે દિવસે દિવસે વધારે ગુનાઓ કરતા જઈ રહ્યા છે.આજના સમયમાં ઘણા એવા પણ કિસ્સાઓ સામે આવતા જોવા મળે છે,જેમાં પોતાના સબંધીઓ જ પોતાનો જીવ લેવા બેઠા હોય છે.આજે આવા જ હત્યાના કેસનો ભેદ ખુલ્લો પડતો જોવા મળ્યો છે.

આ સમગ્ર ઘટના ગુજરાતના એક મોટા શહેરની છે જેમાં એવું સામે આવ્યું છે કે આગાઉ એક વ્યકિતની હત્યા થઇ હતી,જયારે તેની વધારે તપાસ કરવામાં આવી ત્યારે એવું સામે આવ્યું કે મૃતકના ભત્રીજાએ મિત્રો સાથે મળીને કાકાની હત્યા કરી હતી.હાલમાં પોલીસે આ યુવક સાથે તેના 6 સાથીદાર આરોપીની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે.પોલીસે હત્યા કેસમાં મૃતકના ભત્રીજા સહિત 6 આરોપીની ધરપકડ કરી છે.એવું જાણવા મળી રહ્યું છે કે મીલના કમ્પાઉન્ડમાં રહેતા યુવકની પીઠ અને માથાના ભાગે ઉપર તલવારથી 15 થી વધુ ઘા ઝીકી કરુણ રીતે હત્યા કરી હતી.

જયારે આ હત્યાની તપાસ કરવામાં આવી અને મૃતકનો સગીર વયનો ભત્રીજો શંકાસ્પદ લાગ્યો હતો.જેથી પોલીસે વધારે તપાસ કરી તેની પૂછપરછ કરી હતી.જેમાં એવું જાણવા મળ્યું કે સગીર ભત્રીજાએ પોતાના મિત્ર અને અન્ય 4 સગીર મિત્રો સાથે મળીને તેના કાકાને પૈસા આપવા માટે મીલ પાસે બોલાવ્યા હતા.જયારે કાકા તે પૈસા લેવા માટે ત્યાં આવ્યા ત્યારે આરોપીઓ તલવાર અને પથ્થર વડે ગંભીર રીતે હત્યા કરી હતી.

આ સમગ્ર ઘટનામાં એવું પણ સામે આવ્યું છે કે મૃતક કાકા આરોપી ભત્રીજાની માતાને માનશીક ત્રાસ આપતા હતા,જેથી માતાને આવા માનશીક ત્રાસથી છોડવા માટે આ હત્યા માટે ષડયંત્ર રચ્યું હતું.જયારે આ કાકા પોતાની ભાભીને લઈને ભાગી ગયા હતા.આ પછી તેની સાથે જ લગ્ન પણ કરી લીધા હતા.જેમાં તેમને 3 વર્ષનો દિકરો અને 1 વર્ષની દીકરી હતી.

પરંતુ કાકા છેલ્લા ઘણા સમયથી બેરોજગાર હતા,આવી સ્થિતિમાં ઘરમાં પૈસાની માગંણી કરીને પત્ની અને બન્ને બાળકોને માનશીક રીતે પરેશાન કરતા હતા.જયારે આ સમગ્ર ઘટનના એક દિવસ પહેલા કાકાએ રૂ 20 હજારની માંગ કરી હતી,આટલું જ નહિ પરંતુ સગીર યુવકની માતાને માર માર્યો હતો.અને પૈસા નહિ મળે તો મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે આ યુવક સગીર મજૂરી કામ કરીને રૂ 7 હજાર કમાય છે અને પરિવારનુ ગુજરાન ચલાવે છે.જયારે તેના કાકા માનસિક ત્રાસ આપીને પૈસા પડાવે છે. જેનાથી કંટાળીને સગીરે પોતાની માતાને કાકાના આવા માનશીક ત્રાસથી છોડાવવા પોતાના મિત્રો સાથે મળીને હત્યાનુ ષંડયત્ર રચીને હત્યા કરી હતી.પરંતુ પોલીસે તેની તપાસ કરી ત્યારે તેમની અટકાયત કરી છે.અને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *