અમદાવાદમાં પતિએ પત્નીને જેઠ સાથે અને ભાભીને પોતાની સાથે શરીર સબંધ બાંધવાનું કહ્યું પછી થયું કંઇક એવું કે………

Gujarat

રાજ્યોમાંથી મહિલાઓ સાથે કોઈને કોઈ રીતે અડપલા થયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજના સમયમાં મહિલાઓ સાથે શારીરિક અને માનશીક શોષણ થતું હોય તેવું વધારે સામે આવતું જોવા મળી રહ્યું છે.આજે આવી જ એક ઘટના ગુજરાતના એક વિસ્તારમાંથી સામે આવી છે,જેમાં એક મહિલાએ તેના પતિ અને જેઠ ઉપરાંત તેની નણંદ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં એવું પણ જાણવા મળ્યું છે કે મહિલાનો પતિ અને જેઠ માનસિક શારીરિક ત્રાસ આપતા હતા.આટલું જ નહિ પરંતુ પતિ અને જેઠે આ મહિલાને વાઈફ સ્વેપિંગ કરવાનું પણ કહ્યું હતું.એટલે કે પત્નીની અદલાબદલી કરવી અને સબંધો બાંધવા.મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે પતિએ પત્નીને સ્પષ્ટ રીતે એવું કહ્યું હતું કે તેતેના જેઠ સાથે શારીરિક સબંધો બાંધે.

જયારે તેની સામે તેની ભાભી પતિ સાથે શારીરિક સબંધો બાંધવા માટે તૈયાર હતી.પરંતુ આ મહિલાએ આ સમગ્ર બાબત પર ના કહી ત્યારે તેને વધારે ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત આ મહિલા પાસે વધુ દહેજ પણ માગવામાં આવતું હતું.આખરે આ મહિલા પતિના આવા ત્રાસથી કંટાળી ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં પોલીસ તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે આ 34 વર્ષીય મહિલાના લગ્ન આશરે વર્ષ 2009 માં ત્યના બાજુના ગામમાં રહેતા એક યુવક સાથે થયા હતા.જયારે એવું પણ કહેવામાં આવે છે કે આ મહિલાને બે દીકરા છે જે હાલ તેની સાથે રહે છે.લગ્ન વખતે આ મહિલાના પતિએ અને તેના ભાઈએ મહિલાના માતા-પિતા સાથે પૈસાની માગણી કરતાં મહિલાના માતા પિતાએ લગ્ન વખતે પૈસા આપ્યા હતા.

લગ્ન પછી આ મહિલાનો પતિ બેરોજગાર હતો.આવી સ્થિતિમાં મહિલાનો પતિ,જેઠ અને નણંદ કહેતા કે હવે પરણીને આવી છે તો બધાને કમાઈને ખવડાવવું પડશે.આવી રીતે શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.આટલું જ નહિ પરંતુ મહિલા ગર્ભવતી હતી ત્યારે દીકરાને જન્મ આપ્યો હતો.ત્યારે પણ તેને માનસિક શારીરિક ત્રાસ આપ્યો હતો.

આ બધા પરિવારના સભ્યો ભેગા રહેતા હતા,જેથી મહિલાનો પતિ અને જેઠ બંને ભેગા મળીને તેને દબાણપૂર્વક વાઈફ સ્વેપિંગ કરવા માટે કહેતા હતા.પરંતુ આ મહિલાએ આ બાબતે સ્પષ્ટ ના પાડતા બંનેએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.મહિલાએ તેના પતિને તેના ભાઈના વર્તનની વાત કરી તો તેને કહ્યું કે મારો ભાઈ કહે તે તારે કરવાનું અને ના કરવું હોય તો મારે છુટાછેડા આપી દે.આ બાબતે મહિલાએ કંટાળીને પોલીસની મદદ લીધી હતી.હાલમાં પોલીસે આ મામલે આરોપી પતિ,જેઠ અને નણંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *