અમદાવાદ સહીત ગુજરાતના આ વિસ્તારોમાં આજે અને કાલે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી…..

Uncategorized

રાજ્યમાં હાલ વરસાદનો માહોલ ઉભો થઇ ગયો છે.આટલું જ નહિ પરંતુ છેલ્લા ઘણા સમયથી ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ પડતો જોવા મળ્યો છે.હવામાન વિભાગ મુજબ એવું કહેવામાં આવે છે કે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઈ છે.જેના લીધે છેલ્લાં ત્રણ દિવસથી વિવિધ વિસ્તારોમાં ધોધમારથી સામાન્ય વરસાદપડતો જોવા મળ્યો છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો રાજ્યમાં ગત દિવસે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડતો જોવા મળ્યો હતો,જેમાં ખાસ કરીને સુરત,આણંદના ઘણા વિસ્તારોમાં વરસાદ થશે ઠંડક જોવા મળી હતી.આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડતો જોવા મળ્યો હતો.જેમાં અમદાવાદ શહેરમાં પણ વરસાદી વાદળો જોવા મળ્યા હતા.

આજની વાત કરવામાં આવે તો હાલમાં ઘણા વિસ્તારોમાં સવારથી વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.જયારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આજથી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કહેવામાં આવી છે.જયારે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ ઉભી થયેલો જોવા મળી શકે છે.

ખાસ કરીને શનિ અને રવિ એમ બે દિવસ ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.આજે આણંદ,ભરૂચ,બનાસકાંઠા,સાબરકાંઠા,અમદાવાદ,નર્મદા,તાપી,રાજકોટ, અને ભાવનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.જયારે આવતી કાલે નવસારી,વલસાડ, દમણમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ગુજરાતના વલસાડથી ચોમાસાનું આગમન થયાં બાદ રાજ્યમાં ભારે વરસાદે વિરામ લીધો હતો.પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી ફરી ધોધમાર વરસાદ પડવાનો શરૂ થયો છે,જયારે આવતા દિવસોમાં પણ વધારે વરસાદ પડી શકે છે.હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તી અહીના પણ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.જયારે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની પડી શકે છે તેવું હવામાન વિભાગ જણાવી રહ્યું છે.રાજ્યમાં ચોમાસુ હવે દિવસે દિવસે આગળ વધતું જોવા મળી રહ્યું છે.જયારે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં રાજ્યના 75 તાલુકામાં વરસાદ પડતો જોવા મળી રહ્યો છે.જયારે આગામી 24 કલાક ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *