અમદાવાદ સહીત ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 2 દિવસ થશે ભારે પવન સાથે ધોધમાર વરસાદ…………

Gujarat

રાજ્યમાં ઘણા સમયથી કોરોનાની મહામારી તો ચાલી રહી છે.આવી સ્થિતિમાં હવે તૌકતે નામના વાવાઝોડાએ રાજ્યમાં સંકટ ઉભું કર્યું છે.તમને જણાવી દઈએ કે તૌકતે નામના વાવાઝોડાએ ગત્ત રાતે સૌરાષ્ટ્રમાં ભારે વિનાશ કર્યો હોય તેવું સામે આવ્યું હતું.ખાસ કરીને વીજ તંત્રને ભારે નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.હવે આ વાવાઝોડું ગુજરાતમાં દાખલ થઇ ગયું છે.

હવામાન વિભાગે એવું જણાવ્યું છે કે ગુજરાતમાં હવે આ વાવાઝોડું આગળ બધ્સે જે ઘણા જિલ્લાઓને અસર કરી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આગાહી પ્રમાણે મંગળવાર અને બુધવાર એમ બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પુરે પુરી શક્યતાઓ જણાવી હતી.

જયારે હાલમાં આ વાવાઝોડાનું વધારે અસર જોવા મળી રહી છે,જેમાં અમદાવાદ શહેરમાં બે દિવસ અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.જયારે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ટકરાયું ત્યારે આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.જયારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ખેતરો અને ઘરોમાં પાણી ફરી વળ્યા હતા.

તમને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ગીર સોમનાથ,અમરેલી,ભાવનગર, જુનાગઢ,વલસાડ,નવસારી,સુરેન્દ્રનગર,રાજકોટ, ભરૂચ,સુરત,અમદાવાદ જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે.

જયારે આવતી કાલની વાત કરવામાં આવે તો અમદાવાદ,ગાંધીનગર,આણંદ,વડોદરા,અરવલ્લી, સાબરકાંઠા,મહેસાણા,સુરેન્દ્રનગર,ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.હાલમાં વાવાઝોડું ગુજરાતમાં આગળ વધી રહ્યું છે જેથી દરેક લોકોને સુચના આપવામાં આવી છે કે જરૂર કામ વગર બહાર ન નીકળવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *