અમરીશ પૂરી ક્યારેક કરતા હતા સરકારી ક્લાર્કની નોકરી અને એક દિવસ થયું એવું કે બની ગયા મોટા સુપરસ્ટાર

Uncategorized

ફિલ્મ જગતમાં દરેક કલાકાર હમેશા એક સારો અભિનેતા બનવાના સપના સાથે જોડાતો હોય છે.આટલું જ નહિ પરંતુ આજે ઘણા એવા પણ કલાકારો રહેલા છે જે ઘણા સફળ અને વધારે લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે.આજે તેમની પાસે જે સફળતા રહેલી છે તે પોતાના અભિનયને કારણે પ્રાપ્ત થઇ છે.પરંતુ વર્ષોથી ફિલ્મોમાં એક હીરો ઉપરાંત વિલનની ભૂમિકા નિભાવતા પણ કેટલાક કલાલારો જોડાયા છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હીરો ઉપરાંત વિલનની ભૂમિકા પણ ફિલ્મને વધારે સફળ બનાવતી આવી છે.એક સમય હતો.જયારે ફિલ્મોમાં ડરવાના વિલાનો જોવા મળતા હતા,જેમ કે 90 ના દશકની ફિલ્મોમાં આવા તો ઘણા વિલનની ભૂમિકામાં કલાકારો જોડાયેલા જોવા મળ્યા હતા.આવી જ રીતે જો અભિનેતા અમરીશ પુરીની વાત કરવામાં આવે તો તે એક સફળ અભિનેતા રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ એક એવા અભિનેતા હતા,જે હીરો નહિ પરંતુ ફિલ્મમાં હમેશા ખલનાયકની ભૂમિકામાં જ જોવા મળ્યા હતા.તેમના આજ અભિનયથી લાખો લોકોના દિલમાં રાજ પણ કર્યું હતું.અભિનેતા અમરીશ ફિલ્મ જગતમાં પ્રખ્યાત વિલન તરીકે વધારે જાણીતા રહ્યા છે.તેમને ઘણી ફિલ્મોમાં સારું એવું કામ કર્યું છે,જે લોકો આજે પણ તેમને યાદ કરે છે.

ખાસ કરીને આ અભિનેતાએ બોલિવૂડમાં જેમ કે ઘટક,દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે,ચાચી 420, કરણ અર્જુન, જેવી તો અનેક ફિલ્મોમાં તે જોવા મળ્યા હતા.તમને જણાવી દઈએ કે ફિલ્મ જગતમાં પ્રખ્યાત વિલન અમરીશ પુરી આ ફિલ્મી દુનિયા પહેલા સરકારી નોકરી કરતા હતા.જે ઘણા ઓછા લોકો જાણે છે.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેતા અભિનય માટે એટલા શોખીન હતા કે તેણે સારી સરકારી નોકરી છોડી દીધી હતી અને તેણે ફિલ્મ જગતમાં અભિનય કરવાનું યોગ્ય માન્યું હતું.અમરીશ પુરીએ લગભગ 21 વર્ષ સુધી કર્મચારી વીમા નિગમમાં ક્લાર્ક તરીકે કામ કર્યું હતું,જ્યારે આ દરમિયાન તે થિયેટર અને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મળવા લાગ્યા.

આ પછી તેમને પણ ફિલ્મોમાં જોડાવાની તક મળી હતી.એવું કહેવામાં આવે છે કે આ ફિલ્મી દુનિયામાં જોડાવા માટે પોતે નોકરી છોડી દીધી અને સંપૂર્ણ રીતે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું,આટલું જ નહિ પરંતુ તે ઘણા સફળ પણ રહ્યા હતા.એવું કહેવામાં આવે છે કે તે એક સમયે સત્યદેવ દુબેને મળ્યા હતા,જે તે સમયના દિગ્દર્શક,અભિનેતા અને લેખક હતા.

પછી તો અમરીશ પુરીએ સત્યદેવને પોતાનો ગુરુ માની લીધા હતા.તેમની સાથે કામ કરવાનું શરૂ કર્યું.જે પછી અમરીશ પુરીએ વર્ષ 1971 માં આવેલી ફિલ્મ રેશ્મા શેરમાં પોતાની અભિનયનો રંગ બતાવ્યો હતો.તે જ સમયે લોકોએ તેની અભિનયને ખૂબ પસંદ પણ કર્યો હતો.આ પછી તો સતત સફળ થતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે ફિલ્મોની સાથે સાથે અમરીશ પુરીએ ઘણા નાટકોમાં પણ કામ કર્યું હતું.જયારે તે એક સફળ અભિનેતા રહ્યા છે.જે આજે પણ આ સ્થાન લોકોના હૃદયમાં રહેલું છે.પરંતુ આટલી સફળતા પ્રાપ્ત કરવા માટે તેમને પણ જીવમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.દુખની વાત એ છે કે આજે આ કલાકાર આ દુનિયામાં રહ્યા નથી,પરંતુ તેમનો અભિનય આજે પણ લોકોના દિલોમાં રહેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *