અમિતાભ સાથે ‘આજ રપટ જાએનું સીન કર્યા પછી, અભિનેત્રી આખી રાત રડતી રહી, કારણ જાણીને આશ્ચર્ય થશે

Uncategorized

બોલિવૂડમાં ઘણા સુપરસ્ટાર છે જે હમેશા પોતાના અભિનયથી તો વધારે જાણીતા રહ્યા છે,પરંતુ આજના સમયમાં ઘણા સ્ટાર્સ પોતાના વૈભવી જીવન માટે પણ વધારે ચર્ચામાં આવતા હોય છે,જયારે અમુક સ્ટાર્સ હમેશા તેમના ભૂતકાળના કેટલાક કિસ્સાઓ સાથે સતત ચર્ચામાં આવતા જોવા મળતા હોય છે.આવી જ રીતે બોલીવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાના અભિનય માટે જાણીતા રહ્યા છે.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન આજે દેશમાં જ નહિ પરંતુ દુનિયામાં એક અલગ નામ ધરાવે છે.આજના સમયમાં આ અભિનેતાને કરોડો લોકો પ્રેમ કરે છે.માટે તેમને બીગ બી તરીકે પણ ઓળખવામાં આવે છે.જયારે તેમની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જોવા મળે છે.આ એક એવા અભિનેતા છે જે અન્ય બાબતે ઘણા ઓછા ચર્ચામાં આવે છે.

પરંતુ તેમના કેટલાક ભૂતકાળના એવા પણ કિસ્સાઓ છે જે વારંવાર ચર્ચામાં ચોક્કસ રીતે આવતા જોવા મળતા હોય છે.એવું કહેવામાં આવે છે કે ઇન્સ્ટાગ્રામ પર તેમની લોકપ્રિયતાના મામલે દેશમાં બીજી સ્થાન ધરાવે છે.તેમની આ લોકપ્રિયતા જોઇને આજે પણ કેટલાક કલાકારો તેમની સાથે કામ કરવા માંગતા હોય છે.

આવી સ્થિતિમાં આજે તમને એક એવી અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેણે અમિતાભ સાથે એક સીન કર્યા હતો,પરંતુ આ સીન્સ પછી તે આખી રાત રડતી રહી હતી.તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની 1982 માં આવેલી ફિલ્મ નમક હલાલને હાલમાં 34 વર્ષ પૂરા થઇ ગયા છે,જયારે આ એવી ફિલ્મ હતી કે તે સમયે ઘણી સફળ રહી હતી.આટલું જ નહિ પરંતુ તે ફિલ્મના સીન્સ પણ ઘણા અનોખા હતા.

જયારે તેમની ફિલ્મમાં સ્મિતા પાટિલ પણ મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી.તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ અમિતાભે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સ્મિતા સાથેની કેટલીક બાબતો શેર કરી હતી.આટલું જ નહિ,પરંતુ પોતાના બ્લોગ પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.અને શૂટિંગ દરમિયાન થયેલી બાબતો જણાવી હતી.

એવું જણાવ્યું હતું કે અભિનેત્રી સ્મિતા આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અસ્વસ્થતા વધારે અનુભવતી હતી.અમિતાભ બચ્ચને વધુમાં એવું પણ જણાવ્યું હતું કે નમક હલાલ હાલમાં 34 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે.પરંતુ આ ફિલ્મમાં અમેઝિંગ અભિનેત્રી સ્મિતા પાટિલ સાથે કામ કરવાનો એક અદભૂત અનુભવ હતો.જો કે સ્મિતા પાટિલ આખી ફિલ્મના શૂટિંગ દરમિયાન વધારે ખુશ જોવા મળી ન હતી.

કારણ કે આ ફિલ્મમાં ઘણા એવા સીન્સ હતા,જે તેમના માટે ઘણા નવા હતા,પરંતુ એક સ્ત્રી હોવા છતાં પોતાને ઘણી સારી રીતે આમાં કામ કર્યું હતું.આ ફિલ્મમાં તેની શાનદાર અભિનય લોકોના મગજમાં કાયમ માટે વસી ગયો છે.અમિતાભ બચ્ચને આગળ એવું પણ જણાવ્યું હતું કે નમક હલાલ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ નવા બિલ્ટ કરેલા શેઠ સ્ટુડિયોમાં થયું હતું,જે આખા બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાના પ્રકારનું એર કન્ડિશન્ડ ફ્લોર હતું.

1980 ના દાયકામાં સેટની સુંદરતા અને સારી વ્યવસ્થાપન તે સમય માટે ઘણી સારી માનવામાં આવતી હતી.પરંતુ, અમિતાભ બચ્ચને નમક હલાલમાં તેમની વિરુદ્ધ કામ કરનારી સ્મિતા પાટિલ વિશે કહ્યું કે આ ફિલ્મના શૂટિંગ વખતે તે ખૂબ જ અસ્વસ્થતા અનુભવી રહી હતી.કારણ કે ફિલ્મ નમક હલાલમાં આજ રપત જાને ફિલ્મના સૌથી પ્રખ્યાત ગીતનું શૂટિંગ કર્યા પછી સ્મિતા ઘણી નર્વસ થઈ ગઈ હતી.

કારણ કે ફિલ્મમાં તેણે અમિતાભ સાથે તેની વરસાદથી ભરેલી સાડીમાં રોમાંટિક ડાન્સ કરવો પડ્યો હતો.આ ગીતના શૂટિંગ પછી સ્મિતાને એવું લાગવા લાગ્યું હતું કે પોતે આ સીન્સ આપીને મોટી ભૂલ કરી છે.કારણ કે તે આવા સીન્સ આપવા માંગતી ન હતી.માટે કરેલા આ કામથી તે રાતે આખી રાત રડતી જોવા મળી હતી.

જયારે આ સમગ્ર બાબત અમિતાભ બચ્ચનને જાણવા મળી ત્યારે તેઓએ અભિનેત્રીને ઘણી સમજાવી હતી.અને તેમના વિચારોમાંથી તેમને મુક્ત કરવા માટે મદદ કરી હતી.પરંતુ જયારે આ ફિલ્મ રીલીઝ થઇ ત્યારે અભિનેત્રીના કામની ઘણી પ્રસંશા થવા લાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *