અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાથી ગુજરાતના આ વિસ્તારોમાં આ તારીખ સુધી આવી શકે છે ધોધમાર વરસાદ……

Gujarat

દરેક રાજ્યોમાં અનેકવાર હવામાનમાં પરિવર્તન થતું જોવા મળે છે.જયારે હાલમાં રાજ્યના અનેક મોટા શહેરોમાં દિવસે દિવસે ગરમીનો પારો ઉંચો જતો જોવા મળી રહ્યો છે.જયારે થોડા સમય પહેલા અચાનક રાજ્યમાં વરસાદી માહોલ ઉભો થયો હતો.જેમાં ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં હતા.

સામાન્ય રીતે જોવામાં આવે તો અમદાવાદ સહિત વિવિધ વિસ્તારમાં તાપમાનનો પારો 43 થી પણ વધારે ડિગ્રી ઉંચે પહોંચી ગયો હતો.જયારે છેલ્લા બેદિવસથી મોટા શહેરમાં મહત્તમ તાપમાન 4૦ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે.એટલે કે ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થયો હોય તેવું જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ફરી એક આગાહી કરવામાં આવી છે જેમાં એવું જણાવ્યું છે કે 16 મી મે સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાની સંભાવના વ્યક્તિ કરી છે.વધુમાં એવું પણ જણાવ્યું છે કે હાલમાં વાવાઝોડું સક્રિય થયેલું જોવા મળ્યું નથી,પરંતુ સક્રિય થશે ત્યારે તે કઈ દિશામાં આગળ વધશે તેનો અંદાજ આવશે.

એવું કહેવામાં આવે છે કે આ વર્ષનું આ પ્રથમ સમુદ્ર વાવાઝોડું હશે.હવામાન વિભાગના જણાવ્યા અનુશાર એવું પણ કહેવામાં આવે છે કે જો આ વાવાઝોડું ગુજરાત પર ટકરાશે તો વરસાદ પણ પડી શકે છે.હવામાન ખાતા દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે,14મી મેના રોજ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે.

થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થવાને કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.જેમાં દાહોદ,તાપી,ડાંગ, ભાવનગર અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ વધારે રહેલી છે.એવું હવામાન વિભાગે જણાવ્યું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 14મી મે સુધી એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે.

હાલમાં તો લો પ્રેશર બનવાની ગતિવિધી પર હવામાન ખાતા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.જયારે આમાં કોઈ વધારે પરિવર્તન જોવા મળશે ત્યારે તેની વધુ માહિતી જાહેર કરવામાં આવશે.હવામાન વિભાગે જણાવ્યું છે કે,આ વાવાઝોડું સક્રિય થશે તો આગામી 20 મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે.

2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ‘ટૌકાતે’ નામ આપવામાં આવ્યું છે.પરંતુ હાલમાં આ વાવાઝોડા કઇ દિશામાં તરફ આગળ વધશે તેની કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી.પરંતુ આની અસર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.જેમાં કેરળ,કર્ણાટકના દરિયાકાંઠા અને મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પણ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *