અરબી સમુદ્રમાં સીસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હવામાન વિભાગે કરી મહત્વની આગાહી …………….

Uncategorized

હવામાનમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે જેના કારણે હવામાન વિભાગ પણ અનેક આગાહી કરતુ રહે છે.ઘણીવાર વધારે ગરમીની આગાહી કરતુ જોવા મળે છે,તો અમુક સમયે વરસાદી માહોલને લઈને આગાહી કરવામાં આવે છે.તમને જણાવી દઈએ કે હાલમાં જ હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે જેમાં એવું જણાવ્યું છે કે ગુજરાતના અમુક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ પડતો જોવા મળી શકે છે.

આટલું જ નહિ પરંતુ વધુમાં એવું પણ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના ઘણા વિસ્તારોમાં તો ગાજવીજ હળવોથી ભારે વરસાદ વરસી શકે છે.જે અચાનક ગરમીમાં રાહત આપશે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં વરસાદની કોઈ સીઝન નથી ,પરંતુ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થતાં અચાનક વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ અનુશાર વલસાડ,નવસારીના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે.જયારે ભાવનગર,અમરેલી અને રાજકોટમાં આશરે તારીક 3 થી 4 જૂને વચ્ચે વરસાદ પડતો જોવા મળી શકે છે.હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું કે કેરળમાં 3 જૂન સુધી ચોમાસું આગમન થઈ શકે છે.

પરંતુ હાલમાં તો અરબી સમુદ્રમાંથી દક્ષિણ ગુજરાત સુધી એક સિસ્ટમ સક્રિય થઇ છે જેના લીધે કમોસમી વરસાદ પડી રહ્યો છે.અરબી સમુદ્ર પરથી ભેજયુક્ત પવનના કારણે લાગે છે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સતત વધતું જોવા મળ્યું છે.જેના લીધે હવે ગરમીમાં પણ ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે.હાલમાં અમદાવાદ જેવા વિસ્તારની વાત કરવામાં આવે તો 37 ડિગ્રી ગરમી નોંધાઈ છે.

જયારે આવતા ચારથી પાંચ દિવસ વાતાવરણ આવું જ સામાન્ય રહેશે.આ સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.જેમાં આજે વાતાવરણ વાદળછાયું જોવા મળશે,જયારે આવતી કાલે ડાંગ,વલસાડ,દમણ જેવા વિસ્તારોમાં વરસાદ પડતો જોવા મળશે.જયારે 3 તરીકે ભારે વરસાદ અને ગાજવીજ સુરત,ડાંગ,દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે.

જયારે 4 થી 5 તારીકમાં અરવલ્લી,સાબરકાંઠા,ગીર,સોમનાથ,આણંદ,રાજકોટ,અમરેલી,ભાવનગર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ પડતો જોવા મળશે.એટલે કે હાલમાં ચોમાસા પહેલા પણ વરસાદી વાતાવરણ ઉભું થઇ રહ્યું છે.જે કાળજાળ ગરમી સામે તો ઠંકડ આપે છે.પરંતુ ચોક્કસ વરસાદને લઈને ખેડૂતો રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *