અવિશ્વસનીય સત્યઘટના! દેવું ચૂકવવા યુવાન કિડની વેચવા નીકળ્યો, છેતરપીંડી થતા યુવાને ગુમાવ્યા લાખો રૂપિયા….

Uncategorized

દેશમાં જ્યારથી કોરોના મહામારી આવી છે ત્યારથી દરેક વ્યક્તિના જીવનમાં અનેક બદલાવ આવી ગયા છે.આટલું જ નહિ પરંતુ દરેક વ્યક્તિ જાણે છે કે કોરોનાને કારણે ઘણા લોકોએ પોતાની નોકરી અને ધંધા ગુમાવ્યા છે.આવી સ્થિતિમાં જો કોઈ વધારે અસર જોવા મળી હોય તો સામાન્ય વ્યક્તિને વધારે જોવા મળી છે.કારણ કે આજે કોરોનાને કારણે ઘણા લોકોની આર્થિક સ્થિતિ લથડી ગઈ છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં લોકોની આર્થિક સ્થિતિ વધારે ખરાબ થઇ રહી છે,જયારે બીજી બાજુ પરિવાર અને અન્ય ખર્ચ ઉઠાવવામાં માટે વ્યક્તિ દિવસે દિવસે વધારે તણાવમાં આવતો જોવા મળી રહ્યો છે.કારણ કે એકતરફ ધંધા રોજગાર બંધ થઇ ગયા છે,જયારે બીજી તરફ ઘણા લોકો દેવામાં ડૂબી રહ્યા છે.

હાલમાં સામાન્ય વર્ગના લોકોની સ્થિતિ ઘણી ખરાબ થઇ ગઈ છે.આજે આવી સ્થિતિ સાથે જોડાયેલો એક કિસ્સો સામે આવ્યો છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે સુરતના એક યુવાનએ કોરોનાને કારણે પોતાનો ધંધો રોજગાર ગુમાવ્યો હતો.આવી સ્થિતિ તેને માથે દિવસે દિવસે દેવામાં પણ વધારો થઇ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિએ પોતાનું દેવી ઓછુ કરવા એટલે કે દેવામાંથી મુક્ત કરવા માટે પોતાની કિડની વેચવાનો વિચાર કર્યો હતો,પરંતુ આ સ્થિતિમાંથી બહાર આવવાને બદલે અન્ય રતિએ છેતરપીંડીનો શિકાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે આ વ્યક્તિ ફોર વ્હીલ ગાડીના કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો.

પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેમના ધંધામાં ઘણી અસર જોવા મળી હતી.આટલું જ નહિ પરંતુ પોતાની આર્થિક સ્થિતિ પણ ગુમાવી ચુક્યો હતો.જયારે બહેનના લગ્ન અને ઘરની બધી જવાબદારી પોતાને માથે આવી ગઈ હતી,આવી સ્થિતિમાં તે દેવામાં ડૂબતો ગયો હતો.જયારે આ દરેક પૈસાની ચુકવણી કરવા માટે તે સતત તણાવમાં રહેતો હતો.

આખરે પોતાના દેવામાંથી મુક્ત થવા માટે પોતે પોતાની કિડની વેચી નાંખવાનો વિચાર કર્યો હતો.આટલું જ નહિ પરંતુ ગૂગલમાં તેણે કિડની વેચવા અલગ અલગ વેબસાઈટ પણ સર્ચ કરી. જેમાંથી એક વેબસાઈટ પર સંપર્ક કરીને તેણે કિડની વેચવા સંપર્ક કર્યો હતો.જેમાં એવું જણાવ્યું હતું કે એક કિડનીના બદલામાં આશરે ચાર કરોડ રૂપિયા મળી શકે તેવું પણ જણાવ્યું હતું.

પરંતુ આ વ્યક્તિ જાણતો ન હતો કે તેની સાથે અન્ય મોટી છેતરપીંડી પણ થઇ શકે છે.એવું કહેવામાં આવે છે કે આ વેબસાઈટના વ્યક્તિઓને તેની પાસેથી સારી માહિતી લીધી હતી,આટલું જ ન્નાહી પરંતુ બેંગ્લોરની એક હોસ્પિટલનો ફોટો આપી કિડની વેચવા તેની પાસે આશરે પહેલા 9,999 રૂપિયા રજિસ્ટ્રેશન ફી તરીકે લઇ લીધા હતા.

આ પછી તો તેના અલગ અલગ ખાતામાં રહેલ આશરે 78,400 રૂપિયા તેની પાસેથી લઈ લેવામાં આવ્યા.જયારે તેના બદલામાં તેને એકપણ રૂપિયો પાછો મળ્યો ન હતો,જયારે કિડની અંગે વાત પણ તે લોકો ન જાણતા હોવાનું કહ્યું ત્યારે આ વ્યક્તિ વધારે તણાવમાં આવી ગયો હતો.હાલમાં તો આ વ્યક્તિએ વેબસાઈટ અને કંપનીની માહિતી તેમજ તેની સાથે થયેલ છેતરપીંડીની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાવી છે.જેમાં તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *