આંખ ઉગાડનારો કિસ્સો: ગુજરાતના આ વિસ્તારમાં રાત્રે મહિલાને લીફ્ટ આપવી પાડી ભારે,મહિલાએ યુવક સાથે કર્યું એવું કે………

Uncategorized

દેશમાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.દિવસે દિવસે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.જયારે સમગ્ર માનવ હાલ કોરોનાના કહેર વચ્ચે પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં વધી રહેલા કોરોનાના પ્રકોપથી દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ પણ ઉભી થઇ છે.

જયારે કેટલાક રાજ્યોના મોટા શહેરોમાં રાતનું કરફ્યૂ લાગુ કરવામાં આવી ગયું છે.અને હાલમાં રાતનું કરફ્યૂ ચાલી પણ રહ્યું છે.આવી સ્થિતિમાં કેટલાક કિસ્સાઓ પણ બનતા સામે આવી રહ્યા છે.આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક વિસ્તારમાં નાઈટ કરફ્યૂ હતું.આ સમયે ત્યાં એક મહિલા એકલી ઉભી હતી,જેની મદદ માટે ગયેલા યુવકને મદદ કરવી ઘણી ભારે પડી ગઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે.

અહેવાલો મુજબ એવું સામે આવ્યું છે કે આ એકલી ઉભી રહેલી મહિલાની મદદ માટે ગયેલા યુવકની લૂંટ કરવામાં આવી હતી.કારણ તે યુવતી એકલી ન હતી,તેની સાથે કેટલાક બીજા પણ સાથીદાર હતા.આ ઘટના પછી યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.હાલમાં પોલીસે આરોપી મહિલા અને બીજા પાંચ લોકોની ધરપકડ કરી છે.

આ સમગ્ર ઘટના ગુજરાતના એક વિસ્તારમાંથી સામે આવી છે.જ્યાં રાત્રી કરફ્યૂ દરમિયાન એક સર્કલ પાસે મહિલાએ રસ્તા પરથી પસાર થતાં એક્ટિવા ચાલકને ઉભો રાખ્યો હતો.અને પોતાના ઘર સુધી પહોડવા મદદ માંગી હતી.આવી સ્થિતિમાં યુવકે યુવતીની મદદ કરવાનું વિચાર્યું હતું.જેથી પોતાની એક્ટિવા પાછળ મહિલાને બેસાડી તેના ઘરે મુકવા માટે નીકળ્યો હતો.

પરંતુ આ સમયે રસ્તા પર અગાઉ ચાર લોકો ઉભા થઇ ગયા હતા.તે દરમિયાન યુવકને માર મારી છરી બતાવી આરોપીઓએ મોબાઈલ ફોન તથા 1 હજાર રૂપિયા રોકડની લૂંટ કરીને ત્યાંથી મહિલા સહીત ફરાર થઇ ગયા હતા.સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધી આરોપીની ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી.

હાલ પોલીસે મુખ્ય મહિલા અને તેના ચાર સાથીદારોને ઝડપી પાડ્યા છે.જયારે આ આરોપી પાસેથી મોબાઈલ,છરી અને રોકડ રૂપિયા મળી આવ્યા હતા.હાલમાં પોલીસે તમામ આરોપીના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી છે.જેથી તેમની સાથે જોડાયેલા બીજા લોકોની પણ જાણ થઇ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *