આંધીના કારણે ૨૧૫ વર્ષ જુનું વૃક્ષ પડ્યું તો તેના નીચેથી નીકળી એવી વસ્તુ કે જોઇને બધા ચોકી ગયા………..

Uncategorized

આ દુનિયા એટલી વિશાળ છે કે તેમાં કેટલાક એવા રહસ્યો છુપાયેલા છે જે આજે પણ એક રહસ્ય બનીને રહ્યા છે.આજે પણ કેટલાક રહસ્યોની શોધમાં વૈજ્ઞાનિક જોડાયેલા છે,પરંતુ તેમને પણ સફળતા પ્રાપ્ત થઇ નથી.સામાન્ય રીતે જોવામાં આવે તો દુનિયાની રચનાને લગભગ લાખો વર્ષો થઇ ગયા છે,જયારે તે સમયની ઘણી ઘટનાઓ આજે સામે આવતી જોવા મળતી હોય છે.

ઘણીવાર અમુક સ્થાને ખોદકામ અથવા કુદરતી રીતે ઘણી જૂની બાબતો સામે આવતી જોવા મળતી હોય છે,જે સામાન્ય રીતે આજ સુધી કોઈને જાણવા કે જોવા પણ મળી હોતી નથી.જયારે આજે પણ ઘણા પૂરવા અને અમુક રહસ્યો જમીન નીચે દફન થયેલા છે.જે કોઈ જાણતું નથી.તમને જણાવી દઈએ કે આવી જ એક ઘટના આયર્લેન્ડમાંથી સામે આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં છેલ્લા કેટલાક દિવસોથી વાવાઝોડાના સમાચાર સતત સામે આવતા રહ્યા હતા.જેમાં ઘણા વિસ્તારોને પણ વિનાશ સહન કરવો પડ્યો છે,જયારે કેટલાક લોકોને એવી ચોંકાવનારી ઘટના જાણવા મળી કે લોકો તેને જોવા માટે દોડી ગયા હતા.એવું કહેવામાં આવે છે કે આવેલા તોફાનથી એક 215 વર્ષ જુનું ઝાડ પડી ગયું હતું,

હવે સામાન્ય રીતે તોફાનમાં મોટા મોટા ઝાડ પડવા એક સામાન્ય બાબત છે,પરંતુ અહી ઘણું અલગ થયું હતું.એવું કહેવાય છે કે આ ઝાડ નીચેથી કંઈક એવું મળી આવ્યું હતું જેણે ત્યાંના લોકોને તેમજ પોલીસ અને કેટલાક વૈજ્ઞાનિકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.જેમાં કેટલાક એવા પણ પરીક્ષણો અને સંશોધન કરવામાં આવ્યા ,જે પછી તેની જાણકારી સામે આવી હતી.

તમને જણાવી દઈએ કે આયર્લેન્ડમાં આ વિચિત્ર ઘટના પછી ત્યાના વિસ્તારોમાં સનસનાટી મચી ગઈ હતી.એક 215 વર્ષ જુનું ઝાડ તાજેતરમાં આવેલા વાવાઝોડામાં જડમૂળથી ઉખાડી ગયું હતું.જ્યારે ઝાડનાં મૂળ ઉપર દેખાવા માંડ્યાં,ત્યારે સ્થાનિક લોકોને તેમાં એવું કંઇક વિચિત્ર જોવા મળ્યું હતું.જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી.

જયારે પોલીસની ટીમે પણ ઘણું નિરીક્ષણ કર્યું પરંતુ તે શું હતું,તે સમજી શક્યા ન હતા.આખરે વૈજ્ઞાનિકોને ત્યાં બોલાવ્યા.ત્યારે તેમને એક અડધો હાડપિંજર હોય તેવું જોવા મળ્યું હતું.જયારે આ ઝાડના નીચે હાડપિંજર જોઈને આશ્ચર્યચકિત થયા હતા.આ પછી તેના પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આખરે વૈજ્ઞાનીકોએ કાર્બન ડેટિંગ પદ્ધતિથી શોધી કાઢ્યું કે જે વ્યક્તિ આ હાડપિંજરનો હતો તે વ્યક્તિ 17 થી 20 વર્ષની ઉંમરે મૃત્યુ પામી.પછી તે કાર્બન આઇસોટોપ પદ્ધતિથી પણ મળી આવ્યું કે આ હાડપિંજર લગભગ 1000 વર્ષ જૂનો છે.જ્યારે આ ઝાડ 200 વર્ષ પહેલાં વાવેતર કરવામાં આવ્યું હતું,ત્યારે પણ તેઓ જાણતા ન હતા કે તેની નીચે શું થઈ શકે છે.

સંશોધનના પ્રારંભિક સમયમાં તે જાણવા મળ્યું કે આ વ્યક્તિનું મૃત્યુ કુદરતી નથી,પરંતુ તેના શરીરનો નિર્દયતાથી કાપવામાં આવ્યો હતો.સામાન્ય રીતે આ કોઈ ઝઘડામાં આવી હાલત થઇ હોય અથવા કોઈએ તેને નિર્દય રીતે સજા આપી હોય શકે છે.સંશોધનકારોએ વધુમાં જણાવ્યું હતું કે આ ઝાડ 200 વર્ષ પહેલાં રોપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને વાવેતર કરનાર વ્યક્તિ પણ જાણતો ન હતો કે તેની નીચેનું રહસ્ય શું છે.પરંતુ કુદરતે આ છુપાયેલા રહસ્યને ઘણા વર્ષો પછી બહાર દુનિયા સામે લાવી દીધું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *