આખા ગુજરાતના દિલો પર રાજ કરનારા જીગ્નેશ કવિરાજ જીવે છે ખુબ જ વૈભવી જીવન,તેમની આ તસ્વીરો જોઇને …….

Uncategorized

ગુજરાતમાં અનેક જાણીતા કલાકારો રહેલા છે.જેમાંથી ઘણા ફિલ્મો સાથે જોડાયેલા છે તો કેટલાક સંગીત ક્ષેત્રે જોડાયેલા છે.આવા દરેક કલાકારો ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર દેશમાં જાણીતા રહ્યા છે.આવી સ્થિતિમાં જો જીગ્નેશ કવિરાજની વાત કરવામાં આવે તો તેમના મધુર અવાજથી આખું ગુજરાત ડોલી ઉઠે છે.તેમની લોકપ્રિયતા ઘણી વધારે રહી છે.

આજના સમયમાં ગુજરાતના સફળ અને વધારે સારા કલ્લાકારના લીસ્ટમાં પણ જીગ્નેશ કવિરાજનું નામ સામેલ થાય છે.તે આજે પોતાના ગીતોથી હજારો લોકોના દિલો પર રાજ કરતા થઇ ગયા છે.આવી સ્થિતિમાં આજે તમને જીગ્નેશ કવિરાજના જીવન સાથે જોડાયેલી બાબતો જણાવી રહ્યા છીએ,જેમના ચાહકો હમેશા તેમને વિષે જાણવા માંગતા હોય છે.

આજે જીગ્નેશ કવિરાજ જે સફળતા પ્રાપ્ત કરી છે.તેની પાછળ અનેક સંઘર્ષ રહેલા છે.ગુજરાતી ગીતોનો આ બાદશાહ આજે ખૂબ મોટો માણસ બની ગયો છે.ગુજરાતી ગીત સંજીતનું મોટું નામ એટલે જીગ્નેશ કવિરાજ મનવામાં આવે છે.તમને પણ કદાચ ખબર હશે કે મોટાભાગના લગ્ન પ્રસંગોમાં તેમના જ ગીતો પર મોઝે મોઝ થતી હોય છે.

તમને જણાવી દઈએ કે અન્ય કલાકારો કરતા આ અભિનેતા અને ગાયક જીગ્નેશની વિશેષતા ઘણી અલગ રહી છે.કવિરાજના ગીતો ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશ વિદેશમાં પણ ગુંજતા જોવા મળી રહ્યા છે.તમને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજનો જન્મ 1988 માં મહેસાણા જિલ્લાના ખેરાલુ ગામમાં થયો હતો.

જયારે તેમના બાળપણની વાત કરવામાં આવે તો જીગ્નેશ કવિરાજને પહેલેથી જ સંગીતક્ષેત્રે ખુબ લગાવ રહ્યો હતો.તેમના પિતા તેમના મોટાભાઈ તેમના દાદા તેમજ કાકા પણ સંગીતક્ષેત્રે જોડાયેલા છે.એવું કહેવામાં આવે છે કે જયારે તેઓ નાના હતા ત્યારે પિતા અને કાકા સાથે ભજનનાં પ્રોગ્રામોમાં જતા.

પરંતુ ઘરના લોકો એવી ઈચ્છા રાખતા હતા કે તે ભણે.પરંતુ જીગ્નેશ કવિરાજને પહેલેથી ભણવામાં ઓછો રસ હતો.તે વધારે ધ્યાન સંગીતક્ષેત્રે જ આપતા આવ્યા હતા.એવું કહેવામાં આવે છે કે એક દિવસ જીગ્નેશ કવિરાજના ફરિયામાં એક લગ્ન પ્રસંગ હતો.આ સમયે જીગ્નેશ કવિરાજ લગ્નગીત ગાવાનો મોકો મળ્યો હતો.

માત્ર 13 વર્ષના જીગ્નેશ કવિરાજને તે સમયે કમલેશભાઈ તેમને એક ગીત ગાવા માટે આપે છે.જયારે જીગ્નેશ કવિરાજ તેના પ્રિય મણિરાજ બારોટનું લીલી તુવેર સૂકી તુવેર ગીત ગયું ત્યારે ત્યાના લોકો તેમના આ ગીતને ખુબ પસંદ કરવા લાગ્યા હતા.આટલું જ નહી પરંતુ બીજા ઘણા ગીતો સાથે લગ્નમાં બધા લોકોને ખુબ મજા કરાવી.જયારે કવિરાજનો અવાજ સંગીત સ્ટુડિયો કમલેશભાઈને પણ ઘણો પસંદ આવી ગયો હતો.

આ સમયે પહેલીવાર જીગ્નેશ કવિરાજને તેમના સ્ટુડિયોમાં મળવા માટે બોલાવ્યો હતો.આ પછી જીગ્નેશ ત્યાં જાય છે.ત્યારે કમલેશભાઈએ એમને કહ્યું હતું કે દશામાંના વ્રત ચાલતા હોવાથી તેમની ઉપર એક કેસેટ રેકોર્ડ કરવાની છે.તે તેમાં તમારો અવાજ રહેશે.તમને જણાવી દઈએ કે તેમના કરિયરની પહેલી ઓડિયો કેસેટ બહાર આવી હતી તેનું નામ દશામાંની મહેર હતી.

આ પછી જીગ્નેશ કવિરાજની દશામાંની મહેર નામની કેસેટ લાખોની સંખ્યામાં વહેંચાઈ હતી.આ પછી તો તેમનું નામ દિવસે દિવસે વધારે લોકપ્રિય થવા લાગ્યું.જીગ્નેશ કવિરાજનું નામ દશામાંની મહેર નામની કેસેટ બાદ ખૂબ મોટું બની ગયું હતું.હાલમાં જીગ્નેશ કવિરાજને નાનામોટા પ્રોગ્રામો મળવાના શરુ થઇ ગયા.

તમને જણાવી ઇડીએ કે જીગ્નેશ કવિરાજ સાથે બનેલો એક એવો પણ કિસ્સો છે જેમમાં એક વખત પ્રોગ્રામમાં ગયા હતા,પરંતુ વધારે લોકો આવેલા ન હોવાથી પ્રોગ્રામ રાત્રે બાર વાગ્યે પૂરો થઇ ગયો.આ સમયે તેમના ગામમાં આવવા માટે કોઈ સાધન મળ્યું ન હતું.આ સ્થીતીમાં તેઓને આખી રાત એક બસસ્ટેન્ડ વિતાવવી પડી હતી.જીગ્નેશ કવિરાજનું જોરદાર ગીત,હાથ માં છે વિકસી અને આંખોમાં પાણી આ ગીતે ખૂબ લાંબા સમય સુધી ચાલ્યું હતું.

આ તેમના ગીતની સફળતા પછી તેવો પ્રેમીના ગીતો ગાવા લાગી ગયા.આજના સમયમાં ડાયરો,લગ્ન પ્રસંગ,અને સાંક્રુતિક કાર્યક્રમ હોય દરેકમાં ખૂબ મોજ કારાવે છે.એમને અત્યાર સુધી ઘણા ડાયરા કર્યા છે.જયારે ગુજરાતના જાણીતા કિંજલ દવે,વિક્રમ ઠાકોર,ગમન ભાઈ સાંથલ સાથે પણ ઘણા ગીતા અને ડાયરાઓ કર્યા છે.

તમને જણાવી દઈએ કે ઘણા લગ્ન ગીતો સાથે નવરાત્રી પોગ્રામ પણ ખૂબ કર્યા છે.જીગ્નેશ કવિરાજ કહે છે કેસફળતા મેળવવા માટે સારા અનુભવો કરતા ખરાબ અનુભવો વધારે ઉપયોગી છે.જીગ્નેશ કવિરાજ એવું પણ જણાવે છે કે અમુક સમ્મ્યે તેમને ગાવા માટે મોકો પણ મળતો ન હતો.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો પોતાની ગાડી સાફ પણ કરવતા હતા.પરંતુ મુશ્કેલીઓનો સામનો કર્યો ત્યારે આજે આટલું મોટું નામ થયું છે.

આજના સમયમાં તેમને જોવા માટે લાખો લોકો ભીડ કરીને ઉભા રહે છે.જયારે ઘણી લોકપ્રિયતા પણ મેળવી રહ્યા છે.તમને જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ વિવાહિત છે.કવિરાજે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.જયારે તે હાલમાં પોતાના પરિવાર સાથે વૈભવી જીવન જીવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *