આટલા કરોડની સંપતિની માલિક છે નેહા કક્કડ,રહે છે આવા મોટા અલીશા ઘરમાં,……..

Boliwood

બોલિવૂડમાં જેવી રીતે સ્ટાર્સ પોતાના અભિનયથી લાખો લોકોને પોતાના બનાવે છે,તેવી જ રીતે બોલીવૂડમાં કેટલાક એવા પણ સિંગરો છે.જે હમેશા પોતાના મધુર અવાજથી લોકોને પાગલ કરી દીધા છે.તમને જણાવી દઈએ કે બોલીવૂડમાં ઘણા સિંગરો છે જે હમેશા પોતાના અવાજના જાદુથી લોકપ્રિયતા મેળવી છે,પરંતુ તે સાથે સાથે પોતાના વૈભવી જીવન માટે પણ પણ વધારે જાણીતા રહ્યા છે.

આવી સ્થિતિમાં જો બોલિવૂડની વધારે જાણીતી એવી સિંગર નેહા કક્કરની વાત કરવામાં આવે તો તે આજે ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે.એવું કહેવામાં આવે છે કે તેમના અવાજમાં એટલો મોટો દર્દ રહ્યો છે કે પોતાના સંગીતના સૂરે ભલભલાને ડોલાવી શકે છે.એવું કહેવામાં આવે છે કે તે પણ ભારતીય આઈડલમાં પ્રથમ પાંચમાં સ્થાન સફળ પ્રાપ્ત કરી ચુકી છે.

પરંતુ તે ફાઇનલમાં આવી શકી ન હતી.આ તેમની હાર હતી,પરંતુ તે પોતાની હિમત હારી ન હતી,અને આજે એક જાણીતી સિંગર બની ગઈ છે.તમને જણાવી દઈએ કે નેહાએ ધ રોકસ્ટાર નામનું આલ્બમ બહાર પાડ્યું હતું,તે પછી તે વધારે જાણીતી થઇ ગઈ હતી.આ પછી તો નેહા દિવસે દિવસે વધારે સફળતા પ્રાપ્ત કરવા લાગી હતી.જયારે આજે ઘણીવાર તે સંગીત ક્ષેત્રે જજ કરતી પણ જોવા મળે છે.

તમને જણાવી દઈએ કે આ સિંગરે ઘણી હીટ ફિલ્મોમાં કેટલાક સારા એવા મ્યુઝિક પણ આપ્યા છે.એવું કહેવામાં આવે છે કે પહેલા નેહા યુટ્યુબ પર તેની ફેન ફોલોઇંગ વધારી રહી હતી,પરંતુ આજે યુટ્યુબે નેહાને રાતોરાત સેલિબ્રિટી બનાવી દીધી છે.નેહાનું ગીત ‘માઇલ હો તુમ હમકો’ યુટ્યુબ પર ખૂબ જ સફળ રહ્યું હતું.

સામાન્ય રીતે જોવામાં આવે તો નેહા કક્કરનો જન્મ 1988 માં દેવ ભૂમિ ઋષિકેશ ઉત્તરાખંડમાં થયો હતો.નેહાનો પરિવાર સામાન્ય રીતે દિલ્હીમાં શિફ્ટ થયો હતો.એવું કહેવામાં આવે છે કે નેહા બાળપણથી ગાવાનો શોખ ધરાવતી હતી.નેહા એવું પણ જણાવી રહી છે કે તેની મ્યુઝિકલ મૂર્તિ મોટી બહેન સોનુ કક્કર માને છે.

એવું કહેવામાં આવે છે કે નેહાએ પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી,કારણ કે જયારે તે 11 મા ધોરણ સુધી અભ્યાસ કરીને આગળ પરીક્ષાની તૈયાર કરવાનો સમય આવ્યો ત્યારે તે જ સમયે નેહાની પસંદગી ભારતીય આઇડોલ માટે કરવામાં આવી હતી.આવી સ્થિતિમાં નેહાને પોતાનો અભ્યાસ છોડી પોતાના સપના પૂરા કરવા માટે જોડાઈ હતી.

નેહા એવું પણ જણાવી રહી છે કે પોતાની મોટી બહેન સોનુ કક્કરને ગાતા જોઈને ગાવાનું શરૂ કર્યું.નેહા ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેણે પોતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બાળપણ દરમિયાન તેના પિતા ઋષિકેશની સ્કૂલની સામે સમોસા વેચતા હતા જ્યાં તે ભણતી હતી.તે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતી હતી પરંતુ તેના સપના સામાન્ય ન હતા.

નેહાના હિટ ગીતોને કારણે તેને બોલિવૂડમાં ગીતની ઓફર મળવા લાગી અને આજે તે બોલિવૂડની ટોચની મહિલા ગાયિકા બની છે.એવું કહેવામાં આવે છે કે નેહા હાલમાં એક ગીત માટે આશરે 10 થી 15 લાખ રૂપિયા લઇ રહી છે.જયારે ટેવની પાસે હાલમાં 60-70 કરોડની સંપતિ પણ છે.આજે તે વૈભવી જીવન જીવી રહી છે.આટલું જ નહિ પરંતુ નેહા પાસે આજે ઘણી મોટી અને મોંઘી કાર પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *