આટલા કરોડોના માલિક હોવા છતાં આવું ખાવાનું ખાય છે મુકેશ અંબાણી,જમવાનું જોઇને તમને પણ નવાઈ લાગશે……

Uncategorized

આજે દેશમાં જો કોઈ વધારે પૈસાની બાબતે ધનિક હોય તો તેમાં પહેલું નામ મુકેશ અંબાણીનું આવે છે.આટલું જ નહિ પરંતુ મુકેશ અંબાણી એશિયાના ધનિક લોકોમાંથી એક છે.તે હમેશા પોતાના વૈભવી જીવન અને અન્ય બાબતે ચર્ચામાં આવતા હોય છે.જયારે તેમનો પરિવાર પણ હમેશા ચર્ચામાં રહે છે.એવું કહેવામાં આવે છે કે તેમનું નામ સમગ્ર દુનિયામાં ફેલાયેલું છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો એક ભારતીય અબજોપતિ ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન અંબાણીના ઘરે મુકેશનો જન્મ થયો હતો.જયારે હાલમાં તે રિલાયન્સ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડીરેક્ટર છે,જયારે મ્તેની પત્ની નીતા અંબાણી પણ એક સફળ બિઝનેશ બુમન છે.તે પણ હમેશા પોતાના મોંઘા શોકને લઈને ચર્ચામાં આવતી જોવા મળે છે.

એક અહેવાલ મુજબ જોવામાં આવે તો હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ પાંચ અમીર વ્યક્તિઓમાં સામેલ થઇ ગયા છે.પરંતુ તમને જણાવી દઈએ કે આટલી વૈભવી જીવન શૈલી હોવા છતાં મુકેશ અંબાણી અને તેમનો પરિવાર હમેશા ગુજરાતી ભોજન માટે જાણીતી રહ્યો છે.તે હમેશા ગુજરાતી ભોજન પહેલા પસંદ કરે છે.

તમને જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ એવું જણાવ્યું હતું કે તેમની દીકરી ઈશા અંબાણી તેમના કરતા પણ સારું ભોજન બનાવે છે.હાલમાં તો તે રિલાયન્સ ગૃપમાં ઘણા સમયથી સક્રિય ભાગ ભજવી રહી છે,પરંતુ જયારે પણ સમય મળે ત્યારે પોતાના પરિવારના સભ્યો માટે સરસ ગુજરાતી ભોજન બનાવતી હોય છે.

આવી જ રીતે જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના મનપસંદ ભોજન વિષે વાત કરવામાં આવે તો તે શાકાહારી છે.જયારે મુકેશ અંબાણીને ભારતીય ભોજન સેવન કરવું ખુબ જ પસંદ છે.ખાસ કરીને દાળ-ભાત અને શાક-રોટલી વધારે પસંદ કરે છે.આજના સમયમાં ભલે તેમની પાસે પૈસાની કોઈ કમી નથી,પરંતુ તે આવું સાદું ભોજન વધારે પસંદ કરતા આવ્યા છે.

મુકેશ અંબાણી ખાવાનો ઘણો શોખ ધરાવે છે.તેમજ મુકેશ અંબાણીને પોતાની પત્ની નીતા અંબાણીના હાથે બનાવેલ ભોજન વધારે પસંદ કરે છે.એટલા માટે મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર મોટાભાગે ઘરે ભોજન કરવાનું જ પસંદ કરે છે.મુકેશ અંબાણીના મનપસંદ ભોજનમાં મુંબઈમાં આવેલ મૈસુર કાફેના મસાલા ઢોસા અને આ રેસ્ટોરંટનું સાઉથ ઇન્ડીયન ભોજન ખાવાનું ખુબ જ પસંદ કરે છે.

અંબાણી પરિવાર ફક્ત ભોજનનો જ શોખીન નથી પરંતુ પોતાના ઘરે આવતા મહેમાનોની આગતા- સ્વાગતા કરવામાં પણ કોઈ કસર બાકી રાખતા નથી.એવું કહેવામાં આવે છે કે તેમના ઘરમાં હમેશા શાંતિ રહેતી હોય છે.તેમનું જીવન ઘણું ભવ્ય છે.જયારે ઘરે આવતા મહેનામોને તે ભગવાન માટે છે.ખાસ કરીને લગ્ન પ્રસંગ નિમિત્તે ખાસ ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ખાસ ભોજન સમારંભની વ્યવસ્થા કરવામાં આવી હતી.જેમાં પોતે ભોજન આપતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *