આટલા કરોડ રૂપિયાની સંપતિની માલિક છે નેહા કક્કર,એક ફિલ્મ માટે લે છે આટલી બધી રકમ…….

Boliwood

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અનેક સુપરસ્ટાર્સ રહેલા છે.તમને જણાવી દઈએ કે આ સ્ટાર્સ ઉપરાંત કેટલાક એવા પણ સિંગરો છે જે આ ફિલ્મી સ્ટાર્સ કરતા પણ વધારે લોકપ્રિયતા ધરાવે છે.આટલું જ નહિ પરંતુ કેટલાક સિંગરોએ તો પોતાના અવાજથી કરોડો લોકોને પોતાના બનાવી લીધા છે.લોકો તેમના ગીતો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આવી સ્થિતિમાં આજે તમને આવા એક સિંગર વિષે જણાવી રહ્યા છીએ,જે નેહા કક્કર છે.આ નેહા કક્કર એક જસ્વી ગાયક તો છે સાથે સાથે પોતાની સુંદરતાને લીધે પણ વધારે જાણીતી રહી છે.તમને જણાવી દઈએ કે નેહાએ 2006 માં ગાયક રિયાલિટી શો ઇન્ડિયન આઇડોલ 2 માં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.જેમાં ટોચનાં પાંચમાં સ્થાન પર રહી હતી.

આટલી સફળતા તો મેળવી પરંતુ તે આખરે ફાઇનલમાં આગળ આવી શકી ન હતી.આ સમયે તે ઘણું દુખી થઇ ગતિ.પરંતુ પોતે હાર માની ન હતી.આ પછી નેહાએ નેહા ધ રોકસ્ટાર નામનું એક આલ્બમ બહાર પાડ્યું.તમને જણાવી દઈએ કે આ આલ્બમ પછી નેહાને એક નવી ઓળખ મળી.તે જોત જોતામાં તો અનેક લોકોના દિલોમાં રાજ કરવા લાગી ગઈ હતી.

આ સફળતા પછી તે સતત આગળ વધતી રહી.આ દરમિયાન નેહાએ યુટ્યુબ પર તેની ફેન ફોલોઇંગ પણ વધારી દીધી હતી.નેહાએ તેના ગીતો યુટ્યુબ પર અપલોડ કરવાનું શરૂ કર્યું.યુટ્યુબે નેહાને રાતોરાત સેલિબ્રિટી બનાવી હતી.એવું કહેવામાં આવે છે કે નેહાનું ગીત માઇલ હો તુમ હમકો યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થઇ ગયું હતું.

તમને જણાવી દઈએ કે હાલમાં નેહાના કરોડો ચાહકો રહેલા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો નેહા કક્કરનો જન્મ રૂષિકેશ ઉત્તરાખંડમાં થયો હતો.પરંતુ તેમનો પરિવાર દિલ્હીમાં આવી ગયો હતો.એવું કહેવામાં આવે છે કે નેહા જયારે નાની હતી ત્યારથી તે ગાવાનો શોખ ધરાવતી હતી.તમને જણાવી દઈએ કે નેહાએ સ્કૂલનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકી નથી.

નેહાએ 11 મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે.આગળ અભ્યાસ કરવાનો હતો,પરંતુ આ સમયે નેહાની પસંદગી ભારતીય આઇડોલ માટે થઇ ગઈ હતી.નેહા એવું પણ જણાવે છે કે પોતાનું બાળપણ ગીતો સાથે પસાર થયું છે.પોતે ભલે સામાન્ય પરિવારમાંથી હતી,પરંતુ પોતાના સપના સામાન્ય રહ્યા ન હતા.તે હમેંશા સફળતા પ્રાપ્ત કરવા માંગતી હતી.

નેહાના હિટ ગીતોને કારણે તેને બોલિવૂડમાં ગીતોની ઓફર મળવા લાગી હતી.આજે તે બોલિવૂડની ટોચની મહિલા સિંગર બની ગઈ છે.આટલું જ નહિ પરંતુ એક ગીત માટે આશરે 10 થી 15 લાખ રૂપિયા પણ લઇ રહી છે.હાલમાં નેહાએ કરોડોની સંપત્તિની માલિકી પણ ધરાવે છે.આટલું જ નહિ પરંતુ તેની પાસે કેટલાક મોંઘા વાહનો પણ સામેલ છે.

નેહાની સંપત્તિની વાત કરવામાં આવે તો કેટલાક મીડિયા અનુશાર એવું કહેવામાં આવે છે તેમની પાસે 60-70 કરોડ રૂપિયાની માલિકી છે.હાલમાં તે ઘણીવાર પોતાના પતિ સાથે વધારે જોવા મળતી હોય છે.નેહા ખાસ કરીને સોસીયલ મીડિયા પર વધારે એક્ટીવ પણ જોવા મળતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *