આટલા રૂપિયાથી શરૂ કરી શકો છો ઓક્સીજન સીલીન્ડરનો ધંધો,દર વર્ષે થશે આટલા લાખ રૂપિયાની કમાણી

Uncategorized

દેશમાં ઉભી થયેલી કોરોનાની બીજી લહેર દિવસે દિવસે વધારે મોટું સ્વરૂપ લઇ રહી છે.જયારે કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઘણો વધારો થઇ રહ્યો છે.હાલમાં રાજ્યના મોટાભાગના હોસ્પિટલોમાં દર્દીઓમાં બેડ હજાર નથી.આવી ગંભીર સ્થિતિ વચ્ચે દરેક લોકોમાં એક ડરનું મોજું ફરી વળ્યું છે.જયારે આ વખતે કોરોનાની સ્થિતિમાં ઓક્સિજનની ભારે અછત જોવા મળી છે.

તમે પણ જોયું હશે કે ઘણા લોકો આખો દિવસ પોતાના પરિવારના સભ્ય ઓક્સિજન માટે લાઈનમાં ઉભા રહ્યા હોય તેવું પણ સામે આવ્યું છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં ઓક્સિજન ઘણી જરૂર વર્તાઈ રહી છે.આવી સ્થિતિમાં આજે તમને ઓક્સિજન સંબંધિત ધંધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જો તમે પણ આ ધંધો ચાલુ કરશો તો ચોક્કસ રીતે ઘણા લોકોને જરૂરી વસ્તુ દેશમાંથી જલ્દી મળી રહેશે.તમને જણાવી દઈએ કે ખૂબ ઓછા પૈસામાં ઓક્સિજન સિલિન્ડરનું કામ તમે પણ ચાલુ કરી શકો છો.હાલમાં કોરોનાને કારણે ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે.પરંતુ જો તમે પણ આવતા સમયમાં આ ધંધા સાથે જોડાશો તો તમને તો લાભ થશે પરંતુ સાથે સાથે દેશના ઘણા લોકોને ઓક્સિજન જરૂરિયાત પણ પૂર્ણ થશે.

તમને જણાવી દઈએ કે આ સમયે લોકોને ઓક્સિજન આપવું એ પણ માનવતાનો સૌથી મોટો ધર્મ હશે.આજે તમને ઓક્સિજન સિલિન્ડરના આ વ્યવસાય અંગે થોડી બાબત જણાવી દઈએ.એક બાબત તમને જણાવી દઈએ કે આ ધંધો ખાલી રોગચાળા દરમિયાન નહિ,પરંતુ ઓક્સિજન સિલિન્ડરનું કાર્ય બીજા અનેક કામમાં પણ થશે.

જો તમે પણ આ ધંધો ચાલુ કરવા માંગો છો તો તમારે એક મોટું સ્થાન શોધવું પડશે.પરંતુ આ સ્થાન હમેશા રહેણાંક વિસ્તારથી દૂર હોવું ખુબ જરૂરી છે.આ સાથે સપ્લાય સુવિધા પણ સરળ હોય.ઓક્સિજન પ્લાન્ટ સ્થાપિત કરવા માટે તમારે સૌ પ્રથમ સિલિન્ડર ઉત્પાદન એકમનો સંપર્ક કરવો આવશ્યક રહેશે.

ઉત્પાદક તમને આ કાર્ય શરૂ કરવા વિશે વિગતવાર કહેશે.ખાસ કરીને સિલિન્ડરમાં ઓક્સિજન ભરવાનું કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ કાર્ય શરૂ કરવા માટે તમારે ફ્લો માપન,ઓક્સિજન માસ્ક,પ્રેશર ગેજ અને કેન્યુલાની જરૂર વધારે પડી શકે છે.આ બધી વસ્તુઓ વિશેની માહિતી એકત્રિત કરીને તમે આ વ્યવસાય ખૂબ જ સરળતાથી શરૂ કરી શકો છો.

તમારે વ્યવસાયના અવકાશ અને પ્રસિદ્ધિ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવી પડશે.જેથી કરીને તમે બનાવેલા ઓક્સિજન સિલિન્ડર વિશે લોકો શોધી શકે અને તેમને ખરીદી શકે.તમને જણાવી દઈએ કે આ કામ સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે.માટે પહેલા આની જેતે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે.પરવાનગી પછી નોંધણી નંબર મળશે ત્યારે સ્થાનિક વહીવટને પણ માહિતી આપવી પડશે.

ઓક્સિજન સિલિન્ડરોના ધંધાનો અમલ કરવા સરકાર દ્વારા નિર્ધારિત ધોરણો પૂરા થઈ શકે તે માટે આ કરવામાં આવ્યું છે.ઓક્સિજન સિલિન્ડર સ્થાપિત કરવા માટે તમારે તેનો પ્લાન્ટ સેટ કરવો પડશે.તમે નાના પાયે ઓક્સિજન પ્લાન્ટનું કામ શરૂ કરવા માંગતા હોવ તો તમારે તેમાં દસથી વીસ લાખ રૂપિયાનું રોકાણ કરવું પડી શકે છે.જે પછી તે તમારી આવક પણ શરૂ કરશે.

જો તમે કોઈ મોટા પ્લાન્ટથી સીધા જ પ્રારંભ કરવા માંગતા હો,તો તમે બેંક પાસેથી લોન પણ લઈ શકો છો.હાલમાં કોરોના રોગચાળામાં લોકો ઓક્સિજન સિલિન્ડર વિશે વધારે જાગૃત થયા છે. આજકાલ ઘણા લોકોએ તેમના ઘરે નાના ઓક્સિજન સિલિન્ડર રાખવાનું શરૂ કર્યું છે.ઓક્સિજન સિલિન્ડર’ની કિંમત વિશે વાત કરવામાં આવે તો 75 લિટરની કિંમત લગભગ 5500 રૂપિયા છે.

તમને જણાવી દઇએ કે સિલિન્ડરમાં ગેસ હંમેશાં કોમ્પ્રેસ કરીને ભરવામાં આવે છે.ઓક્સિજન સિલિન્ડરનું વજન 700 થી 1200 ગ્રામ છે.પરંતુ તેનો ઉપયોગ લાંબા સમય સુધી થઈ શકે છે.કોરોના સમયગાળાની આપત્તિ દરમિયાન બધે ઓક્સિજનની માંગ છે.આવી સ્થિતિમાં તે સહેલાઇથી સમજી શકાય છે કે જો તમે આજે ઓક્સિજન સિલિન્ડરનું કામ શરૂ કરો છો,તો આ સમયે બજારની માંગને પૂરી કરવી લગભગ અશક્ય છે.

તમે ઓક્સિજન સિલિન્ડર વેચીને સારી કમાણી કરી શકો છો,પરંતુ તેના પ્લાન્ટમાં કામ કરવું પણ જોખમ છે.ઉચ્ચ દબાણને કારણે ઘણી વખત સિલિન્ડરો નુકસાન પહોંચાડે છે.આવી સ્થિતિમાં સરકારે ઓક્સિજન પ્લાન્ટમાં કામ કરતા લોકો માટે વિશેષ પ્રોટોકોલ બનાવ્યા છે.બધા કર્મચારીઓએ તેનું પાલન કરવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.એવું માનવામાં આવે છે કે 99 ટકા શુદ્ધ ઓક્સિજન ગેસ હોય છે.આ ઓક્સિજન સિલિન્ડર સાથે એક કીટ પણ આવે છે.જેનો ઉપયોગ ઘરે રાખી વધુ સારી રીતે કરી શકાય છે.પરંતું આ કામ ડોક્ટરની સલાહ વગર ન કરવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *