આર્મીની નોકરી છોડીને બોલીવૂડમાં ધૂમ મચાવે છે આ ફેમસ અભિનેત્રી,અત્યારે આ ફિલ્મોમાં કરી ચુકી છે કામ…….

Boliwood

બોલીવૂડ ઉદ્યોગ એક એવું સ્થાન છે જ્યાં દરેક વ્યક્તિ જોડાવાનું સપનું ધરાવે છે.આટલું જ નહિ પરંતુ ઘણા લોકો તો આ સપના પૂરા કરવા માટે સખત મહેનત પણ કરતા રહે છે.જેમાં ઘણા લોકો સફળ પણ થઇ જતા હોય છે.માટે એવું કહી શકાય છે કે આજે બોલીવુડ વિશ્વનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ બની ગયો છે.

ઘણા એવા પણ લોકો છે જે ફિલ્મોમાં કામ કરવા માટે પોતાની સારી નોકરી છોડવા માટે તૈયાર થઇ જતા હોય છે.આજે તમને બોલિવૂડમાં પણ ઘણા એવા અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળશે જે ફિલ્મોમાં આવતા પહેલા કોઈને કોઈ નોકરી કરતા હતા અથવા તો પોતે કોઈ ધંધામાં જોડાયેલા હતા.આજે તમને બોલીવુડની આવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રીએ આર્મીની નોકરી છોડીને ફિલ્મોમાં આવીને ધમાલ મચાવી રહી છે.અને આ સુંદર અભિનેત્રી માહી ગિલ છે.એક સમય એવો હતો જ્યારે માહી ગિલ ભારતીય સેનામાં જોડાયેલી હતી.પરંતુ તે તેમાં વધારે સમય જોડાઈ શકી ન હતી.અને આખરે આર્મીની નોકરી છોડી દીધી.

એવું કહેવામાં આવે છે કે આ અભિનેત્રીનો જન્મ ચંદીગઢના એક જમીંદર પરિવારમાં થયો હતો. તેના પિતા એક કોલેજમાં સરકારી અધિકારી અને માતા તરીકે પ્રવક્તા તરીકે સેવા આપી ચુકી હતી.જ્યારે માહી અભ્યાસ કરતી હતી,ત્યારે તે એનસીસીમાં જોડાઈ હતી.આ પછી તેને સેનામાં જવાનો એક નવો માર્ગ મળી ગયો હતો.

આ પછી માહીએ સેના માટે પરીક્ષા આપી હતી અને તે પરીક્ષણ ક્લિયર કરવામાં સફળ રહી હતી જેના કારણે તેણીની સેનામાં પસંદગી થઈ હતી.એવું કહેવામાં આવે છે કે જયારે આ અભિનેત્રી માહિ ગિલ આર્મીની તાલીમ આપવા ચેન્નાઇ ગઈ ત્યારે તેમનો અકસ્માત થયો હોવાનો પણ પોતે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.

આ અકસ્માતમાં તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ આ ઘટનાની જાણ થતાં જ માહીના પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તેને પછી બોલાવી દીધી હતી.જયારે આ અભિનેત્રીએ એવું પણ જણાવ્યું હતું,કે આ પછી પોતે બોલિવૂડમાં આવશે.પરંતુ તેને અભિનય કરવાનો થોડો રસ હતો.આ પછી પોતે તેમાં થોડી મહેનત કરી અને તે ફિલ્મોમાં આવવા લાગી.

પરંતુ જો આ અભિનેત્રી સાથે આવી કોઈ ઘટના ન બની હોત તો આજે સેનામાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત જોવા મળી હોત.તેણે શરૂઆતમાં અનેક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું.તેમણે અનુરાગ કશ્યપ દિગ્દર્શિત વર્ષ 2009 માં પહેલી બોલીવુડની ફિલ્મમાં અભિનય કર્યો હતો અને ફિલ્મનું નામ ‘દેવદી’ હતું.

મહી ગિલ અત્યાર સુધીની ઘણી બોલિવૂડ અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.આટલું જ નહિ પરંતુ આજે તેની સુંદરતા પાછળ લાખો યુવાન પાગલ છે.અને તે દિવસે દિવસે વધારે લોકપ્રિય પણ બની રહી છે.આજના સમયમાં તેની ફેન ફોલોઇંગ ખૂબ વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *