આવી હરકતોના કારણે બોબી દેઓલને છોકરી સમજવા લાગ્યા હતા બધા,એક્ટરએ જાતે કર્યો આ ચોકાવનારો ખૂલાસો…..

Boliwood

હિન્દી સિનેમામાં આજે ઘણા સુપરસ્ટાર્સ રહેલા છે.જે પોતાના અભિનય અને સારા કામને લીધે વધારે જાણીતા રહ્યા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડમાં સફળતા પ્રાપ્ત કરવી સરળ નથી,અહી સફળતા પ્રાપ્ત કરતા પહેલા ઘણી સમસ્યાઓનો સામનો કરવો અડતો હોય છે.આવી સ્થિતિમાં જો બોલીવૂડના જાણીતા અભિનેતા બોબી દેઓલની વાત કરવામાં આવે તો તે ઘણા વર્ષોથી ફિલ્મો સાથે સંકળાયેલા છે.

હાલમાં અભિનેતા બોબી દેઓલ 52 વર્ષના થઇ ગયા છે.બોલીવૂડમાં ઘણીખરી સફળતા મેળવવા માટે આ અભિનેતાએ પણ ઘણું સહન કર્યું છે.તમને જણાવી દઈએ કે બોબી દેઓલ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની પહેલી પત્ની પ્રકાશ કૌરનો પુત્ર છે.આજે તમને જાણીતા બોબી દેઓલ સાથે સંકળાયેલ અમુક બાબતો જણાવી રહ્યા છીએ,જે હમેશા ચાહકો જાણવા માંગતા હોય છે.

એવું કહેવામાં આવે છે કે બોબી દેઓલે પિતા ધર્મેન્દ્ર,અને ભાઈ સન્નીની જેમ પોતે બોલીવૂડ ઉદ્યોગમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો.પરંતુ આ અભિનેતા પિતા અને ભાઈ જેવી વધારે સફળતા પ્રાપ્ત કરી શક્યો ન હતો.બોબી દેઓલની મોટાભાગની ફિલ્મો ફ્લોપ રહી છે.આટલું જ નહિ પરંતુ ફ્લોપ અભિનેતા તરીકે પણ બોલીવૂડમાં તેની ઓળખ ઉભી થઇ ગઈ હતી.

ઘણી નિષ્ફળતા પછી અમુક સમયે તે ઘણી ફીટ ફિલ્મોમાં પણ જોવા મળી ચુક્યો છે.તમને જણાવી દઈએ કે આ 52 વર્ષીય અભિનેતા બોબી દેઓલે બાળકલાકાર તરીકે પણ કામ કર્યું છે.એવુ કહેવામાં આવે છે કે જયારે બોબી આઠ વર્ષનો હતો ત્યારે તે ધરમ વીર ફિલ્મમાં જોવા મળ્યો હતો,જયારે તે આશરે 25 વર્ષથી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલો છે.

1995 માં તેણે હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેતા તરીકે પ્રવેશ કર્યો.આ દરમિયાન તેમની પહેલી ફિલ્મ ‘બરસાત’ રિલીઝ થઈ હતી.આ ફિલ્મે તેને ઓળખ બદલી દીધી હતી.આ ફિલ્મમાં ટ્વિંકલ ખન્ના સાથે જોવા મળી હતી.આ ફિલ્મ પણ લોકોએ ખુબ જ પસંદ કરી હતી.આટલું જ નહિ પરંતુ આ ફિલ્મ માટે બોબીને એવોર્ડ પણ મળી ગયો છે.

આ ફિલ્મની સફળતા પછી બોબી દેઓલ પ્રેમ સ્ટોરી ફિલ્મોમાં વધારે જોવા મળ્યો હતો,જેમ કે દિલાલગી,અપને,યમલા પાગલા દીવાના જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું.બોબીએ તેના એક ઇન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે તેના પાતળા અવાજને કારણે લોકો તેને ભાભી કહેતા હતા.બોબીએ વધુમાં જણાવ્યું કે જયારે પોતે નાના હતા ત્યારે અવાજ ખૂબ જ પાતળો હતો.

આટલું જ નહિ પરંતુ જયારે ઘરે ફોન આવે અને પોતે ઉપાડતા ત્યારે સામેવાળી વ્યક્તિ હમેશા એક છોકરી સમજી એવું કહેતા કે બહનજી ધરમજી ઘર પર હૈ.પોતે પોતાના અવાજથી પરેશાન થઇ ગયો હતો.જયારે ઘણા લોકો હમેશા સ્ત્રી કહીને મજાક પણ કરતા હતા.પરંતુ ઉમરની સાથે સાથે પોતે ઘણું ધ્યાન આપ્યું.અને આજે પોતે આવાજ ઘણો બદલી પણ દીધો છે.

તમને જણાવી દઈએ કે બોબી દેઓલ ઘણા વર્ષોથી ફિલ્મોમાં સારી સફળતા મેળવી શક્યા ન હતા,પરંતુ હાલમાં જ તેમની આવેલી આશ્રમની વેબ સીઝનથી વધારે લોકપ્રિય થઇ ગયા છે.એટલું જ નહિ પરંતુ તેમનો આ શો પણ ઘણો લોકપ્રિય રહ્યો છે.હાલમાં બોબી દેઓલનું ભાગ્ય ફરી ચમકવા લાગ્યું છે.ફરી એકવાર બોબીની કારકિર્દી પાટા પર આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *