આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી છોડીને આ મહિલાએ શરૂ કરી ખેતી હવે દર મહીને કરે છે આટલી મોટી કમાણી

India

દરેક વ્યક્તિ હમેશા ઊંચા સંપના જોવે છે,પરંતુ તે સપના ઘણા ઓછા લોકો પૂરા કરી શકતા હોય છે.એવું કહેવામાં આવે છે કે સપના જોવાથી સપના પૂરા થતા નથી,પણ સાથે સાથે અમુક ચોક્કસ મહેનત પણ કરવી પડતી હોય છે ત્યારે ધારી સફળતા પ્રાપ્ત થતી હોય છે.સપનાઓને હકીકતમાં ખૂબ ઓછા લોકો બદલી શકે છે.આજે તમને છત્તીસગઢની મહિલા વલ્લરી ચંદ્રાકર વિષે જણાવવા જઈ રહ્યા છીએ,જેમણે પોતાના સપના પૂર્ણ કરીને ઘણી સફળતા પણ પ્રાપ્ત કરી છે.

એવું કહેવામાં આવે છે કે આ મહિલા કૃષિ જગતમાં પ્રવેશ કર્યો તે પહેલા કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સના માસ્ટર હતા અને તે ત્યાં ભણાવતી હતી.પણ તેમણે હમેશા કઈક અલગ કરવાનું વિચાર હતા.તેમના પણ ઘણા અલગ સપના હતા.આવી જ રીતે તે એક દિવસે પિતા સાથે ફાર્મ હાઉસ પર ગઈ અને ત્યારબાદ તેમણે જે વિચાર આવ્યો તે પછી પોતાના જીવનમાં એક નવો બદલાવ આવી ગયો હતો.

આ પાછી 30 વર્ષીય વલ્લરી આસિસ્ટન્ટ પ્રોફેસરની સારી એવી નોકરી છોડીને પોતે ખેતી કરવા લાગ્યા હતા.એવું કહેવામાં આવે છે કે શરૂઆતમાં તે આશરે 15 એકરમાં ખેતી કરી હતી.જયારે આશરે 4 વર્ષ પાછી તે હવે 45 એકરમાં ખેતી કરી રહી છે.વલ્લરીએ આશરે 2016 માં પ્રથમ ખેતી કરવાનો વિચાર કરીને ખેતીની શરૂઆત કરી હતી.જયારે હાલમાં ખેતીમાં ટેક્નોલોજીના ઉપયોગથી તેમણે પોતાનું એક નવું જ નામ ઉભું કર્યું છે.

તમને જણાવી દઈએ કે આ મહિલા હાલમાં માર્કેટિંગ અને એન્જિનિયરિંગના 7 લોકોને રોજગારી આપી રહી છે.વલ્લરી એવું જણાવી રહી છે કે ખેતી કરવાનો તેમનો વિચાર ઘણા લોકો પસંદ કરતા ન હતા.પરંતુ તે પોતાના સપના પૂરા કરવા માટે તે કરવા માગતી હતી.અને હાર માની ન હતી.આજે તેમના ખેતરમાં ઉગતા શાકભાજીની માંગ દેશ વિદેશમાં થઇ રહી છે.

વલ્લરીને આટલી સફળતા પ્રાપ્ત કરવા માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.ઘરમાં ત્રણ પેઢીથી કોઇએ ખેતી કરી ન હતી.તેના પિતા જે જમીન ફાર્મહાઉસ બનાવવા માટે ખરીદી હતી. તેના પર વલ્લરીએ ખેતી કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.પહેલા તો પરિવારને સમજાવવામાં ખૂબ મુશ્કેલી પડી હતી.કારણ કે કોઈ છોકરી નોકરી છોડીને ખેતી કરતી નથી.આખરે પરિવાર રાજી થયો.આટલું જ નહિ પરંતુ પિયરની સાથે સાથે સાસરિયાઓને પણ હવે તેમના પર ગર્વ થઈ રહ્યો છે.

ખેતીની નવી ટેક્નોલોજી ઇન્ટરનેટ પરથી શીખી અને જોયું કે ઇઝરાયેલ,દુબઇ અને થાઇલેન્ડ જેવા દેશોમાં ઘણી અલગ રીતે ખેતી કરવામાં આવે છે.ઉત્પાદિત થયેલા શાકની સારી ક્વૉલિટી જોઇને ધીમે-ધીમે ખરીદદારો પણ મળવા લાગ્યા.ગામના લોકો પરંપરાગત રીતે ખેતી કરતા હતા.પરંતુ તેમાં ખર્ચ વધુ આવતો હતો જ્યારે ઉત્પાદન અને ફાયદો ઘણો ઓછો થતો હતો.પરંતુ પોતે ઓછા ખર્ચે વધારે આવક ઉભી કરવાનું કામ કર્યું.

આ પછી થાઈલેન્ડ અને અન્ય સ્થળોએથી સારી જાતનું બિયારણ મગાવ્યું,જેને કારણે ઉત્પાદનમાં વધારો થયો.શરૂઆતમાં કારેલા,કાકડી,લીલા મરચાંની સાથે ટમેટા અને દૂધીની ખેતી કરતી હતી. પરંતુ હવે તેણીએ ખેતીનો વ્યાપ વધારીને કેળા,જાંબુ અને હળદરની પણ ખેતી શરૂ કરી છે. ભવિષ્યમાં આ પાકોના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ પણ લગાવશે.

તમને જણાવી દઈએ કે કોમ્પ્યુટર સાયન્સમાં કામ કરનારી મહિલા આજે ટ્રેક્ટરથી ખેતી કરવાથી લઈને પાક ઉત્પાદન,તેનું માર્કેટિંગ અને પેકેજિંગ સુધીના કામ પર દેખરેખ રાખે છે.આટલું જ નહિ પરંતુ વર્ષે લાખોની કમાણી પણ કરી રહી છે.તે બીજા લોકોને પણ કહે છે કે સપના જોવા અને સહકાર કરવા ઘણા અલગ છે,પરંતુ સપના ચોક્કસ રીતે પૂર્ણ થઇ શકે છે જો તેમાં ચોક્કસ મહેનત કરવામાં આવે તો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *