આ અભિનેત્રીઓ 50થી પણ વધુ ઉમરની છે તેમ છતાં લાગે છે ખુબ જ ખુબસુરત,તેમની ખુબસુરતીનું રાજ………

Boliwood

બોલીવુડ સાથે જોડાયેલી અભિનેત્રીઓ હમેશા કોઈને કોઈ નવી ફેશન સ્ટાઇલમાં જોવા મળતી રહે છે.આટલું જ નહિ પરંતુ આ શૈલી તેમની સુંદરતામાં પણ ઘણો વધારો કરતી હોય છે.ખાસ કરીને અમુક અભિનેત્રીઓ પોતાની સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.જે હમેશા પોતાના હોટ લૂકથી લાખો લોકોને પોતાના બનાવતા હોય છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા નવી નવી ફેશન સ્ટાઇલમાં જોવા મળતી હોય છે,જેથી તેમની ઉમરની કોઈ પણ અસર જોવા મળતી નથી.પરંતુ તેમને જોતા એવું લાગે છે જે આ દિવસે દિવસે વધારે યુવાન અને સુંદર બની રહી છે.આજે તમને આવી જ અમુક બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ,જે હાલમાં 50 વર્ષથી પણ વધારે ઉમર ધરાવે છે.

પરંતુ તે આજે પણ યુવાન અને વધારે સુંદરતા ધરાવતી હોય તેવું જોવા મળી રહ્યું છે.આટલું જ નહિ પરંતુ તેમની આ સુંદરતા સામે આજના યુગની અભિનેત્રીઓ પણ તેમની સામે ફિક્કી પડી જાય છે.તમે પણ તેમની અમુક તસવીરો જોશો તો તમને પણ તેમની ઉમર વિષે વધારે ખ્યાલ આવશે નહિ.તો જાણો કોણ છે આ અભિનેત્રીઓ…

તબ્બુ –

તમને જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી તબ્બુ હાલમાં આશરે 50 વર્ષથી વધારે ઉમર ધરાવે છે.પરંતુ તેની સુંદરતા આજે વધારે જોવા મળી રહી છે.તેની સુંદરતા સામે યુવાન અભિનેત્રીઓ પણ જાંખી પડી રહી છે.તમને જણાવી દઈએ કે તબ્બુ તેના અભિનયની સાથે સાથે તેના બોલ્ડ અને હોટ લૂક માટે વધારે લોકપ્રિયતા ધરાવે છે.ખાસ કરીને આ અભિનેત્રી ઘણીવાર યોગ કરતી પણ જોવા મળે છે.અને તેમના કેટલાક ફોટાઓ અને વિડીઓ તેમના ચાહકોને શેર કરતી રહે છે.

રેખા –

બોલીવૂડની સદાબહાર ગણાતી અભિનેત્રી રેખા હમેશા સ્ટાઇલ અને ફેશન સેન્સને લઈને વધારે જાણીતી રહી છે.આ અભિનેત્રી ભલે હાલમાં ફિલ્મોમાં જોવા મળતી નથી,પરંતુ તેની લોકપ્રીયતા ઘણી વધારે રહી છે.હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી રેખાનું નામ ટોચ પર આવે છે.તેમની ઉમર ઘણી વધારે છે પરંતુ સુંદરતાની બાબતમાં ઘણી આગળ રહી છે.તમને જણાવી દઇએ કે રેખા રોજ પોતાને ફીટ રાખવા માટે યોગ કરે છે.રેખા માને છે કે યોગ વ્યક્તિને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવે છે.

ભાગ્યશ્રી –

બોલિવૂડની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી ભાગ્યશ્રી આશરે 52 વર્ષની થઇ છે.પરંતુ તે પોતાના હોટ લૂકથી લાખો લોકોને પોતાના બનાવી લીધા છે.તમને જણાવી દઈએ કે તે બે બાળકોની માતા પણ છે,આવી સ્થિતિમાં પણ તે વધારે યુવાન અને સુંદર દેખાતી આવી છે.ભાગ્યશ્રી પોતાને ફીટ રાખવા માટે દરરોજ નિયમિત કસરત કરે છે.ભાગ્યશ્રી યોગ અને સમર્પિત જિમ રેટ સ્ટેમિના બિલ્ડિંગની કસરત પણ કરે છે અને સારો આહાર પણ લે છે.જે તેની સુંદરતામાં વધારો કરે છે.

સંગીતા બિજલાની –

તમને જણાવી દઈએ કે આ અભિનેત્રી હાલમાં આશરે 60 વર્ષની ઉંમર ધરાવે છે.પરંતુ સંગીતા બિજલાની દેખાવમાં આજે ખૂબ જ સુંદર જોવા મળી રહી છે.તેમની આ સુંદરતા પાછળ આજે પણ લાખો યુવાનો પાગલ છે.એવું કહેવામાં આવે છે કે તેમની સુંદરતા પાછળ દૈનિક યોગ અને કસરત છે.તમને જણાવી દઈએ કે સંગીતા બિજલાની તેના વર્કઆઉટ્સ અને યોગાના કેટલાક ફોટાઓ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી રહે છે.

માધુરી દીક્ષિત –

બોલિવૂડમાં જો કોઈ ધક-ધક ગર્લ તરીકે ઓળખ ધરાવતું હોય તો તે જાણીતી અભિનેત્રી માધુરી દીક્ષિત છે.આ એક એવી અભિનેત્રી છે જે જેણે પોતાની ફિલ્મી કરિયરમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મો આપી છે.તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત આશરે 53 વર્ષની થઇ છે.પરંતુ આ ઉંમરે પણ તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.માધુરી પોતાની તંદુરસ્તી અને સુંદરતા યોગથી જાળવી રાખી છે.તમને જણાવી દઈએ કે માધુરી દીક્ષિત જીમમાં જઈને પોતાને ફીટ રાખવા માટે મહેનત કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *