આ અભિનેત્રીના પિતા બનાવતા હતા રાજેશ ખન્નાના કપડા,તેમના સાથે શાહિદ કપૂરનો છે ખાસ સબંધ……..

Boliwood

બોલીવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જે પોતાના જોરદાર અભિનયથી વધારે જાણીતા થયા છે.આટલું જ નહિ પરંતુ તેમણે અનેક ફિલ્મો કરીને પોતાનું નામ એક અલગ ઉંચાઈ પર લઇ ગયા છે.આવી જ રીતે હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાની વાત કરવામાં આવે તો તે હમેશા પોતાની અલગ સ્ટાઇલ માટે જાણીતા રહ્યા છે.

એવું કહેવામાં આવે છે કે અભિનેતા રાજેશ ખન્નાએ આશરે એકસાથે 15 હિટ ફિલ્મો આપી હતી,જેના લીધે તેમને બોલિવૂડમાં સુપરસ્ટારનો દરજ્જો મળ્યો હતો.આ એક એવા અભિનેતા છે જે પોતાની ફિલ્મો ઉપરાંત ઘણા કામ માટે ચર્ચામાં રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતાએ આશરે 1966 માં ફિલ્મ ‘આખરી ખત ‘ થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના હમેશા પોતાના કપડાં પહેરવાની શૈલીને લઈને વધારે ચર્ચામાં રહ્યા હતા.જયારે તેમના ચાહકો પણ બંગાળી શૈલીની ધોતી કુર્તા અથવા સફારી સૂટ પણ વધારે પસંદ કરતા હતા.પરંતુ ઘણા ઓછા લોકો જાણતા હશે કે સુપરસ્ટાર રાજેશ ખન્ના કયા દરજી પાસે પોતાના કપડા તૈયાર કરાવતા હતા.

તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સમયે આ અભિનેતાના કપડા તૈયાર કરનાર બલદેવ પાઠકની બંને પુત્રીઓ અને તેમના જમાઈ આજે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ ધરાવે છે.એવું કહેવામાં આવે છે કે રાજેશ ખન્નાના કપડાં તૈયાર કરવા પરથી બલદેવ પાઠક વધારે લોકપ્રિય થયા હતા.આટલું જ નહિ પરંતુ દેશના ખૂણે ખૂણેથી લોકો બાલદેવ પાઠક પાસે કપડાં તૈયાર કરાવા માટે આવતા થયા હતા.

બલદેવ પાઠકે એક પૂર્વ યુગની અભિનેત્રી દિના પાઠક સાથે લગ્ન કર્યા હતા.રત્ના પાઠકે બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.બલદેવ પાઠક અને દિના પાઠક બે પુત્રીના માતાપિતા બન્યા હતા.જેમાં એક રત્ના પાઠક અને સુપ્રિયા પાઠક છે.આ બંને બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ રહી છે.જયારે તેમના જમાઇઓ પણ બોલિવૂડમાં એક ખાસ ઓળખ ધરાવે છે.

 

એવું કહેવામાં આવે છે કે રત્ના પાઠકે જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહ સાથે લગ્ન કર્યા છે,જ્યારે સુપ્રિયા પાઠકે પંકજ કપૂર સાથે સાત ફેરા લીધા છે.તમને જણાવી દઈએ કે સુપ્રિયા અભિનેતા શાહિદ કપૂરની સાવકી માતા છે.તમને જણાવી દઈએ કે રાજેશ ખન્ના જીવનના અંતિમ તબક્કામાં ખૂબ બીમાર હતા.જેના કારણે તેમણે તેમના બંગલા આશીર્વાદમાં અંતિમ શ્વાસ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *