આ આલીશાન બંગલામાં રહે છે મિથુન ચક્રવર્તી,તેમના પાસે છે આટલા કરોડની સંપતિ…

Boliwood

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા કલાકારો છે જે પોતાના અભિનયથી આજે વધારે લોકપ્રિય બન્યા છે.આટલું જ નહિ કેટલાક સ્ટાર્સ આજે સુપરસ્ટાર્સ માનવામાં આવે છે.જે હમેશા પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના વૈભવી જીવન માટે વધારે ચર્ચામાં આવતા હોય છે.આવી સ્થિતિમાં જો જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તીની વાત કરવામાં આવે તો તે એક સફળ અભિનેતા રહ્યા છે.

આજે પણ લોકો તેમના અભિનયને વધારે પસંદ કરી રહ્યા છે,જયારે આ અભિનેતાએ પોતાના અભિનયથી કરોડો લોકોને પોતાના બનાવ્યા છે.તમને જણાવી દઈએ કે આજે ભલે તેમના ચાહકોની સંખ્યા વધારે રહી છે,પરંતુ ઘણા ઓછા લોકો તેમનું અસલી નામ જાણે છે.આટલું જ નહિ પરંતુ તેમને આજે મિથુન ચક્રવર્તીના નામથી જ વધારે ઓળખ મેળવી છે.

તમને જણાવી દઈએ કે તેમનું અસલી નામ ગૌરાંગ ચક્રવર્તી છે અને લોકો તેમને પ્રેમથી મિથુન દા પણ કહે છે.મિથુન ચક્રવર્તી તેની એક્ટિંગ અને ડાન્સ માટે વધારે જાણીતા રહ્યા છે.એવું કહેવામાં આવે છે કે આ અભિનેતાએ ફિલ્મી કરિયરમાં આશરે 350 થી પણ વધારે ફિલ્મોમાં પોતાની અભિનય બતાવ્યો છે.

મિથુન ચક્રવર્તીએ ખાલી હિન્દી જ ફિલ્મો નહિ પરંતુ બંગાળી,ઉડિયા,ભોજપુરી,તામિલ,તેલુગુ,કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીએ વર્ષ 1976 માં ફિલ્મ મૃગયાથી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી અને મિથુન દાને પ્રથમ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળી ગયો છે.

આજે મિથુન દા જે ઓળખ ધરાવે છે તેવી ઓળખ અન્ય કલાકાર નથી ધરાવતા.કારણ કે પોતે પોતાના શ્રેષ્ઠ અભિનયના આધારે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.એવું કહેવામાં આવે છે કે મિથુન ચક્રવર્તીએ હિંદી સિનેમામાં આશરે 26 વર્ષની વયે કામની શરૂઆત કરી હતી,આ પછી તે સતત ફિલ્મોમાં જોડાયેલા રહ્યા હતા.

મિથુન ચક્રવર્તીએ ઘણી હીટ ફિલ્મો આપી છે,જે આજે પણ લોકો વધારે પસંદ કરી રહ્યા છે.મિથુન ચક્રવર્તીએ તેની ફિલ્મી કરિયરમાં ઘણી સફળતા મેળવી છે,પરંતુ એક સમય એવો પણ આવ્યો હતોમ્જ્યારે તેમની ફિલ્મો સતત ફ્લોપ સાબિત થઇ રહી હતી.1993 થી 1998 નો સમય મિથુન ચક્રવર્તીની ફિલ્મ કારકીર્દિ માટે ખૂબ જ ખરાબ સમય સાબિત થયો હોવાનું કહેવામાં આવે છે.

આ સમય દરમિયાન મિથુન દાની આશરે 33 ફિલ્મો સતત ફ્લોપ સાબિત થઇ હતી,પરંતુ આવી સ્થિતિમાં પણ પોતે ફિલ્મી મેદાન છોડીને ભાગ્ય ન હતા.અને આજે એક સુપરસ્ટાર બની ગયા છે.આ દરેક તેમની સખત મહેનતનું પરિણામ કહેવામાં આવે છે.આજે તેમની પાસે દરેક સુખ સંપત્તિ છે.

આટલું જ નહિ પરંતુ આટલા સમયમાં મિથુન ચક્રવર્તીએ ફિલ્મોથી ઘણી કમાણી પર કરી છે.આવી સ્થિતિમાં જો તેમની કુલ સંપત્તિની વાત કરવામાં આવે તો આજે મિથુન દા પાસે આશરે 258 કરોડથી વધારાની સંપત્તિના માલિક પણ છે.જયારે તે હાલમાં મુંબઇમાં પોતાના પરિવાર સાથે એક ભવ્ય અને લક્ઝુરિયસ બંગલામાં પણ રહે છે.

એવું કહેવામાં આવે છે કે તે હાલમાં મોનાર્ક ગ્રુપ હોટેલ્સની માલિકી પણ ધરાવે છે.તમને જણાવી દઈએ કે મિથુન દા ઓટી,તમિળનાડુમાં મસીનાગુડી અને કર્ણાટકના મૈસુરમાં લક્ઝરી હોટલોના માલિક પણ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે મિથુન ચક્રવર્તીની ઓટી હોટેલમાં 59 ઓરડાઓ, ચાર લક્ઝરી સ્વીટ,આરોગ્ય માવજત કેન્દ્ર,ઇન્ડોર સ્વિમિંગ પૂલ,લેઝર ડિસ્કો થિયેટર,મિડ નાઇટ અને બાળકો સાથેનો ડિસ્કો આવી તો અનેક સુવિધાઓ પણ રહેલી છે.

ખાસ કરીને એવું કહેવામાં આવે છે કે મિથુન ચક્રવર્તીને કૂતરા રાખવાનો વધારે શોખ છે,જયારે એવું પણ કહેવામાં આવે છે કે તેમના ઘરે આશરે 76 કૂતરા પણ છે.જે હમેશા તેમના ભવ્ય ઘરમાં ફરતા રહે છે.મિથુન દાની મૈસુર હોટલમાં 18 સુસજ્જ એસી કોટેજ,2 એસી સ્વીટ,ઓપન એર મલ્ટિક્વિઝિન રેસ્ટોરન્ટની સાથે સ્વિમિંગ પૂલ,પૂલ ટેબલ અને ટ્રાવેલ સંબંધિત સેવાઓ છે.

મિથુન ચક્રવર્તી એક સારા અભિનેતા હોવા ઉપરાંત એક સફળ ઉદ્યોગપતિ પણ રહ્યા છે.જે હાલમાં કરોડોની આવક હોટલમાંથી મેળવી રહ્યા છે.જયારે તેમના પરિવારની વાત કરવામાં આવે તો તેમના ત્રણ પુત્ર અને એક પુત્રી છે.મિથુન ચક્રવર્તીએ માત્ર થોડા વર્ષ પહેલા જ તેમના પુત્ર મીમોહ સાથે લગ્ન કર્યા છે અને તેમની વહુ મેડલસા પણ એક અભિનેત્રી છે.

તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાનીને દત્તક લેવામાં આવી છે,એમ કહેવામાં આવે છે કે મિથુન ચક્રવર્તીને દિશાની કચરાપેટીમાંથી મળી.મિથુન ચક્રવર્તી અને તેમની પત્ની યોગિતા બાલીએ દિશાની ઉછેરમાં કોઈ કસર છોડી નથી.આજે તેમનો પરિવાર ખુશીઓ સાથે પોતાનું જીવન જીવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *