આ કારણે સગી બહેનનું ભાઈએ ગળું દબાવીને કરી દીધું મૃત્યુ કારણ જાણીને તમે પણ ચોકી જશો…….

India

ભાઈ બહેનનો સબંધ ઘણો પવિત્ર સબંધ છે.આટલું જ નહિ પરંતુ ભાઈ હમેશા પોતાની બહેન માટે રક્ષક બનીને ઉભો રહે છે.દરેક તબક્કે બહેનનો સાથ આપે છે.માટે ભાઈ બહેનનો પ્રેમ ઘણો અતુટ છે.પરંતુ પંજાબના એક વિસ્તારમાંથી એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ભાઈ બહેનના આવા પ્રેમભર્યા સબંધો માટે એક કલંક સાબિત થઇ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સામાં એવું સામે આવ્યું છે એ સગા ભાઈએ જ તેના મિત્ર સાથે મળીને બહેનની હત્યા કરી નાખી હતી.આટલું જ નહિ પરંતુ ભાઈએ દુપટ્ટા વડે બહેનનું ગળું દબાવી દીધું હતું.અને બહેન બેભાન થઇ ત્યારે તેના પર ધડાધડ કરતી નવ ગોળી મારીને લોઈલુહાણ કરી નાખીને હત્યા કરી લીધી હતી.

એવું કહેવામાં આવે છે કે આ હત્યા બહેનના ભાગની જમીન હડપ કરવા માટે કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે ગત્ત મહીને તે વિસ્તારમાં રહેતી એક યુવતીને નવ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.જયારે આ હત્યા થઇ ત્યારે તે વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો.આખા વિસ્તારમાં એક ડર ઉભો થઇ ગયો હતો.

પરંતુ આ સમગ્ર હત્યાનો કેસ પંજાબ પોલીસે ઘણા ઓછા સમયમાં જ ઉકેલી નાખ્યો હતો.જેમાં પોલીસે યુવતીના નાનાભાઈ અને તેના એક મિત્રની ધરપકડ કરી છે.આટલું જ નહિ પરંતુ પોલીસે બંદૂક અને ત્રણ ગાડી પણ જપ્ત કરી છે.સ્થાનિક પોલીસે આ હત્યાકાંડ વિશે માહિતી આપતા વધુમાં એવું જણાવ્યું છે કે યુવતીની હત્યા તેના સગા ભાઈએ જ કરી છે.

પોલીસે જણાવ્યું કે યુવતીએ આજથી આઠ વર્ષ પહેલા પરિવારની મરજી વિરુદ્ધ બાજુના ગામના એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા.પરંતુ લગ્નના થોડા સમય પછી પરિવારના લોકો સાથે વધારે મનમેળ થયું ન હતું.જેના કારણે કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો.જયારે યુવતી ફરીથી તેના પતિ પાસે જવા માંગતી હતી.પરંતુ ભાઈ આ માટે રાજી ન હતો.

આ પછી ભાઈએ બદનામી અને બહેનના ભાગની જમીન પર કબજો કરવાના ઈરાદા સાથે તેણે બહેનની હત્યાનું ષડયંત્ર તૈયાર કર્યું હતું.પોલીસે વધુમાં એવું પણ જણાવ્યું છે કે હત્યાના એક દિવસ પહેલા હત્યારાઓએ ઇનોવા કારમાં રેકી કરી હતી.બીજા દિવસે બીજી ગાડીમાં તેઓ ત્યાં પહોંચ્યા હતા.આટલું જ નહિ પરંતુ યુવતીના ભાઈએ એક ચોરીનો મોબાઈલ પણ લીધો હતો.

આ ફોનથી વોટ્સએપ કૉલ કર્યો હતો.કારણ કે તેને ટ્રેસ ન કરી શકાય.જ્યારે બહેન ત્યાં આવી ત્યારે જરૂરી વાત કરવાનું કહીને ગાડીની પાછળની સીટમાં બેસવાનું કહ્યું હતું.આ પછી ભાઈએ યુવતીના દુપટ્ટાથી ગળું દબાવી દીધું હતું.જે પછી યુવતી બેભાન થઇ ગઈ હતી.આ પછી રિવૉલ્વરમાંથી નવ ગોળી તેના શરીરમાં ધરબી દીધી હતી.પરંતુ પોલીસે હાલમાં તેના ભાઈ ને મિત્રોની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *