આ કેવો પ્રેમ ? 100 ફૂટ ઉંચી ટોકી પર ચડ્યો પ્રેમિ,જયારે તેની પ્રેમિકા આવી પછી કર્યું કંઇક એવું કે…….

India

આપણને રોજ સમાચારમાં કેટલાક કિસ્સા પ્રેમ સાથે સંકળાયેલા હોય તેવું જોવા મળતું હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો લોકો પ્રેમમાં પોતાની દરેક હદો પાર કરી જવા માટે તૈયાર હોય છે.જયારે ઘણા એવા પણ લોકો જે પ્રેમ માટે તો પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઇ જતા હોય છે.આવા તો અનેક પ્રેમના કિસ્સાઓ રોજ સામે આવતા હોય છે.

પ્રેમમાં દરેક વ્યક્તિ સફળ થઇ શકે તેવું કહેવું ઘણું મુશ્કેલ હોય છે.ઘણીવાર પ્રેમ જીવનમાં કેટલાક ઉતાર ચડાવ પણ આવતા હોય છે.આવી સ્થિતિમાં અમુક સમયે નાનો ઝગડો મોટું રૂપ ધારણ કરતો હોય છે.જેનો અંત ઘણો ખરાબ જોવા મળતો હોય છે.અમુક સમયે પ્રેમમાં નિષ્ફળતાને કારણે પ્રેમી કે પ્રેમિકા પોતાનો જીવ પણ ગુમાવી બેસે છે.

તમને જણાવી દઈએ કે આજે આવો પ્રેમ સાથે જોડાયેલો એક કિસ્સો ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું જાણવા મળ્યું છે કે અહીંનો એક વ્યક્તિ જે પોતે ખાનગી હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે,પરંતુ પ્રેમમાં ગુસ્સે થઈને સો ફૂટની ઊચી ટાંકી પર ચડી ગયો હતો.

આટલું જ નહિ પરંતુ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આ પાણીની ટાંકી પર ચડી ગયા પછી તેમણે વહીવટ અને મીડિયાને ફોન કરવાની માંગ કરી હતી.આવી સ્થિતિમાં ટૂંક સમયમાં હોસ્પિટલ વહીવટીતંત્રે પોલીસને જાણ કરી હતી.પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી.આ પછી આ યુવક પ્રેમીએ આખરે પોતાની પ્રેમિકાને બોલાવવાની માંગ કરી હતી.

જયારે આવી સ્થિતિમાં પોલીસને એવું લાગ્યું કે પ્રેમિકા આવશે તો આ પ્રેમી તેની વાત ચોક્કસ રીતે માનશે.અને જલ્દીથી નીચે આવશે.તેની માંગને ધ્યાનમાં રાખીને જલ્દી તેની પ્રેમિકાને બીલાવી હતી.એવું પણ કહેવામાં આવે છે કે તેની પ્રેમિકા પણ યુવકની આ જ હોસ્પિટલમાં સાથે કામ કરતી હતી.

પોલીસે જયારે પ્રેમિકાને બહાર બોલાવી ત્યારે જેવી પ્રેમિકા બહાર આવી કે તરત જ આ પ્રેમી ટાંકી પરથી નીચે કૂદી ગયો હતો.આટલી ઊંચાઈથી તે જમીન પર નીચે પડ્યો હતો.ત્યાના લોકો ત્યાં ભેગા થઇ ગયા પરંતુ.સો ફૂટની પાણીની ટાંકી પરથી નીચે કુદ્વાને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.તમને જણાવી દઈએ કે આ યુવક આશરે 26 વર્ષનો હતો.

હોસ્પિટલના લોકોના જણાવ્યા અનુસાર આ યુવક અને તેની પ્રેમિકા ઘણા લાંબા સમયથી પ્રેમમાં હતા.તાજેતરમાં જ બંને વચ્ચે કંઇક બાબતે ઝઘડો થયો હતો.આ કારણે ગુસ્સામાં આ યુવક પ્રેમી હોસ્પિટલની બહાર નીકળી ગયો હતો અને પાણીની ટાંકી પર ચડી ગયો હતો.પરંતુ જયારે પ્રેમિકા તેની સામે આવી કે તરત તે નીચે કૂદી પડ્યો.પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરી તેના પરિવારજનોને જાણ કરી છે.

તમને જણાવી દઈએ કે આ આખી ઘટના બાદ હોસ્પિટલના દરેક લોકો ચોંકી ઉઠ્યા છે.જયારે ઘણા લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે.ઘણા લોકો એવું વિચારે છે કે પ્રેમમાં આ યુવક કોઈ દિવસ આત્મહત્યા પણ કરવા તૈયાર થઇ જશે.હાલમાં પોલીસ આ સમગ્ર બાબત પર તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *