આ ખુબસુરત અભિનેત્રી પર આવ્યું હતું કે એલ રાહુલનું દિલ,બધાની સામે આ કામ કરતાં આવ્યા હતા નજર…..

Boliwood

બોલીવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે હમેશા કેટલાક ભારતીય ખેલાડીઓને પસંદ કરતી આવી છે.આટલું જ નહિ પરંતુ ઘણી અભિનેત્રીઓએ તો લગ્ન પણ કરી લીધા છે.સામાન્ય રીતે જોવામાં આવે તો બોલીવૂડ અને ક્રિકેટ જગત વચ્ચે ઘણા સમયથી સારા સબંધો રહ્યા છે.જેમાં ઘણી અભિનેત્રીઓ ક્રિકેટર પર પોતાની દિલ દઈ બેસતી હોય છે.

ઘણીવાર સોસીયલ મીડિયા પર પણ કેટલાક આવા પ્રેમના કિસ્સાઓ ચર્ચામાં જોવા મળતા હોય છે.ખાસ કરીને જોવામાં આવે તો તેમના આ પ્રેમના સબંધો મિત્રતાથી શરૂ થાય છે,આ પછી તેમની આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ જતી જોવા મળે છે.આવામાં એક ભારતીય ખેલાડી કેએલ રાહુલ આઈપીએલમાં તો બધાના દિલ જીતી રહ્યો છે,પરંતુ તેના પર એક સુંદર અભિનેત્રી પ્રેમમાં પડી હોય તેવું જોવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટ ટીમમાં પોતાનું સ્થાન જાળવનારા કેએલ રાહુલે ઘણી લોકપ્રિયતા મેળવી છે,જેમાં ઘણી છોકરીઓ પણ તેમની ઘણી દીવાની છે.પોતાની તોફાની બેટિંગથી દરેકના દિલમાં રાજ કરનાર રાહુલે આ દિવસોમાં કોઈ બીજાને દિલ આપી બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ સમગ્ર બાબત સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાહુલને બોલીવુડની ફિલ્મ મુન્ના માઇકલની અભિનેત્રી નિધિ અગ્રવાલ સાથે ઘણીવાર જોવા મળ્યો હતો.આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ બંને વચ્ચે પ્રેમના સબંધો ઉભા થઇ ગયા છે.પરંતુ પોતે આ સબંધો અંગે કોઈ પણ જણાવ્યું નથી.

તમને જણાવી દઈએ કે ઘણીવાર નિધિ અને રાહુલની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતી જોવા મળી રહી છે.પરંતુ આ પોતાના પ્રેમને સ્વીકારતા નથી.આવી સ્થિતિમાં હવે તેમનું નામ એક પંજાબી અભિનેત્રી સાથે સંકળાયેલું જોવા મળી રહ્યું છે.પંજાબની સુંદર અભિનેત્રી સોનમ બાજવા રાહુલના દિલમાં આવી ગઈ છે.

જયારે રાહુલ પણ તેને ફ્લર્ટ કરતો હોય તેવું સામે આવ્યું છે.એવું કહેવામાં આવે છે કે સોનમ બાજવાએ એક પોસ્ટ શેર કરી હતી,જેમાં લખ્યું હતું કે સૂર્યાસ્ત જોતી વખતે હું તમને યાદ કરું છું, આ પોસ્ટ સાથે રાહુલને ટેગ કરવામાં આવ્યો હતો.હવે આવી પોસ્ટ રાહુલ પોતાને રોકી શકતો નથી.તેમણે પણ ઝડપથી જવાબ આપ્યો કે ફક્ત એક કોલનું અંતર છે.

તમને જણાવી દઈએ કે આ કિસ્સો પહેલીવાર નથી.આ પહેલા પણ બંને ઘણી વખત સોશિયલ મીડિયા પર આવી બાબતો સાથે જોવા મળ્યા છે.અગાઉ સોનમે એક પોસ્ટ મૂકી હતી કે આજે ડેટ છે ત્યારબાદ રાહુલે વિચારતા સ્મિત સાથે જવાબ આપે છે કે ડેટ કોની સાથે છે.સોનમ બાજવા સોશિયલ મીડિયા પર ખૂબ પ્રખ્યાત છે.

હાલમાં તો આ બંનેની આવી પોસ્ટ સાથે વાતો લોકો પણ પસંદ કરી રહ્યા છે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે સોનમના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 2.1 મિલિયન ફોલોઅર્સ છે,જેથી તમે તેની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકો.સોનમ પંજાબી ફિલ્મોમાં તેની અભિનયથી ઘણી લોકપ્રિયતા પણ મેળવી રહી છે.હવે આવતો સમય બતાવશે કે રાહુલ તેમની સાથે જોવા મળે છે કે નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *