આ છે એવું ચમત્કારી મંદિર કે જ્યાં પવિત્ર દીવો નદીના પાણીથી સળગાવવામાં આવે છે,જાણો શું છે ઈતિહાસ…

Uncategorized

દેશમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલ છે,જયારે આમાંથી ઘણા મંદિરો પોતાના કેટલાક ચમત્કારો માટે વધારે જાણીતા રહ્યા છે.આટલું જ નહિ પરંતુ આજના કળયુગમાં જયારે આવા ચમત્કારો જોવા મળે છે ત્યારે ભકતોની ભીડ હમેશા તે મંદિરમાં હમેશા જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જ એક પ્રાચીન અને અનોખી શક્તિ ધરાવતા મંદિર અંગે જણાવી રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે જે મંદિર વિષે વાત કરવા જઇ રહ્યા છીએ તે મંદિરમાં જે દીવો સળગી રહ્યો છે તે ઘી કે તેલનો નહિ પરંતુ નદીના પાણીથી સળગતો જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે જોવામાં આવે તો આજ સુધી પાણીથી કોઈ પણ જ્યોત સળગી નથી,પરંતુ આ મંદિરમાં જે જોવા મળી રહ્યું છે તે ઘણું જ અલગ અને ચમત્કારિક રહ્યું છે.

એવું કહેવામાં આવે છે કે આ મંદિર મધ્ય પ્રદેશના શારજાહ પૂર જિલ્લાના ગડીયાઘાટમાં આવેલ છે.જયારે આ મંદિરનુ આ રહસ્ય આજે પણ રહસ્ય રહ્યું છે.તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશનો ગડિયાઘાટ માતાજીના મંદિરમાં એક અનોખી ઘટના માટે જાણીતું થયું છે.તમને જણાવી દઈએ કે કાલિસિંધ નદીના કાંઠે વસેલા આ મંદિરમાં દીવો પ્રગટાવવા માટે કોઈ ઘી અથવા તેલની જરૂર નથી.

પરંતુ તે પાણીથી સળગે છે.દૂર દૂરથી લોકો તેને જોવા અહીં આવે છે.આટલું જ નહિ પરંતુ તમને જણાવી દઈએ કે આ મંદિરના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળ્યા છે.કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે ગડીયાઘાટ માતાજીના નામથી પ્રખ્યાત આ મંદિર કાલિસિંધ નદીના કાંઠે આગર માલવાના નલખેડા ગામથી આશરે 15 કિમી દૂર ગડિયા ગામ નજીક આવેલું છે.

તમને જણાવી દઈએ કે વર્ષોથી આ મંદિરમાં પૂજા કરતા કે પૂજારી એવું જણાવી રહ્યા છે કે પહેલા અહી તેલનો દીવો થતો હતો,પરંતુ વર્ષો પહેલાં તેમને માતાજી સપનામાં આવ્યા હતા.માતાએ સપનામાં આવીને એવું જણાવ્યું હતું કે ત્યાં રહેલ નદીના પાણીથી દીવો કરવો.જયારે આવી સ્થિતિમાં બીજા દિવસે સવારે ઉઠીને વહેતી કાલિસિંધ નદીમાંથી પાણી ભરીને લાવ્યા હતા.

જયારે આ પાણીથી દીવો કરવામાં આવ્યો તો દીવાની જ્યોત સળગવા લાગી હતી.જ્યારે આવું બન્યું ત્યારે પુજારી પોતે પહેલા ગભરાઈ ગયા હતા.આટલું જ નહિ પરંતુ મંદિરમાં થયેલ આ ચમત્કાર અંગે કોઈને પહેલા કોઈને વધારે જણાવ્યું ન હતું.પરંતુ થોડા સમય પછી ગામના લોકોને જણાવ્યું ત્યારે લોકો તેમના પર ભરોષો કરતા ન હતા.

પરંતુ કેટલાક ભકતોએ ખુદ દીવામાં પાણી નાખીને જ્યોત સળગાવી ત્યારે જ્યોત સળગી ગઈ તો તે જાણીને ગામના લોકો ચમત્કાર માનવા કાગ્યા હતા.તે સમયથી આજ સુધી આ મંદિરમાં માત્ર કાલીસિંધ નદીના જળમાંથી દીવો પ્રગટાવવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે જ્યારે દીવામાં પાણી રેડવામાં આવે છે,ત્યારે તે ચીકણું પ્રવાહીમાં ફેરવાય છે.

વરસાદમાં દીવો સળગતો નથી,કારણ કે વરસાદની ઋતુમાં કાલિસિંધ નદીના જળસ્તરમાં વધારો થાય છે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જાય છે,જેના કારણે અહીં પૂજા શક્ય થતી નથી.પરંતુ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પડવાથી ફરી એક જ્યોત પ્રગટાવવામાં આવે છે જે આગામી વરસાદની સીઝન સુધી સતત બળતી પણ રહે છે.આજ એક મોટો ચમત્કાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *