આ છે બોલીવૂડની એવી અભિનેત્રીઓ કે ફિલ્મની શુટિંગની દરમિયાન બનવાની હતી માં,તેમ છતાં ફિલ્મનું શુટિંગ કર્યું અને થયું એંવું કે……

Boliwood

દરેક વ્યક્તિ જાણે છે કે બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ રહેલી છે જે હમેશા ગ્લેમરસ અને સુંદરતા માટે વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ ઘણી ફિલ્મોમાં સારુ એવું કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.જયારે કેટલીક અભિનેત્રીઓ હમેશા પોતાના જીવનને લઈને વધારે ચર્ચામાં રહી છે.

બોલીવૂડમાં સારી સફળતા મારે સારી મહેનત કરવી પણ ખુબ જરૂરી છે,ત્યારે જ સફળતા પ્રાપ્ત થતી હોય છે.તમને જણાવી દઈએ કે કેટલીક તો એવી પણ અભિનેત્રીઓ છે જે બોલીવુડની અમુક ફિલ્મો કરતી વખતે ગર્ભવતી રહી હતી.આટલું જ નહિ પરંતુ ગર્ભાવસ્થામાં દરમિયાન ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ કર્યું હતું.જે ઘણા ઓછા લોકોને આ અંગે જાણ થઇ હતી.આજે તમને આવી જ અમુક જાણીતી અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ,જેમણે ગર્ભાવસ્થા સમયે ફિલ્મોમાં કામ કર્યું હતું…

જયા બચ્ચન –

તમને જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી અને સુંદર અભિનેત્રી જયા બચ્ચન જાણીતા અભિનેતા અમિતાભની પત્ની છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘શોલે’ દરમિયાન જયા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું.આટલું જ નહીં જયાની બેબી બમ્પ પણ ફિલ્મના એક સીનમાં જોવા મળ્યો હતો.આ ફિલ્મ પછી જયા-અમિતાભની પુત્રી બેટ્ટી શ્વેતા થઇ હતી.અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચને પણ આ સુપરહિટ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

શ્રીદેવી –

તમને જણાવી દઈએ કે આ યાદીમાં બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું પણ નામ સામેલ થાય છે.1997 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જુડાઇ’ના શૂટિંગ દરમિયાન શ્રીદેવી ગર્ભવતી બની હતી.આટલું જ નહિ પરંતુ આના કેટલાક સમાચારો પણ ઘણા ચર્ચામાં આવ્યા હતા.કારણ કે જ્યારે શ્રીદેવી ગર્ભવતી હતી ત્યારે તેમના અને બોની કપૂરના લગ્ન પણ થયા ન હતા.તે કુંવારી હતી અને ગર્ભવતી થઇ ત્યારે ચર્ચામાં આવી હતી.આ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા.

કાજોલ –

બોલિવૂડની સુંદર અભિનેત્રી કાજોલ હાલમાં ઘણી ઓછી ફિલ્મોમાં જોવા મળે છે.પરંતુ તે પણ ગર્ભાવસ્થાની સ્થિતિમાં ફિલ્મનું શૂટિંગ કરી ચૂકી છે.એવું કહેવામાં આવે છે કે કભી ખુશી કભી ગમ ફિલ્મ દરમિયાન કાજોલ ગર્ભવતી હતી,જયારે 2010 ની તેની ફિલ્મ વી આર ફેમિલી દરમિયાન પણ કાજોલ બીજી વખત ગર્ભવતી થઇ હોય તેવું જોવા મળ્યું હતું.આવી સ્થિતિમાં પણ પોતે ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.એવું કહેવામાં આવે છે કે તે પુત્ર યુગ હતો.

જુહી ચાવલા –

 

તમને જણાવી દઈએ કે બોલિવૂડની જાણીતી અભિનેત્રી જૂહી ચાવલા હાલમાં ફિલ્મોથી ઘણી દૂર જોવા મળી રહી છે.પરંતુ એવું કહેવામાં આવે છે કે એક સમયે તે ફિલ્મના શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઈ ગઈ હતી.જુહી જ્યારે બીજી વખત ગર્ભવતી હતી ત્યારે તેની ફિલ્મ ‘ઝાંકર બીટ્સ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું.આવી સ્થિતિમાં ફિલ્મમાં પણ પોતે ગર્ભવતીની ભૂમિકામાં જોવા મળી હતી.જેથી ઘણા લોકોને તેના પર ખાસ નજર ગઈ ન હતી.

હેમા માલિની –

હેમા માલિની બોલીવૂડની ડ્રીમ ગર્લ તરીકે ઓળખાતી હતી.આટલું જ નહિ પરંતુ તે ફિલ્મ રઝિયા સુલતાનની ખૂબ ચર્ચામાં આવી હતી.હેમાએ પોતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મ ‘રઝિયા સુલતાન’ના શૂટિંગ દરમિયાન તેની મોટી પુત્રી ઇશા દેઓલ તેના પેટમાં હતી.તે આ સમયે ફિલ્મનું શૂટ પૂર્ણ કર્યું હતું.

એશ્વર્યા રાય બચ્ચન –

એશ્વર્યા રાય બોલીવૂડની જાણીતી અને વધારે સુંદરતા ધરાવતી અભિનેત્રી રહી છે.એવું કહેવામાં આવે છે કે ફિલ્મ ‘હિરોઈન’ના શૂટિંગ દરમિયાન એશ્વર્યા રાય ગર્ભવતી થઈ હતી.પરંતુ તેની ગર્ભાવસ્થાને લીધે આ ફિલ્મ તેના હાથમાંથી નીકળી ગઈ હતી.આ પછી આ ફિલ્મ માટે અભિનેત્રી કરીના કપૂરની પસંદગી કરવામાં આવી હતી.

કરીના કપૂર ખાન –

કરીના કપૂર ખાન એક એવી અભિનેત્રી છે જે હમેશા પોતાના અંગત જીવન માટે વધારે જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ તે હાલમાં પણ ચર્ચામાં જોવા મળતી હોય છે.એવું કહેવામાં આવે છે કે બોલિવૂડની બેબો કરીના કપૂર ફિલ્મ લાલ સિંહ ચડ્ડા માટે શૂટિંગ કરી રહી હતી,ત્યારે તેના માતા બનવાના સમાચાર સામે આવ્યા હતા.તમને જણાવી દઈએ કે કરીનાએ આખી ફિલ્મ પૂર્ણ કરી ત્યારે તે ગર્ભવતી હતી.

માધુરી દીક્ષિત –

માધુરી દીક્ષિત બોલિવૂડની ધક ધક ગર્લ તરીકે ઓળખ ધરાવે છે.હાલમાં તે ઘણા ટીવી શોમાં જોવા મળે છે.એવું કહેવામાં આવે છે કે અભિનેત્રી માધુરી દીક્ષિત ફિલ્મ ‘દેવદાસ’ દરમિયાન ગર્ભવતી થઇ હતી.અને આ સાથે એક ફિલ્મના ગીતમાં ડાન્સ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *