આ છે બોલીવૂડની એવી 4 અભિનેત્રીઓ કે જેમનું કરિયર ફેલ થયું તો ઘરના લોકોએ પણ સાથ ન આપ્યો અત્યારે કરવું પડે છે આવું કામ….

Boliwood

એવું કહેવામાં આવે છે કે બોલીવૂડની દુનિયામાં જોડાવા માટે લાખો લોકો મુંબઈની માયાનગરીમાં આવે છે.ઘણા એવા પણ લોકો છે જે રાતોરાત બોલીવૂડમાં સ્ટાર્સ બની જતા હોય છે,જયારે ઘણા એવા પણ લોકો જે પોતાના સપના લઈને આવે તો છે પરંતુ પોતાના સપના પૂરા કરવા માટે અસમર્થ રહે છે.બોલીવૂડ સ્ટાર્સના જીવનમાં કેવા પરિવર્તન આવી જાય તે કોઈ કહી શકતું નથી.

આવી જ રીતે બોલીવૂડમાં ઘણી સુંદર અભિનેત્રીઓ પણ જોડાયેલી છે.જે પોતાના અભિનયથી રાતોરાત સ્ટાર્સ બની જતી હોય છે.જ્યારે સુપરહિટ ફિલ્મ સાબિત થાય છે ત્યારે સ્ટાર્સ દિવસે દિવસે વધારે ઉંચાઈ પર જતા જોવા મળે છે.પરંતુ જયારે તેમને સફળતા મળતી નથી,ત્યારે ફિલ્મી દુનિયાથી અચાનક અદૃશ્ય પણ થઈ જાય છે.

આજે તમને ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલ કેટલીક એવી અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ,જે સફળતા પ્રાપ્ત કરતા કરતા તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી.આટલું જ નહિ પરંતુ પોતે એક સુંદર અભિનેત્રી હોવા છતાં રોડ પર દિવસો પસાર કરવા પડ્યા હતા.

ગીતા કપૂર –

તમને જણાવી દઈએ કે ગીતા કપૂર ફિલ્મ ‘પાકિજા’ માં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી હતી.પરંતુ એવું કહેવામાં આવે છે કે ગીતા કપૂરનો પુત્ર રાજા કપૂરએ તેમને મુંબઇની એક હોસ્પિટલમાં મૂકીને જતો રહ્યો હતો.તેમના પુત્ર ઇચ્છતા કે તેઓ ઓલ્ડ એજ હોમ રહે.એટલું જ નહીં તે તેમને ખૂબ મારતો પણ હતો.જયારે ગીતા કપૂરે એવું પણ જણાવ્યું હતું કે આવી સ્થિતિમાં ફિલ્મ નિર્માતા અશોક પંડિત અને રમેશ તૌરાણીએ ગીતાની સંભાળ લીધી હતી.પરંતુ તે હવે કોઈને ઓળખી શકતી નથી.તેને કંઇ યાદ નથી.બસ એક વાત યાદ છે કે મારો રાજા દીકરો આવશે.જયારે થોડા વર્ષોમાં તેમનું અવશાન થયું હતું.

મિતાલી શર્મા –

મિતાલી શર્મા પણ સારી એવી અભિનેત્રી બનવા માંગતી હતી,પરંતુ તે વધારે સફળતા પ્રાપ્ત કરી શકી ન હતી.એવું કહેવામાં આવે છે કે મુંબઈ પોલીસ દ્વારા ભોજપુરી અભિનેત્રી મિતાલી શર્મા લોખંડવાલાની શેરીઓમાં ભીખ માંગતી અને ચોરી કરતી પડકી હતી.તમને જણાવી દઈએ કે મિતાલી નસીબ અજમાવવા મુંબઈ આવી હતી,જેમાં પોતાની પરિવાર પણ છોડી દીધો હતો.કેટલીક ફિલ્મો અને મોડેલિંગ કર્યા પછી તે છેલ્લા કેટલાક મહિનાઓથી કામ વગર ડિપ્રેશનમાં આવી ગઈ હોવાનું કહેવામાં આવતું હતું.

ગીતાંજલિ નાગપાલ –

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન સાથે રેમ્પ વોક કરનારી ગીતાંજલિ નાગપાલ ડ્રગની વ્યસની બની ગઈ હતી.એવું કહેવામાં આવે છે કે ફિલ્મોમાં કામ ન મળવાને કારણે તે અંતે નોકરાણી તરીકે પણ કામ કરી ચુકી હતી.જીવનના અંતિમ દિવસોમાં તે દિલ્હીની શેરીઓમાં ભીખ માંગતી જોવા મળી હતી.ફિલ્મ ફેશનમાં કંગના રાનાઉતનું પાત્ર ગીતાજલિના જીવનથી પ્રેરણારૂપ હતું.

અલીશા ખાન –

તમને જણાવી દઈએ કે બોલીવુડ અભિનેતા ઇમરાન હાશ્મીની સહ-અભિનેત્રી અલીશા ખાન આ દિવસોમાં રોડ પર ભટકતી જોવા મળી રહી છે.જયારે કેટલાક અહેવાલો અનુસાર એવું કહેવામાં આવે છે કે અલીશા ખાન દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભટકતી જોવા મળી હતી.જયારે કેટલાક અહેવાલો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે પૂર્વ બોયફ્રેન્ડની વિરોધી ક્રિયાને કારણે તેને શેરીમાં ફરવાની ફરજ પડી છે.તમને જણાવી દઈએ કે અલિશા ખાન તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથેનો એક વીડિયો ઓનલાઇન લિક થયો હતો.આટલું જ નહિ પરંતુ આ વીડિયો પોર્ન સાઇટ પર પણ જોવા મળ્યો હતો.આવી સ્થિતિમાં અલીશાએ આ કેસમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ વિરુદ્ધ પોલીસમાં કેસ દાખલ કર્યો હતો.આવી સ્થિતિમાં તેમના પ્પરીવાર તેને ઘરમાંથી કાઢી મૂકી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *