આ છે બોલીવૂડની 8 નનદ ભાભીની જોડિયો,જેમના વચ્ચે છે એવો રિશ્તો કે જાણીને તમને પણ નવાઈ લાગશે……

Boliwood

કોઈ પણ યુવતી જયારે લગ્ન જીવનમાં જોડાય છે ત્યારે તે પોતાના પતિના ઘરે પોતાના માતાપિતાને છોડીને આવે છે.એટલે કે તે નવા ઘરમાં પતિ સાથે અને અન્ય ઘરના સભ્યો સાથે રહેવા લાગે છે.આવી સ્થિતિમાં દરેક મહિલાને ખાસ કરીને નદંડના રૂપમાં એક સારી મિત્ર મળતી હોય છે,પરંતુ ઘણીવાર એવું પણ જોવા મળતું હોય છે કે ભાભી અને નદંડ વચ્ચેના સબંધો વધારે સારા જોવા મળતા નથી.

પરંતુ તમને જણાવી દઈએ કે આવવા જ સબંધો જો બોલિવૂડ સ્તર્સમાં જોવામાં આવે તો આ સબંધો વચ્ચે અનેક ઘણો પ્રેમ જોવા મળતો આવ્યો છે.આટલું જ નહિ પરંતુ ભાભી અને નદંડ વચ્ચેના વાસ્તવિક જીવનનાં અનેક પ્રેમની સાથે પરિવારમાં હમેશા ખુશીઓ રહેતી જોવા મળતી હોય છે.આવી સ્થિતિમાં ઈજ તમને બોલીવુડની આવી કેટલીક ભાભી અને નદંડની જોડીઓ જણાવી રહ્યા છે જે તેમના એક સારા પ્રેમની ભાવના દર્શાવતી જોવા મળી છે.પરંતુ આજ સબંધો સામાન્ય પરિવારમાં વધારે સારા જોવા મળતા નથી….

કરીના કપૂર ખાન અને સોહા અલી ખાન –

તમને જણાવી દઈએ કે બોલિવૂડમાં ભાભી-નદંડની જોડી ઘણી જાણીતી રહી છે.આટલું જ નહિ પરંતુ આ બંને વચ્ચેનો સંબંધ અસલી બહેનો કરતા પણ વધારે સારો જોવા મળ્યો છે.કરીના અને સોહા ઘણીવાર રજાઓના સમયે વિદેશી પ્રવાસ પર સાથે જોવા મળી છે.તમને જણાવી દઈએ કે સોહાએ એક વખત તેની ભાભી કરીના કપૂરની પ્રશંસા કરતાં કહ્યું હતું કે કરિનાને તેના કામ અને મારા ભાઈની પ્રાથમિકતાઓ વિશે ઘણી સારી છે.તે હમેશા ઘરમાં પોતાની સાથે અને ભાઈ સૈફની સાથે સારી રીતે રહે છે.

એશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા –

તમને જણાવી દઈએ કે ઘણીવાર મીડિયાની સામે પણ બચ્ચન પરિવારમાં એશ્વર્યા અને શ્વેતા વચ્ચેના પ્રેમ ભર્યા સંબધો જોવા મળ્યા છે.જયારે ઘણીવાર તેમના સબંધોને લઈને અમુક ખોટી વાતો થતી રહે છે,પરંતુ આ દરેક બાબત ખોટી છે,કારણ કે આ બંને એકબીજાના સબંધો સારી રીતે નિભાવતા આવ્યા છે.જેમ કે બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા અને તેની નદંડ શ્વેતા ઘણીવાર અનેક કાર્યક્રમોમાં સાથે પણ જોવા મળ્યા છે.જયારે એકવાર શ્વેતાએ એવું પણ જણાવ્યું હતું કે તે પોતાની ભાભીને ઘણો પ્રેમ કરે છે.

મલાઈકા અરોરા ખાન અને અર્પિતા ખાન –

હાલમાં જોવામાં આવે તો મલાઈકા અને અરબાઝ ખાન એકબીજાના જીવનમાં જીવનસાથી નથી રહ્યા ,પરંતુ તેમના સબંધોમાં આજે પણ મીઠાસ રહેલી છે.આટલું જ નહિ પરંતુ મલાઈકા અને અર્પિતા વચ્ચેનો સંબંધ એક સારો રહ્યો છે.જયારે અર્પિતા આજે પણ તેમને ભાભી માની રહી છે.તમને જણાવી દઈએ કે એક સમય હતો જયારે અર્પિતા અને અર્જુનના સબંધો ચાલતા હતા,આ પછી મલાઈકા પણ આ સબંધોમાં જોડાઈ.આ પછી તેમના સબંધો થોડા બગડ્યા હતા,પરંતુ આજે પણ ભાભી અને નદંડમાંમીઠાસ રહેલી છે.

સોનાક્ષી સિંહા અને તરૂણા અગ્રવાલ –

તમને જણાવી દઈએ કે સોનાક્ષીના મોટા ભાઈ કુશે વર્ષ 2015 માં તરુણા સાથે લગ્ન કર્યા હતા.આટલું જ નહિ પરંતુ અભિનેત્રી તેમના આ લગ્નજીવનથી ઘણી ખુશ પણ જોવા મળી હતી.સામાન્ય રીતે જોવામાં આવે તો સોશિયલ મીડિયા તેમની ઘણી તસવીરો પણ વાયરલા થઇ હતી.તમને જણાવી દઈએ કે તરુણા અને સોનાક્ષી એકબીજાને ઘણું માન આપે છે.એવું લાગે છે કે તે વાસ્તવિક બહેનો હોય તેવી રહે છે.

રાની મુખર્જી અને જ્યોતિ મુખર્જી –

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રાની મુખર્જી તેમના પરિવારને ઘણો પ્રેમ કરે છે.ખાસ કરીને તે પોતાની નદંડને ખુબ પ્રેમ કરી રહી છે.તે હમેશા પોતાની નાની બહેન સમજી રહે છે.એવું કહેવામાં આવે છે કે રાણીએ ઘણાં વર્ષોથી લગ્ન ન કર્યા કારણ કે તે તેના પરિવારની સંભાળ રાખવા માંગતી હતી.તેનું કારણ એ હતું કે રાણીના ભાઈએ તેના પરિવારની જવાબદારી લીધી ન હતી.આ કારણે બધી જવાબદારી રાણી પર હતી.પરંતુ આજે તેમને એક સારી મિત્ર જેવી ભાભી મળી છે.

નીતુસિંહ અને રીમા જૈન –

સામાન્ય રીતે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં ભાભી અને નદંડની જોડીઓ જોઇ હશે.પરંતુ, આ જોડી હકીકતમાં ઘણી પ્રેમાળ રહી છે.ખાસ કરીને નીતુ અને રીમા જૈન વચ્ચેનો સંબંધ એક બહેન જેવો છે.બંને વિવિધ શોમાં સાથે પણ જોવા મળે છે.તે હમેશા એકબીજાને વાતને સમજતા આવ્યા છે.

ટ્વિંકલ ખન્ના અને અલકા ભાટિયા –

એવું કહેવામાં આવે છે કે અક્ષય કુમારના જીવનમાં આ બંને ઘણા વિશેષ રહેલા છે.એકબાજુ પતિ તો એકબાજુ બહેન છે.જયારે ટ્વિંકલ અને અલ્કા પણ ઘરના બધા કામની સંભાળ રાખે છે.જ્યારે અક્ષય કુમાર તેની બહેન દ્વારા તેના કરતા 15 વર્ષ મોટો અને તેના છૂટાછેડા લેનાર વ્યક્તિ સાથે લગ્ન કરવાના નિર્ણયની વિરુદ્ધ હતો ત્યારે ટ્વિંકલે અક્ષયને સમાંજ્વ્યો હતો અને તેમના લગ્ન કરવા હતા,જેથી આ બંને પણ હમેશા પ્રેમથી સાથે રહેતા આવ્યા છે.

ગૌરી ખાન અને શહેનાઝ –

તમને જણાવી દઈએ કે કિંગ ખાનની બહેન શહનાઝ શાહરૂખ કરતા 6 વર્ષ મોટી છે અને ખાન પરિવાર તેને ખૂબ જ ચાહે છે.તેની માતાના મૃત્યુ પછી શહનાઝ ડિપ્રેશનમાં આવી હતી,પરંતુ મૌન રહેતી.પરંતુ હાલમાં ગૌરી અને શહેનાઝ એકબીજાને સારી રીતે સમજે છે.તેમના સબંધો ભલે એક ભાભી અને નદંડના રહ્યા છે,પરંતુ આજે પણ તે એક સારા મિત્રો અને બહેનો જેવો વર્તાવ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *