આ છે બોલીવૂડનો સૌથી અમીર અભિનેતા,નંબર 5નો અભીનેતાતો ફિલ્મોમાં કામ નથી કરતો તેમ છતાં છે આટલો કરોડપતિ…

Boliwood

બોલિવૂડમાં દિવસે દિવસે ઘણા બદલાવ થતા જોવા મળે છે.આટલું જ નહિ પરંતુ જયારે ફિલ્મોનું નિર્માણ થાય છે ત્યારે પણ તેમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે છે.જયારે તે ફિલ્મ સાથે જોડાયેલા સ્ટાર્સ પણ ઉંચી ફી વસુલતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા એવા બોલીવૂડ સ્ટાર્સ છે જે ફિલ્મો ઉપરાંત અનેક જાહેરાતો મારફતે પણ કરોડોની કમાણી કરી રહ્યા છે.

આજના સમયમાં મોટાભાગના સુપરસ્ટાર્સ એકલ ફિલ્મ માટે 100 કરોડ રૂપિયાથી પણ વધારે મોટી ફી વસૂલતા હોય છે.આવી જ રીતે આ સ્ટાર્સ પોતાની વૈભવી જીવન જીવતા હોય છે.તેમની પાસે કરોડોની સંપતી ઉપરાંત ઘણા લકઝરી વાહન પણ હોય છે.આવી સ્થિતિમાં ઘણા દર્શકો એવું પણ જાણવા માંગતા હોય છે કે બોલિવૂડમાં સૌથી વધારે સંપતી કોના પાસે છે.આવી સ્થિતિમાં આજે તમને આવા જ કેટલાક જાણીતા અને સૌથી ધનિક કલાકારો વિષે જણાવી રહ્યા છીએ…

શાહરૂખ ખાન –

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન એક એવો અભિનેતા છે જે પોતાના અભિનયથી કરોડો લોકોના દિલમાં રાજ કરી રહ્યો છે.જયારે એવું પણ કહેવામાં આવે છે કે શાહરૂખ ખાન બોલિવૂડનો સૌથી ધનિક અભિનેતા છે.આટલું જ નહિ પરંતુ શાહરૂખ વિશ્વના સૌથી ધનિક કલાકારોમાં પોતાનું સ્થાન ધરાવે છે.આ અભિનેતા આશરે 28 વર્ષથી હિન્દી દુનિયા સાથે જોડાયેલો છે.માટે તે આજે અબજોની સંપત્તિનો માલિક પણ છે.કેટલાક અહેવાલો મુજબ તેની કુલ સંપત્તિ 4300 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવે છે.

અમિતાભ બચ્ચન –

સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન લોકપ્રિયતાની બાબતે ઘણા આગળ રહ્યા છે.તેમને ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.જયારે કમાણીની વાત કરવામાં આવે તો તે પણ ધનિક અભિનેતા રહ્યા છે.બોલિવૂડના બાદશાહ કહો કે બિગ બી તે હમેશા વૈભવી જીવન શૈલીને લઈને જાણીતા રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા છેલ્લા 52 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે.જયારે તેમની કુલ સંપત્તિ 2876 કરોડ રૂપિયા છે.જે બોલીવૂડના બીજા ધનિક સુપરસ્ટાર છે.

અક્ષય કુમાર –

દરેક વ્યક્તિ જાણે છે કે અક્ષય કુમાર એક એવા અભિનેતા છે જે વર્ષમાં ત્રણથી ચાર ફિલ્મો કરે છે.તે ઘણા વ્યસ્ત અભિનેતા પણ માનવામાં આવે છે.તમને જણાવી દઈએ કે અભિનેતા અક્ષય કુમાર હિન્દી સિનેમાના ત્રીજા સૌથી ધનિક અભિનેતા માનવામાં આવે છે.વર્ષ 1991 માં અક્ષયની ફિલ્મી કરિયરની શરૂઆત ફિલ્મ ‘સૌગંધ’ થી થઈ હતી.જેથી એવું કહી શકાય કે તે છેલ્લા 30 વર્ષથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે.અક્ષય કમાણીના મામલે ઘણા આગળ રહ્યા છે.જયારે તેમની કુલ સંપત્તિ 2000 કરોડ રૂપિયા છે.

સલમાન ખાન –

સલમાન ખાન એક એવા અભિનેતા છે જે પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના કેટલાક અંગત જીવનને લઈને પણ વધારે ચર્ચામાં રહે છે.આ અભિનેતાએ આશરે 1989 માં ફિલ્મ મૈન પ્યાર કિયાથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી,જયારે તે 32 વર્ષથી ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા રહ્યા છે.તેમની પાસે કરોડોની સંપતી છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા પણ બોલિવૂડના સૌથી ધનિક અભિનેતાઓની યાદીમાં ચોથા ક્રમે સામેલ થાય છે.તેમની કુલ સંપત્તિ 1868 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

આમિર ખાન –

તમને જણાવી દઈએ કે શ્રી પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા એવા અભિનેતા આમિર ખાન છેલ્લા 33 વર્ષથી હિન્દી સિનેમા સાથે સંકળાયેલા છે.જયારે તે પણ ધનિક અભિનેતા છે.તમને જણાવી દઈએ કે આ અભિનેતા સંપતિના મામલે પાંચમાં સ્થાને આવે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો અભિનેતા આમિર ખાને વર્ષ 1988 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.તેની પહેલી ફિલ્મ ‘ક્યામત સે ક્યામત તક’ હતી,જયારે હાલમાં તેમની પાસે 1078 કરોડ રૂપિયાની સંપતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *