આ છે ૧૦ રૂપિયામાં 100 કિમી ફરે તેવી ઇલેક્ટ્રિક બાઈક,તેની કીમત છે બસ આટલા જ રૂપિયા…..

Uncategorized

દિવસે દિવસે હવે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે.આટલું જ નહિ પરંતુ રોજની જરૂરી વસ્તુઓમાં સતત ભાવનો વધારો થતો જોવા મળ્યો છે.આટલું જ નહિ પરંતુ આની સિધી અસર દરેક નાના વર્ગના લોકો પર વધારે થઇ રહી છે.ખાસ કરીને જોવામાં આવે તો આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ તો આશમાને પોહંચી ગયા છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો હોવાથી હવે બજારમાં ઇલેક્ટ્રિક વાહન આવતા થઇ ગયા છે.જે આ મોંઘવારી સામે થોડી રાહત આપી શકે તેવું લાગી રહ્યું છે.આવી જ રીતે હૈદરાબાદમાં આવેલી એક ઇલેક્ટ્રિક વાહન બનાવતી કંપની ગ્રેવટન મોટર્સે ગ્રેવટન ક્વાન્ટા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર લોન્ચ કર્યું હોવાનું સામે આવ્યું છે.

એવું કહેવામાં આવે છે કે હાલમાં કંપનીએ આ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત આશરે 99,000 રાખી છે,પરંતુ આવતા સમયમાં તેની માંગવા વધારો થશે તો તેની કિંમતમાં પણ વધારો જોવા મળી શકે છે.જે આશરે એક લાખ પાર પણ કરી શકે છે.એવું કહેવામાં આવે છે કે હાલમાં તો આ ક્વોન્ટા ફક્ત હૈદરાબાદ માટે જ રહ્યો છે.

મળતી માહિતી મુજબ થોડા સમયમાં અન્ય રાજ્યોમાં પણ લોન્ચિંગ જોવા મળી શકે છે,એટલે કે થોડા સમયમાં અન્ય રાજ્યોમાં આની બુકિંગ સુવિધા જોવા મળી શકે છે.તમને જણાવી દઈએ કે આ બાઈક બનાવતી કંપનીએ એવો પણ દાવો કરી રહી છે કે ગ્રેવટન ક્વાન્ટા ઇલેક્ટ્રિક બાઇક આશરે 80 રૂપિયાના ખર્ચથી 800 કિ.મી.દોડી શકે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો 100 કિ.મી.નો ખર્ચ આશરે 10 રૂપિયા જેટલો થઇ શકે છે.

જયારે તેની અન્ય સુવિધાની વાત કરવામાં આવે તો તેમાં 3 કેડબ્લ્યુએચની લિ-આયન બેટરી રહેલી છે.જે એક જ ચાર્જમાં 150 કિ.મી.ચાલી શકે છે.જે અન્ય વાહનો કરતા વધારે સારી સુવિધા માનવામાં આવી રહી છે.આટલું જ નહિ પરંતુ એક ઉપરાંત એક વધુ બેટરી પણ સાથે રાખવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે.

સામાન્ય રીતે જોવામાં આવે તો ફૂલ ચાર્જિંગમાં કુલ 320 કિ.મી.ગાડી ભાગી શકે છે.જેમાં ઘણા ઓછા પૈસા પણ ખર્ચ થવાનો હાલમાંતો દાવો કરવામાં આવ્યો છે.જયારે હાલમાં તે ત્રણ કલરમાં જોવા મળશે,જેમાં સામાન્ય રીતે લાલ,સફેદ અને કાળો કલર હોઈ શકે છે,જયારે આવતા સમયમાં તેના કલરની સંખ્યામાં પણ વધારો થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે ગ્રાહકો તેને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન બુક પણ કરાવી શકે છે.બાઇકમાં 3KW બીએલડીસી મોટર છે,જે 170Nm નો મહત્તમ ટોર્ક આપે છે.બાઇકની ટોપ સ્પીડ 70 કિમી પ્રતિ કલાકની છે.ત્યારે કંપનીનો દાવો છે કે ફાસ્ટ ચાર્જિંગ સુવિધા સાથે તેની બેટરી 90 મિનિટમાં ચાર્જ થઈ જાય છે.

જયારે સામાન્ય મોડમાં ચાર્જ કરવામાં 3 કલાકનો સમય લાગી શકે છે.આખરે પાંચ વર્ષની બેટરી વોરંટી અને ગેરેન્ટીની પણ સુવિધા આપવામાં આવી રહી હોવાનું કહેવામાં આવે છે.જયારે આનો દેખાવ એક સામાન્ય બાઈક જોવો રહ્યો છે,જેથી લોકો તેને વધારે પસંદ પણ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *