આ નાનકડા કરણના કારણે સસરા, સાળી અને પત્નીએ છરીના ઘા મારી પતિની કરી હત્યા,પછી ……….

Gujarat

પતિ પત્નીનો સબંધ ઘણો પવિત્ર માનવામાં આવે છે.તે હમેશા સારા અને ખરાબ સમયે એકબીજાને સાથે આપતા હોય છે.આટલું જ નહિ પરંતુ એકબીજાને ઘણો પ્રેમ પણ કરતા હોય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પતિપત્ની વચ્ચે નાના મોટા ઝગડાઓ તો થતા રહે છે.જે દરેક વિવાહિત જીવનમાં સામાન્ય રીતે જોવા મળે છે.

પરંતુ જયારે એક પત્ની પોતાના પતિની હત્યા કરે ત્યારે આ પવિત્ર સબંધ કલંક સાબિત થઇ જાય છે.તમને જણાવી દઈએ કે આજે આવો જ એક કિસ્સો રાજકોટના એક વિસ્તારમાંથી સામે આવ્યો છે.જેમાં એવું જાણવા મળ્યું છે કે પતિની હત્યા તેની પત્ની,સાળી અને સસરાએ મળીને કરી છે.હાલમાં પોલીસે આ ત્રણે આરોપીઓની વિરુધ્ધ ગુનો નોંધી મૃતકની પત્ની અને સાળીની ધરપકડ કરી છે.

જયારે એવું કહેવામાં આવે છે કે મૃતકના સસરા હાલમાં ઘરેથી ફરાર થઇ ગયા છે જેમની પોલીસ શોધ કરી રહી છે.મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે આ વિસ્તારમાં રહેતા એક પરણિત યુવકની હત્યા પત્ની,સાળી અને સસરાએ છરીથી પેટ,ખભા અને માથામાં ઘા ઝીંકી કરી હતી.જયારે આ ઘટનાની જાણ પોલીસને થઇ ત્યારે પોલીસનો કાફલો ત્યાં આવી ગયો હતો.

ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું કે મૃતક પતિ અને પત્ની વચ્ચે કોઈને કોઈ બાબતે અવારનવાર ઝઘડાઓ થતાં રહેતા હતા.આવી જ રીતે ગત દિવસે પણ રાતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પત્નીના પિતા એટલે કે સસરાના મકાનમાં હતા.

કારણ કે ગત્ત દિવસે ભારે પવન ફૂંકાવાના કારણે લાઈટ ન હતી.આ સમયમાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી.જેમાં એવું કહેવાય છે કે સસરા,સાળી અને પત્ની વધારે ગુસ્સે થઇ ગયા હતા,જેમાં ઈંટ અને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પતિને પોહચાડી હતી.આ સ્થિતિ પછી તેને રીક્ષા મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તેને મૃતક જાહેર કરવામાં આવ્યો હતો.

જયારે વધારે ગંભીર રીતે ઘાયલ થયેલ પતિનું મોત થયું ત્યારે તેના સસરા રાજકોટ છોડીને ભાગી ગયા હતા.જયારે પોલીસને જાણ થઇ ત્યારે પત્ની અને તેની સાળીની ધરપકડ કરી લેવામાં આવી હતી.હાલમાં સસરાની શોધ ચાલી રહી છે.અને પોલીસ વધુ તપાસ માટે પણ જોઈએ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *