આ પતિ પત્નીએ હોસ્પીટલમાં ગયા વગર જ એક સાથે બે બે વાર કોરોનાને હરાવ્યો છે ,બસ રાખ્યું છે આ બાબતોનું ઘ્યાન……….

India

આજના સમયમાં લોકોની મોટામાં મોટી સમસ્યા કોરોના છે.સામાન્ય રીતે જોવામાં આવે તો હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઉભી થઇ છે જે વધારે ઘાતક સાબિત થઇ રહી છે.લોકોમાં કોરોના નામનો ડર જોવા મળી રહ્યો છે.જયારે ઘણા એવા પણ લોકો છે જે કોરોના નામથી જ વધારે ભયભીત થઇ જાય છે.માટે સમગ્ર જીવન કોરોનાને કારણે ઠપ થઇ ગયું છે.

આવી સ્થિતિમાં આજે તમને એક એવા દંપતી વિષે જણાવવા જઈ રહ્યા છીએ,જેમણે બેવાર કોરોના સામે જંગ જીતી છે.આ સમગ્ર ઘટના દિલ્હીના એક વિસ્તારમાંથી સામે આવી છે.જયારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ દંપતી બંને વખત કોરોના પોઝિટિવ હોવા છતાં હોસ્પિટલમાં ગયા ન હતા.પરંતુ બંનેએ ઘરે રહીને કોરોના સામે જીત હાસલ કરી હતી.

મળતા અહેવાલો મુજબ એવું કહેવામાં આવે છે કે કોરોનાને બેવાર હરાવનાર દંપતીને પહેલીવાર પહેલી લહેર દરમિયાન કોરોના થયો હતો.આ પછી જ્યારે કોરોનાની બીજી લહેર આવી ત્યારે પણ તે કોરોનાના ઝપેટમાં આવી ગયા હતા.બંનેવાર ચેપ લાગ્યા પછી પણ તેમણે કેટલીક વિશેષ બાબતોની કાળજી લીધી જેણે કારણે આજે સ્વસ્થ થઇ ગયા છે.

આ દંપતીનું એવું કહેવું છે કે ગયા વર્ષની તુલનામાં આ વખતે કોરોનાનાં નવા લક્ષણો જોવા મળ્યાં હતા.ગયા વર્ષે મોઢામાં ખરાબ દુર્ગંધ જેવી સમસ્યાઓ આવી હતી.પરંતુ આ વખતે માત્ર હળવો તાવ હતો.પરંતુ બંનેવાર હિંમત હાર્યા નહીં.ખોટો તણાવ લીધો નહિ.અને પોતે ઘણાશાંત રહ્યા.આખો સમય સકારાત્મક રહ્યા.આવી સ્થિતિમાં કોરોના વધારે વર્ચસ્વ થતો નથી.

તેમણે વધુમાં એવું જણાવ્યું કે આહારનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.દિવસમાં બે થી ત્રણ વખત લીંબુનું શરબન પીતા હતા.આ ઉપરાંત રોજ ગરમ પાણીનો ઉપયોગ કરતા હતા.જયારે ઠંડુ પાણી પીવાનું બિલકુલ બંધ કરી દીધું હતું.આ ઉપરાંત એલચી,કાળા મરી,સૂકી આદુ,લવિંગ અને સારા ઉકાળો જેવી ચીજો પણ દિવસમાં 2 વખત સેવન કરતા હતા.

જયારે આ દંપતી પત્ની એવું જણાવી રહી છે કે ઓટમીલ,જ્યૂસ વગેરે જેવા હળવા ખોરાક ખાતા હતા.આ પછી ધીમે ધીમે આહારમાં વધારો કર્યો હતો.ત્ર ઘરમાં રહેલી ડિસ્પોઝેબલ પ્લેટોમાં જ ખોરાક ખાતા હતા.બાદમાં તે તેને ડસ્ટબિનમાં નાખતા હતા.આ રીતે બાકીના પરિવારમાં ચેપ લાગવાનું જોખમ ઓછું થાય છે.

આટલું જ નહિ પરંતુ દિવસમાં બે થી ત્રણ વખત વરાળ પણ લેતા હતા.આ રીતે વિવિધ ઉપાયો કરીને પોતે કોરોના સામે સ્વસ્થ થઇ ગયા હતા.એવું કહેવામાં આવે છે કે આપણી ઇચ્છાશક્તિ આપણી દવા બની શકે છે.માટે આવી સ્થિતિમાં હિંમત હારવી ન જોઈએ.જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી ન પડે.હમેશા વિચારો સકારાત્મક રાખો.આવી દરેક બાબત પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તો સરળતાથી કોરોનાને હરાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *