આ પાંચ કારણોથી વધે છે પેટની ચરબી,તેને ઓછી કરવા માટે ઘરે કરો આ ઘરેલું ઉપાય…….

Health

આજના સમયમાં દરેક વ્યક્તિના ખાવા-પીવામાં ઘણો બદલાવ થઇ ગયો છે.આવી સ્થિતિમાં આજની એક મોટી સમસ્યા વધતો વજન છે.સામાન્ય રીતે જોવામાં આવે તો ઘણા લોકો પોતાના વધતા જતા વજન અને મોટા પેટથી વધારે પરેશાન રહેવા લાગ્યા છે.અને આ સમસ્યા મોટાભાગના લોકોમાં ચોક્કસ રીતે જોવા મળી રહી છે.

જયારે પેટની આજુ બાજુ વધારે ચરબી ભેગી થવા લાગે છે ત્યારે આવી સ્થિતિ ઉભી થતી હોય છે.જયારે વધારે પડતું પેટ બહાર આવે છે ત્યારે શરીરનો દેખાવ તો બદલાય છે પરંતુ સાથે સાથે ઘણા કામ કરવામાં પણ અનેક મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે.એવું કહેવામાં આવે છે કે પેટ વધવાનું કારણ વધતી ચરબી માનવામાં આવે છે.

ચરબીનું પ્રમાણ વધે છે ત્યારે વજન સાથે પેટ પણ બહાર આવતું હોય છે.આવી સ્થિતિમાં શરીરમાં હૃદયથી લઈને ડાયાબિટીઝ સુધીની સમસ્યાઓ ઉભી થવા લાગે છે.આ દરેક સમસ્યા નાની ઉમરના બાળકોથી લઈને મહિલાઓ,અને પુરુષોમાં પણ જોવા મળે છે.આજે તમને પેટની ચરબી વધવાના કેટલાક મુખ્ય કારણો જણાવવા જઈ રહ્યા છીએ.જેના કારણે તમારું પેટ દિવસે દિવસે બાહર આવતું રહે છે…

વધુ કેલરી –

એવું કહેવામાં આવે છે કે જરૂરિયાત કરતા વધારે કેલરીનું સેવન કરવામાં આવે તો તે વજન વધારવાનું કામ કરે છે.જયારે શરીરમાં ચરબી વધારે વધે છે ત્યારે પેટ બહાર આવવા લાગે છે.આવી સ્થિતિમાં વધારે વજન અને પેટનો દેખાવ બદલાય છે.આ ઉપરાંત જેમ જેમ ઉંમરમાં વધારો થાય છે તેમ શરીરની ચરબી બર્ન કરવાની ક્ષમતા ઘણી ઓછી થવા લાગે છે.તેથી તમારે તમારી ઉંમર પ્રમાણે યોગ્ય કેલરીવાળો ખોરાક લેવો જોઈએ.

શરીરની ચરબીના વિતરણમાં મુશ્કેલી –

તમને જણાવી દઈએ કે કેટલાક કિસ્સાઓમાં શરીરના હોર્મોન્સ ફક્ત શરીરના અમુક સ્થળોએ ચરબી જમા કરવાનું કામ કરે છે.જેમ કે મેનોપોઝ પછી શરીરમાં એસ્ટ્રોજનની માત્રા સ્ત્રીઓમાં ઓછી થવા લાગે છે.તેનાથી તેમના પેટની આજુબાજુ ચરબી એકઠી થાય છે.આવી જ રીતે પુરુષોમાં પણ ચરબી વિતરણની સમસ્યાને કારણે પેટની ચરબી બહાર આવે છે.અને દિવસે દિવસે તમને પેટ વધારે બહાર આવતું જોવા મળે છે.

જિન્સ પણ એક કારણ છે –

એવું કહેવામાં આવે છે કે આપણા આનુવંશિક કારણોને લીધે પણ શરીરના કેટલાક ભાગોમાં ચરબી જમા થવા લાગે છે.જે કોઈ ખોરાક સાથે સબંધ ધરાવતા નથી,પરંતુ તે આનુવંશિક કારણોને લીધે થાય છે.સામાન્ય રીતે જોવામાં આવે તો પુરુષોમાં ચરબી પેટની આસપાસ જમા થવા લાગે છે.જો તમારા ઘરના વડીલોને પેટની આવી કોઈ સમસ્યા રહેલી છે તો પછી આનુવંશિકને લીધે તે સમસ્યા તમને પણ થવાની શક્યતા રહેલી છે.

હોર્મોન્સ –

તમને જણાવી દઈએ કે લેપ્ટિન નામનું એક હોર્મોન છે જે શરીરમાં પેટની આજુબાજુ વધારે ચરબી જમા કરવાનું કામ કરાવે છે.આવી સ્થિતિમાં જો શરીરમાં આ લેપ્ટિન હોર્મોનની ઉણપ હોય,તો તે પેટ વધારવાનું કામ કરાવે છે.તમે કોઈ પણ ખોરાક લઇ રહ્યા છો તેમાંથી મોટાભાગે ચરબી બનીને પેટની આજુબાજુ જમા થવા લાગે છે.અને અમુક સમય પછી પેટ બહાર આવે છે.

વધારે તણાવ –

આજના આ યુગમાં ઘણા લોકો અનેક તણાવ સાથે જીવન પસાર કરે છે.પરંતુ તમને જણાવી દઈએ કે વધારે તણાવ આપણા સ્વાથ્ય પર વધારે ખરાબ અસર કરે છે.એવું કહેવામાં આવે છે કે પેટ બહાર નીકળવામાં તણાવ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.તણાવને લીધે શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું સ્તર વધે છે.આ વસ્તુ પેટની આસપાસ ચરબી એકઠું કરવાનું શરૂ કરે છે.જે અમુક સમય પછી વધતું પેટના રૂપમાં જોવા મળે છે.જેમ જેમ પેટ વધે છે,તેમ કોર્ટિસોલ વધે છે અને તેથી તમારું પેટ વધતું જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *